આજે અંતિમ મતદાર યાદી જાહેર, આ મહિનામાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

દેશના 8 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત ફાઇનલ મતદારયાદી પ્રકાશિત કરવામાં ચૂકી ગયા હતા. ચૂંટણીપંચના કહેવા મુજબ કેટલાંક રાજ્યોમાં કામ સમયસર પૂરું થઈ શક્યું નથી. એનું કારણ એ છે કે નિશ્ચિત કાર્યક્રમનું પહેલેથી જ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. ક્યાંક રાજનીતિક દખલ તો ક્યાંક નીચલા સ્તરે કામકાજમાં ઝડપના અભાવના કારણે પૂરી પ્રક્રિયામાં મોડું થયું છે.

જોકે લક્ષદ્વીપ અને પૉન્ડિચેરીમાં ગઈ 14 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદારયાદી પ્રકાશિત થઈ ગઈ હતી. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇનલ મતદારયાદી જાહેર કરવાની તારીખ વધારવામાં આવી છે. તામિલનાડુ અને ગુજરાતમાં 17 ફેબ્રુઆરી; આંદામાન-નિકોબાર, કેરલા, છત્તીસગઢ, ગોવા અને રાજસ્થાનમાં 21 ફેબ્રુઆરી; મધ્ય પ્રદેશમાં 23 ફેબ્રુઆરી, પશ્ચિમ બંગાળમાં 18 ફેબ્રુઆરી અને ઉત્તર પ્રદેશમાં 10 એપ્રિલે ફાઇનલ મતદારયાદી જાહેર થશે.

sir
ddnews.gov.in

કેન્દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળ્યા બાદ આજે રાજ્યભરમાં ફાઈનલ મતદારયાદી જાહેર કરવામાં આવશે. છેલ્લી વખત આ SIR પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી. મતદારયાદી જાહેર થયા બાદ એમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપવામાં આવશે, ત્યારબાદમાં અન્ય કામગીરીને જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંત કે મે મહિનાની શરૂઆતમાં થાય સંભાવના છે. વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરતા રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે.

રાજ્યભરના તાલુકાઓમાંથી મળેલી વિગતો અનુસાર, 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે.

election1
orfonline.org

આમાં ફોર્મ નંબર 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજી મળી છે, જ્યારે ફોર્મ નંબર 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજી પ્રાપ્ત થઈ છે. ફોર્મ નંબર 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજી નોંધાઈ છે.

About The Author

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.