- Sports
- પાકિસ્તાની બોલર નસીમ અને પોલાર્ડ વચ્ચે ધિંગાણું, મેચ વચ્ચે જ થઈ ગઈ જોરદાર બબાલ; જુઓ વીડિયો
પાકિસ્તાની બોલર નસીમ અને પોલાર્ડ વચ્ચે ધિંગાણું, મેચ વચ્ચે જ થઈ ગઈ જોરદાર બબાલ; જુઓ વીડિયો
ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) 2025-26ની ફાઇનલ 4 જાન્યુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ડેઝર્ટ વાઇપર્સ અને MI અમીરાત વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન વાઇપર્સના ફાસ્ટ બોલર નસીમ શાહ અને MIના કિરોન પોલાર્ડ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. આ ઘટનાનો એક વીડિયો ILT20ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલાર્ડ બેટિંગ કરી રહ્યો હતો. અંતે, નસીમ શાહે પોલાર્ડને પેવેલિયન પાછો મોકલવાનું કામ કર્યું હતું.
આ ઘટના MI અમીરાતની ઇનિંગની 11મી ઓવર દરમિયાન બની હતી. નસીમ શાહ ઓવરનો છેલ્લો બૉલ ફેંકી રહ્યો હતો. તેણે છેલ્લો બૉલ ગૂડ લેન્થ એરિયામાં ફેંક્યો હતો. આ બૉલને પોલાર્ડે લેગ સાઈડ પર રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બૉલ તેના બેટ સાથે લાગીને પેડ પર વાગ્યો હતો. ત્યારબાદ નસીમ પોલાર્ડને ઘૂરીને નજર નાખવા લાગ્યો. પછી પોલાર્ડ પણ નસીમ પાસે ગયો, અને બંને ખેલાડીઓ વચ્ચે તીખી બહેસ થઈ ગઇ. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે અમ્પાયરે દરમિયાનગીરી કરી અને બંનેને અલગ કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/ILT20Official/status/2007877915703496953?s=20
પોલાર્ડના પ્રદર્શનની વાત કરીએ તો, તે 28 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. તો નસીમ શાહે ફાઇનલમાં શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી હતી. પોલાર્ડ ઉપરાંત, તેણે આન્દ્રે ફ્લેચર અને ટોમ બેન્ટનની વિકેટ પણ લીધી હતી. આ મેચમાં તેણે સારી બોલિંગ કરી હતી, 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે ડેઝર્ટ વાઇપર્સને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મેચ જીત્યા બાદ, નસીમ શાહે કહ્યું કે ફાઇનલ મેચમાં એક અલગ પ્રકારનું દબાણ હોય છે. આખી ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં સંપૂર્ણ યોગદાન આપ્યું. અમારી પાસે બધા વિભાગોમાં સારા વિકલ્પો હતા, અને મેનેજમેન્ટે તેનો સારી રીતે ઉપયોગ કર્યો. બધા ખેલાડીઓએ પોતાનું 100% આપ્યું, અને પરિણામ બધા સામે છે. ફાઇનલ મેચની વાત કરીએ તો, ડેઝર્ટ વાઇપર્સે MI અમીરાતની ટીમને 46 રનથી હરાવી હતી.

