બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળમાં કોણ બનાવી શકે છે સરકાર? જાણો MATRIZE-IANS ઓપિનિયન પોલના આંકડાઓ

દેશના રાજકીય પરિદૃશ્યમાં ફરી એકવાર ચૂંટણીનો મોટો જંગ શરૂ થયો છે. ચૂંટણી પંચે 4 રાજ્યો- પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. આ સાથે, આ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે.

રાજકીય પક્ષો હાલમાં તેમની ચૂંટણી રણનીતિને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. જોકે, હવે સૌથી મોટો સવાલ એ છે કે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળમાં કોણ સરકાર બનાવશે અને જનતાનો મૂડ કેવો છે? આ જાણવા માટે, MATRIZE-IANSએ આ 4 રાજ્યોમાં ઓપિનિયન પોલ કર્યા હતા અને જાણ્યું કે, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળમાં કઈ પાર્ટીનું પલડું ભારે છે.

TMC BJP
newsclick.in

પશ્ચિમ બંગાળ ચૂંટણી પર ઓપિનિયન પોલ

MATRIZE-IANS ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2026ની ચૂંટણીમાં TMC સત્તામાં પાછી ફરી શકે છે. પશ્ચિમ બંગાળમાં સતત ચોથી વખત TMC બહુમતી મળવાનો અંદાજ છે. મેટ્રિઝ-IANSના મતદાન મુજબ, આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCને 155-170 બેઠકો, ભાજપને 100 થી 115 બેઠકો, AIMIMને 5-6 બેઠકો અને અન્યને 0-1 બેઠકો મળવાનો અંદાજ છે.

આસામ ચૂંટણી પર ઓપિનિયન પોલ

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પર મેટ્રિઝ-INSના ઓપિનિયન પોલ મુજબ, ભાજપ રાજ્યમાં જંગી જીત હાંસલ કરે તેવી શક્યતા છે. આસામમાં ભાજપને 96-98 બેઠકો, કોંગ્રેસને 26-28 બેઠકો, AIUDFને 1-5 બેઠકો અને અન્યને 1-3 બેઠકો મળવાનો અંદાજ છે. આ ચૂંટણીમાં ભાજપની સરખામણીમાં કોંગ્રેસ અને AIUDFને નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

Tamil nadu NAD
amitshah.co.in

તમિલનાડુ ચૂંટણી પર ઓપિનિયન પોલ

મેટ્રિઝ-IANS ઓપિનિયન પોલ મુજબ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં NDAનું પલડું ભારે રહેવાનો અંદાજ છે. AIDMK અને ભાજપના ગઠબંધનવાળું NDA બહુમતી મેળવે તેવી શક્યતા છે. ઓપિનિયન પોલ મુજબ, NDAને 114-127 બેઠકો, DMK 104-114 બેઠકો અને TVK 6-12 બેઠકો મળી શકે છે.

કેરળ ચૂંટણીઓ પર ઓપિનિયન પોલ

આગામી કેરળ વિધાનસભાની ચૂંટણી અંગે MATRIZE-IANSના ઓપિનિયન પોલ મુજબ, LDF અને UDF વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 140 બેઠકોવાળી કેરળ વિધાનસભામાં LDFને 61-71 બેઠકો, UDFને 58-69 બેઠકો અને BJPને 2 બેઠકો મળવાનો અંદાજ છે.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.