વડોદરામાં ફોર્મ ભરવાના દિવસે જ કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉપાડી ગઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાદી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પોતાના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. જ્યારે કેટલાક નેતાઓમાં ટિકિટને લઈને નારાજગી પણ જોવા મળી રહી હતી. ત્યારે ગઇકાલે સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડેએ ફોર્મ ફોર્મમાં થયેલી ભૂલ અને ટેક્નિકલ ખામીને કારણે ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યોં હતો. જો કે, ત્યાં હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક 108 બોલાવીને હોસ્પિટલે સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે, વડોદરામાં કોંગ્રેસનાં ઉમેદવાર ફોર્મ ભરે તે અગાઉ જ હરિયાણા પોલીસે કોંગ્રેસનાં ઉમેદવારના પતિને ઉઠાવી દીધો હતો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

husband
gujaratsamachar.com

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6ના ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ છે. ફોર્મ ભરવા ગયા ત્યાંથી પોલીસે ગાડીમાં બેસાડી ગઈ હતી.  આ મામલે પાર્વતીબેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આગળ હોબાળો મચાવ્યો હતો. તેણે કહ્યું કે, મારા પતિને બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ આવ્યા. મારા પતિનો કોઈ ગુનો નથી. તેણે કહ્યું હતું કે, જો મારા પતિને મુક્ત કરવામાં નહીં આવે અથવા સાચી વિગત આપવામાં નહીં આવે તો હું આત્મહ*ત્યા કરી લઇશ અને તેના માટે જવાબદાર અધિકારીઓના નામ આપી દઈશ. ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં જ મહિલા ઉમેદવારના આક્રમક તેવર જોતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ગુડગાંવ પોલીસ નકલી ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઓચિંતી કાર્યવાહીથી કોંગ્રેસના કાર્યકરો અને પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો.  હરિયાણા પોલીસ લાંબા સમયથી નકલી ગોલ્ડ સ્મગલિંગના રેકેટની તપાસ કરી રહી હતી, જેમાં પ્રભુભાઈનું નામ ખૂલ્યું હોવાની શક્યતા છે. આ મામલે સ્થાનિક પોલીસની મદદ લઈને હરિયાણા પોલીસે આ ઓપરેશન હાથ ધાર્યું હોવાની વાત ચર્ચાઇ રહી છે. 

congress-candidate1
divyabhaskar.co.in

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, પોલીસના જણાવ્યું કે, ગુરુગ્રામના સુશાંતલોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા 13 ફેબ્રુઆરીએ એક કાર ચાલકનું ટાયર પંચર થતા ટાયર બદલતી વખતે અજાણ્યા શખ્સે સોનાનો એક સિક્કો અને ચાંદીના 3 સિક્કા બતાવ્યા હતા. કારચાલકે પહેલાં તો ઇનકાર કર્યો હતો.પરંતુ ઠગે તેની પાસે 300 જેટલા સિક્કા હોવાનું કહેતા તેને સસ્તામાં સિક્કા ખરીદવાની લાલચ જાગી હતી.

કાર ચાલક ઠગના સંપર્કમાં રહ્યો હતો અને તેણે 10 થી 11 કિલોના સોનાના સિક્કા  ખરીદવાનું નક્કી કર્યું હતું. તેણે એક સિક્કો તપાસ કરાવતા તે ૨૩ કેરેટનો હોવાનું જણાયું હતું. જેથી વિશ્વાસ બેસતા તમામ સિક્કાનો સોદો કરી લીધો હતો. સામે કારચાલકે રૂ 2.49 કરોડ તેમજ માતાના 50 તોલા સોનાના દાગીના પણ આપી દીધા હતા.

આ બનાવમાં વડોદરાના આજવારોડ વિસ્તારમાં કલ્યાણનગરમાં રહેતા અને કોર્પોરેશનના વોર્ડ નંબર-6માંથી કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુ ગુલશન સોલંકીનું નામ ખૂલતા હરિયાણા પોલીસ બે દિવસથી વોચમાં હતી. આજે પ્રભુ સોલંકી તેની પત્નીનું ફોર્મ ભરવા છાણી જકાતનાકાની કચેરીએ સૂત્રોચ્ચાર કરતો પહોંચ્યો હતો. જ્યાંથી પરત ફરતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ ચૂંટણીના મહત્ત્વના દિવસે જ આ પ્રકારની કાર્યવાહી થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Top News

શું ઇસ્લામાબાદમાં? શું સ્થિતિ ફરી બગડવાની છે? ઈરાન અને અમેરિકા શાંતિ વાર્તા પર શું કહે છે? જાણો તમામ માહિતી

અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક લાંબી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ. વાટાઘાટોનું કોઈ નક્કર પરિણામ ન આવતા અમેરિકન પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદથી...
World 
શું ઇસ્લામાબાદમાં? શું સ્થિતિ ફરી બગડવાની છે?  ઈરાન અને અમેરિકા શાંતિ વાર્તા પર શું કહે છે? જાણો તમામ માહિતી

ગુજરાતી સહિત 20 ભાષામાં ગીત ગાનારા સ્વર સામ્રાજ્ઞી આશા ભોંસલેનું દુનિયાને અલવિદા

ભારતીય સંગીત જગતના દિગ્ગજ પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેનું રવિવાર, 12 એપ્રિલ, 2026 ના રોજ મુંબઈમાં નિધન થયું છે....
Entertainment 
ગુજરાતી સહિત 20 ભાષામાં ગીત ગાનારા સ્વર સામ્રાજ્ઞી આશા ભોંસલેનું દુનિયાને અલવિદા

વડોદરામાં ફોર્મ ભરવાના દિવસે જ કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉપાડી ગઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાદી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો...
Gujarat 
વડોદરામાં ફોર્મ ભરવાના દિવસે જ કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉપાડી ગઈ

બૂમરાહ હોય, હેઝલવુડ હોય કે ભુવી હોય...આ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી કોઈને નથી છોડતો, બસ એક જ નિયમ...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં, 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સ (RR)ના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તેની નિર્ભય અને...
Sports 
બૂમરાહ હોય, હેઝલવુડ હોય કે ભુવી હોય...આ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી કોઈને નથી છોડતો, બસ એક જ નિયમ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.