TMC નેતાનું નિવેદન; SIRમાં BJPનું ષડયંત્ર ઊંધું પડ્યું, મુસ્લિમોને બદલે હિન્દુ નામો કાઢી નાખવામાં આવ્યા!

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. કલ્યાણ બેનર્જીએ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, જેમાં ચૂંટણી પંચ અને BJP પર તીખા આરોપો લગાવ્યા છે, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો હતો કે, SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આ પ્રક્રિયા ઘુસણખોરોને દૂર કરવાના નામે હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેનાથી સ્થાનિક બંગાળી હિન્દુઓને અસર થઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે, BJP મુસ્લિમ મતો કાપવા માંગતો હતો, પરંતુ તેના બદલે હિન્દુ મતો કપાઈ ગયા હતા.

69

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ભારતના ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવ્યો, અને તેમના પર BJPના રાજકીય પ્રભાવ હેઠળ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારની રણનીતિ વિશે પણ તીખી ટિપ્પણીઓ કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારની ચાણક્યગીરી બંગાળમાં કામ કરશે નહીં. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ પોતાના આ નિવેદનમાં અનેક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેના કારણે રાજકીય વિવાદ વધારે વધી ગયો હતો. તેમણે 'જય શ્રી રામ'ના નારા પર કટાક્ષ કરતા તેમના પર મજાક પણ કરી હતી અને કેન્દ્ર સરકારના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

70

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ઓવૈસીને 'વોટ કાપનાર' તરીકે ગણાવ્યા હતા અને તેમના પર મુસ્લિમ સમુદાય માટે નક્કર કામ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે, તેમણે કહ્યું કે BJP પાસે તેનો અમલ કરવાની હિંમત નથી અને તે ધાર્મિક અધિકારો સાથે સંબંધિત એક સંવેદનશીલ મુદ્દો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ચેતવણી પણ આપી હતી કે, જનતા SIR મુદ્દા પર પ્રતિક્રિયા આપશે, અને તેની અસર આગામી ચૂંટણીઓમાં જોવા મળશે.

71

તેમણે વધુમાં કહ્યું કે, CM મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ TMC આ મુદ્દા માટે લડવાનું ચાલુ રાખશે. અહીં તમને જણાવી દઈએ કે, TMC સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદનથી બંગાળના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. SIR પ્રક્રિયા, મતદાર યાદીઓ અને ધાર્મિક-રાજકીય મુદ્દાઓ અંગે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વચ્ચે, આવનારી ચૂંટણીમાં આ મુદ્દો મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે એમ છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.