શું ICCના આ નિયમને કારણે વેલિંગ્ટન ટેસ્ટ જીતી ન શકી ભારતીય ટીમ? શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. ભારતીય ટીમ અંતિમ દિવસે મેચ જીતવાની સ્થિતિમાં હતી, પરંતુ આવું ન થયું. ન્યૂઝીલેન્ડની ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહી. બોલરોને પીચ પર કોઈ સહાય મળી નહોતી. મેચ સંપૂર્ણપણે બેટ્સમેનોના નામે રહી. શુભમન ગિલ આનાથી ખૂબ જ નિરાશ દેખાયો. તેણે હવે ICCને એક મહત્ત્વપૂર્ણ નિયમ બદલવાની માંગ કરી છે.

ICCએ કોરોના દરમિયાન બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગિલે કહ્યું કે આ નિયમને કારણે બોલરો પાસે વધારે કરવાનો વિકલ્પ છોડતો નથી. ગિલે કૂકાબુરા બોલ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે કૂકાબુરા બોલ ખૂબ જ ઝડપથી નરમ પડી જાય છે. એવામાં, જો પીચથી મદદ ન મળે, તો બોલરો માટે તે મુશ્કેલી વધી જાય છે.

13

ગિલે મેચ પછી પત્રકારોને જણાવ્યું કે, આપણે કોરોનાકાળથી ખૂબ આગળ નીકળી ગયા છીએ. નિયમ હતો કે બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકાતો નથી. હવે સાત કે આઠ વર્ષ થઈ ગયા છે. મને ખબર નથી કે ICC હજુ પણ તેને મંજૂરી કેમ આપતું નથી. અમે જે પહેલો બોલ લીધો હતો તે ફક્ત 25-30 ઓવર પછી ખૂબ નરમ થઇ ગયો હતો. મને લાગે છે કે ન્યૂઝીલેન્ડે પણ બોલ અંગે ફરિયાદ કરી હતી. અમે ઇંગ્લેન્ડમાં પણ આવું જ જોયું હતું.

14

ગિલે કૂકાબુરા બોલની ક્વાલિટી પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે તે બોલ ઝડપથી નરમ થઈ જાય છે. એવામાં, બેટની ધાર લઈને વિકેટકીપર અથવા સ્લિપમાં જવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. આનાથી બોલરો માટે વિકેટ લેવાનું મુશ્કેલ બને છે. જો પીચથી મદદ ન મળે તો પણ LBW દ્વારા વિકેટ લેવી સરળ નથી છે. ગિલનું માનવું છે કે બોલ પર લાળના ઉપયોગથી ટીમો બોલને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખી શકશે. આનાથી મેચ સંપૂર્ણપણે બેટ્સમેનના ક્ષેત્રમાં નહીં રહે. મેચના પરિણામ આવશે, જેનાથી ફેન્સનો પણ આ ફોર્મેટમાં રસ રહેશે.

About The Author

Top News

શું ICCના આ નિયમને કારણે વેલિંગ્ટન ટેસ્ટ જીતી ન શકી ભારતીય ટીમ? શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. ભારતીય ટીમ અંતિમ દિવસે મેચ જીતવાની સ્થિતિમાં હતી...
Sports 
શું ICCના આ નિયમને કારણે વેલિંગ્ટન ટેસ્ટ જીતી ન શકી ભારતીય ટીમ? શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-11-2026 દિવસ: બુધવાર મેષ: બદલાવ લાવડો પડે, પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે, આવકમાં વધારો થાય. વૃષભ: સમસ્યાઓનો હલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન

અભિનેતા સોનુ સૂદે સોમવારે 'જોશ' ફિલ્મના અભિનેતા શરદ કપૂર સાથે મુલાકાત કરી હતી. શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત...
Entertainment 
આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન

આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા

કોલકાતાને અડીને આવેલા હાવડા જિલ્લામાં એક વિચિત્ર અને ચોંકાવનારી ચોરી થઈ છે. રવિવારે વહેલી સવારે પશ્ચિમ બંગાળ રાજ્ય સચિવાલય, ...
National 
આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.