બૂમરાહ હોય, હેઝલવુડ હોય કે ભુવી હોય...આ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી કોઈને નથી છોડતો, બસ એક જ નિયમ...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં, 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સ (RR)ના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તેની નિર્ભય અને આક્રમક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. વર્તમાન IPL સીઝનમાં વૈભવે ચારેય મેચોમાં સતત શાનદાર પ્રદર્શન કરતા એ સાબિત કરી દીધું છે કે તે મોટી મેચનો ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી તાકાત એ છે કે તે પહેલા જ બૉલથી બૉલરો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આનાથી વિરોધી ટીમ પર દબાણ આવે છે. જસપ્રીત બૂમરાહ, ભુવનેશ્વર કુમાર હોય કે જોશ હેઝલવુડ, તેણે લગભગ તમામ બોલર વિરુદ્ધ  શરૂઆતથી આક્રમક અભિગમ અપનાવ્યો છે.

Karnataka-High-Court-Lamborghini-Driver
livelaw.in

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં તેણે મેટ હેનરીના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં વૈભવે મોહમ્મદ સિરાજના બૉલ પર ચોગ્ગો ફટકારીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. જોકે, તે મેચમાં રાશિદ ખાન સામે પહેલા જ બૉલ પર મોટો શૉટ રમી શક્યો નહોતો અને આઉટ થઇ ગયો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બૂમરાહના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારબાદ તેણે ટ્રેન્ટ બોલ્ટનું સ્વાગત છગ્ગો ફટકારીને કર્યું હતું. હાર્દિક પંડ્યા સામે તેને એક જ રનથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ શાર્દુલ ઠાકુરના પહેલા જ બૉલ પર ફરીથી છગ્ગો ફટકારીને તેણે પોતાની ઓળખ જાળવી રાખી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં તેણે ભુવનેશ્વર કુમારના પહેલા જ બૉલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પર ચોગ્ગા અને છગ્ગા લગાવીને દબદબો બનાવી રાખ્યો.

રસપ્રદ વાત એ છે કે, ગત સીઝનમાં IPLમાં તેના ડેબ્યૂમાં વૈભવ સૂર્યવંશીએ શાર્દુલ ઠાકુર જેવા અનુભવી ભારતીય બૉલર સામે પણ પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. અને સમયે સૂર્યવંશી ફક્ત 14 વર્ષનો હતો. IPLમાં ડેબ્યૂં મેચના એક દિવસ પહેલા રાજસ્થાન રોયલ્સના તત્કાલીન કેપ્ટન સંજૂ સેમસન અને તત્કાલીન હેડ કોચ રાહુલ દ્રવિડે વૈભવ સૂર્યવંશી સાથે વાત કરી હતી. બંનેને એ વાતની ચિંતા હતી કે તે આટલી નાની ઉંમરે દબાણનો સામનો કેવી રીતે કરશે. જ્યારે તેને તેના ગેમ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો હતો કે, ‘કોઈ ખાસ પ્લાન નથી, સર. બસ રમીશ. જો પહેલો બૉલ મળશે, તો પહેલો જ ઉડાવી દઇશ.

Karnataka-High-Court-Lamborghini-Driver
livelaw.in

રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ કેપ્ટન સંજૂ સેમસને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના તાજેતરના નમન એવોર્ડ સમારોહ દરમિયાન આ કિસ્સો શેર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીએ મેચમાં પણ એવું જ કર્યું હતું. તેણે પહેલા જ બૉલે છગ્ગો ફટકાર્યો હતો. નાની ઉંમરે આ પ્રકારની નિર્ભયતા અને આત્મવિશ્વાસ બતાવીને વૈભવ સૂર્યવંશીએ સાબિત કરી દીધું છે કે તે માત્ર એક ઉભરતો ખેલાડી નથી, પરંતુ ભારતીય ક્રિકેટનો આગામી મોટો સ્ટાર બનવા જઇ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.