ઉંઝામાં નકલી જીરા સામે લાલ આંખ, APMCના ચેરમેન બોલ્યા- ‘આવો માલ પકડાશે તો જાહેર જનતા વચ્ચે સળગાવી દેવાશે’

ઊંઝા વિશ્વભરમાં મસાલાનું હબ ગણાય છે. જ્યાં તાજેતરમાં જ APMC વેપારીઓ માટે 'માહિતી અને માર્ગદર્શન સેમિનાર-2026'નું આયોજન કર્યું હતું, જેના કેન્દ્રમાં નકલી જીરા અને ભેળસેળનો મુદ્દો રહ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને APMC ચેરમેન દિનેશ પટેલના નિવેદનોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં વોર્નિંગ આપી છે કે, હવે ભેળસેળ કરનારા તત્ત્વો સામે કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે.

unjha1
divyabhaskar.co.in

સેમિનારને સંબોધતા ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી ઓઈલના વેપાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે આવા ઓઈલની સપ્લાય ક્યાંથી થાય છે એનું મૂળ શોધીને અટકાવવું જોઈએ. ચેરમેને વેપારીઓની લાગણી વ્યક્ત કરતા અધિકારીઓ પર આક્ષેપ પણ કર્યો હતો કે ઘણીવાર અધિકારીઓ પૈસા લઈને ભેળસેળ કરનારાઓને જવા દેતા હોય છે. તેમણે વોર્નિંગ આપી હતી કે જો આવા કોઈ તત્ત્વો પકડાશે તો જાહેર જનતાની વચ્ચે તેમના માલને સળગાવી દેવામાં આવશે.

તો બીજી તરફ ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘હાલમાં ભેળસેળ અને ભ્રષ્ટાચાર પરસ્પર સાથે ભળી ગયા છે. જીરામાં ભૂસું, ગોળની રસી અને જોખમી કોટિંગ કરીને 10 ટન માલમાં 500 કિલો નકલી માલ ભેળવી દેવાની પદ્ધતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વેપારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતાં કહ્યું હતું કે ભલે ઓછું કમાઈ લો, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.

તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તમે તમારા પોતાના બાળકોને આવું ભેળસેળિયું જીરું ન ખવડાવી શકતા હો તો આવો ધંધો કરવાનો તમને કોઈ અધિકાર નથી. કદાચ સરકાર કે વિભાગથી બચી જશો, પણ ઈશ્વરની નજરમાંથી નહીં બચો. હવે પછી કોઈપણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તોપણ દોષીઓને છોડવામાં નહીં આવે .

unjha2
divyabhaskar.co.in

ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે. માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરીમાં નકલી જીરું તૈયાર કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે લોકલ પોલીસની મદદ લઈ ફૂડ વિભાગે દરોડા પાડી લગભગ 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને નવી પેઢીને જવાબદારીઓ...
National 
'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ પર મહત્તમ વ્યૂઝ મેળવવા માટે એક યુવકે તેની કારને જ કિસિંગ કાર બનાવી...
National 
ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની...
National 
બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.