- World
- શું ઇસ્લામાબાદમાં? શું સ્થિતિ ફરી બગડવાની છે? ઈરાન અને અમેરિકા શાંતિ વાર્તા પર શું કહે છે? જાણો તમા...
શું ઇસ્લામાબાદમાં? શું સ્થિતિ ફરી બગડવાની છે? ઈરાન અને અમેરિકા શાંતિ વાર્તા પર શું કહે છે? જાણો તમામ માહિતી
અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક લાંબી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ. વાટાઘાટોનું કોઈ નક્કર પરિણામ ન આવતા અમેરિકન પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદથી રવાના થઇ ગયું. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા મૂકવામાં આવેલી સૌથી મહત્ત્વપૂર્ણ શરત એ હતી કે ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતો ન હોવો જોઈએ. તો આ વાતચીતને લઇને, ઈરાનના વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઇસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા વાટાઘાટો અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. વાતચીત પછી ઈરાની વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમેરિકાએ વધુ પડતી માંગણીઓ અને ગેરકાયદેસર વિનંતીઓ કરવાતા બચવું જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે અમેરિકાના વચનો તોડવા અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યોમાં સામેલ થવાના ભૂતકાળના અનુભવોને ન તો ભૂલ્યા છીએ અને ન તો ક્યારેય ભૂલીશું. આ બરાબર એવી જ રીતે, જેમ આપણે બીજા અને ત્રીજા લાદવામાં આવેલા યુદ્ધો દરમિયાન તેમના અને જાયોની શાસન દ્વારા કરવામાં આવેલા જઘન્ય ગુનાઓને ક્યારેય માફ કરીશું નહીં. તેમણે કહ્યું કે વાટાઘાટો ઘણા મુદ્દાઓ પર આયોજિત કરવામાં આવી હતી, જેમાં હોર્મુઝની સામુદ્રધુની, પરમાણુ મુદ્દો, યુદ્ધ માટે વળતર, પ્રતિબંધો હટાવવા અને ઈરાન અને વિશાળ પ્રદેશ સામે ચાલી રહેલા યુદ્વને પૂરી રીતે સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે.
કઈ ચાર માંગણીઓ વણઉકેલાયેલી રહી?
ઈરાની વિદેશ મંત્રાલયે 4 માંગણીઓ બતાવી, જેના પર કોઈ કરાર થઈ શક્યો નથી:
હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ
પરમાણુ કાર્યક્રમ
ઈરાન સામે ચાલી રહેલા પ્રતિબંધો
ઈરાન અને તેના સાથી દેશો સામે યુદ્વનો સંપૂર્ણ અંત
ઈરાને એમ પણ જણાવ્યું હતું કે, હાલમાં અમેરિકા સાથે ભવિષ્યમાં કોઈ વાટાઘાટોની કોઈ યોજના નથી. વાટાઘાટોમાં યુરેનિયમ સંવર્ધન અને હોર્મુઝની સામુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પેંચ ફસાઇ ગયો અને સંપત્તિઓને ફ્રીઝ કરવા અથવા પ્રતિબંધો હટાવવા અંગે કોઈ સર્વસંમતિ થઈ નથી. IRGC નેવલ કમાન્ડે સ્ટ્રેટથી અમેરિકન જહાજો જહાજો સ્ટ્રેટમાંથી પસાર થવાનું ખંડન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, લશ્કરી જહાજો દ્વારા આ જળમાર્ગને પાર કરવાનો કોઈપણ પ્રયાસ અત્યંત સખ અને ગંભીરતાથી સામનો કરવામાં આવશે. આ માર્ગ પર માત્ર વિશિષ્ટ નિયમો અનુસાર બિન-લશ્કરી જહાજોને જ પરવાનગી છે.
આ મુદ્દા પર ભાર મૂકતા ઇસ્માઇલ બઘાઇએ જણાવ્યું હતું કે ઇરાની વાટાઘાટકારોએ ઇરાનના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે તેમની સંપૂર્ણ શક્તિ, અનુભવ અને કુશળતાનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ રાજદ્વારી પ્રક્રિયાની સફળતા અન્ય પક્ષની ગંભીરતા અને સદ્ભાવના પર વધારે અને ગેરકાયદેસર માંગણીઓ કરવાથી દૂર રહેવા પર નિર્ભર કરે છે. ઇસ્માઇલ બઘાઇએ આ વાટાઘાટોનું આયોજન કરવા બદલ પાકિસ્તાનની પ્રેમાળ અને સન્માનીય સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ.
તો અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે જણાવ્યું કે, ‘ઈરાન સાથે 21 કલાક સુધી ચર્ચા ચાલી હતી. અમે સારી નિયતથી આવ્યા હતા, પરંતુ શાંતિ વાટાઘાટો કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. ઈરાન શરતો સ્વીકારવા તૈયાર નથી. એટલે અમે અમેરિકા પાછા ફરી રહ્યા છીએ. ઈરાન સાથે ઘણા મુદ્દાઓ પર મડાગાંઠ છે. અમે નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શસ્ત્રો હાંસલ કરે.
ઉપપ્રમુખ વાન્સે કહ્યું હતું કે, ઇસ્લામાબાદમાં 21 કલાકના સમયગાળામાં વ્યાપક વાટાઘાટો થઈ હતી. અમેરિકન પ્રતિનિધિમંડળે ઈરાનને તેની ‘શ્રેષ્ઠ ઓફર’ રજૂ કરી હતી, જે ફાઇનલ ઓફર પણ હતી, પરંતુ ઈરાન પરંતુ ઈરાન તેના વલણમાં અડગ રહ્યો. અનેક મુદ્દાઓ પર મડાગાંઠ યથાવત છે. એવામાં, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો અનિર્ણિત રીતે સમાપ્ત થઈ છે. અમે કોઈ કરાર પર પહોંચ્યા વિના પાછા ફરી રહ્યા છીએ. આ બાબતે આગળ શું થશે તે સમય જ કહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. ઠીક છે, ગુડબાય.’

