સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપમાં શારીરિક સંબંધ પર કહ્યું કે, 'લગ્ન પહેલા કોઈની પર પણ વિશ્વાસ ન કરો'

સુપ્રીમ કોર્ટે લગ્નના ખોટા વચનના આધારે જબરજસ્તી શારીરિક સબંધના આરોપ સાથે સંકળાયેલા કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં એક પુરુષ અને સ્ત્રી 'સંપૂર્ણ અજાણ્યા' છે અને લગ્ન પહેલાંના શારીરિક સંબંધો અંગે સાવધાની રાખવી જોઈએ. કોર્ટે બંને પક્ષોને સમજદારી અને સાવધાની રાખવાની સલાહ આપી હતી. જસ્ટિસ B.V. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચ આરોપીની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આરોપી પર લગ્નના બહાને મહિલા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધવાનો આરોપ છે.

સુનાવણી દરમિયાન, બેન્ચે અવલોકન કર્યું કે, પ્રથમ નજરમાં આ શારીરિક સંબંધ સંમતિથી થયો હોય એમ લાગે છે. જસ્ટિસ નાગરત્નાએ ટિપ્પણી કરી, 'ભલે આપણે જૂના જમાનાના હોઈ શકીએ છીએ, પરંતુ લગ્ન પહેલાં એક પુરુષ અને સ્ત્રી અજાણ્યા હોય છે. આવા કિસ્સાઓમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. લગ્ન પહેલાં કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ.'

Lover1
hindi.oneindia.com

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ બંનેની મુલાકાત 2022માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પર થઇ હતી. આરોપ છે કે, આરોપીએ લગ્નના ખોટા વચન હેઠળ દિલ્હી અને પછી દુબઈમાં ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલાનો દાવો છે કે આરોપીના આગ્રહથી તે દુબઈ ગઈ હતી, જ્યાં તેની સાથે શારીરિક સબંધ બનાવવામાં આવ્યો હતો અને તેની સંમતિ વિના તેનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ છે કે, આરોપીએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, તેને પાછળથી ખબર પડી કે આરોપી પહેલાથી જ પરિણીત છે અને જાન્યુઆરી 2024માં પંજાબમાં ફરીથી લગ્ન કર્યા હતા.

દિલ્હી હાઈકોર્ટ અને નીચલી અદાલતે આરોપીની જામીન અરજી પહેલા જ ફગાવી દીધી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આરોપો સૂચવે છે કે, લગ્નનું વચન શરૂઆતથી જ ખોટું હતું, ખાસ કરીને જ્યારે આરોપી પહેલાથી જ પરિણીત હતો.

સુપ્રીમ કોર્ટે કેસમાં સમાધાનની શક્યતા શોધવાનું સૂચન કર્યું છે અને બંને પક્ષોને મધ્યસ્થી માટે મોકલવાનું વિચારી રહી છે. બેન્ચે આરોપીના વકીલને મહિલા માટે વળતરની શક્યતા પર પણ વિચાર કરવા કહ્યું હતું. આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે, જ્યારે બંને પક્ષો પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.