આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે. આમાં પાંચ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે. સતત થઈ રહેલા મૃત્યુથી ગ્રામજનો ગભરાઈ ગયા છે. આરોગ્ય અધિકારીઓને શંકા છે કે, આ મૃત્યુ દૂષિત પાણી પીવાથી થયા છે. ગ્રામજનો કહે છે કે લગભગ 15 દિવસ પહેલા ત્રણ લોકો બીમાર પડ્યા હતા અને ત્યારપછી તેમના મૃત્યુ થયા હતા. ત્યારથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

Palwal-12 Death
punjabkesari.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં બની હતી. દરેક ઘરમાં હવે તાવ, ખાંસી, શરીરમાં દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો ગામમાં કેમ્પિંગ કરી રહી છે, સેંકડો લોકોની તપાસ કરી રહી છે અને લોહીના નમૂના એકત્રિત કરી રહી છે. અધિકારીઓએ હજુ સુધી મૃત્યુ પાછળનું સ્પષ્ટ કારણ નક્કી કર્યું નથી. જો કે, મોટાભાગના દર્દીઓમાં એક જ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે.

Palwal-12 Death
punjabkesari.com

ગામના રહેવાસી શમીમ અહેમદે જણાવ્યું હતું કે, ગામની વસ્તી લગભગ 5,000 છે. પાણી ત્રણ સ્ત્રોતોમાંથી પૂરું પાડવામાં આવે છે. કેટલાક ઘરોમાં સરકારી (મ્યુનિસિપલ) પાણી પુરવઠો આવી રહ્યો છે. કેટલાક રહેવાસીઓએ પોતાના ઘરોમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવી છે. આ પાણી ભરવા માટે ઘરરોટ ગામથી પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે. કેટલાક લોકો હથિન વિસ્તારમાં આવેલા RO પ્લાન્ટમાંથી પીવાનું પાણી મંગાવે છે.

Palwal-12 Death
punjabkesari.com

ગ્રામજનોએ અહેવાલ આપ્યો છે કે, આરોગ્ય વિભાગની ટીમો 4 મૃત્યુ હેપેટાઇટિસ B અને Cને કારણે ગણાવી રહી છે, જ્યારે ત્રણ કેસ ઘણા બધા અંગોનું ફેલ થઇ જવું અને લીવર ચેપને કારણે થયા છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

પલવલના CMO ડૉ. સતિન્દર વશિષ્ઠે જણાવ્યું હતું કે, તેમને 31 જાન્યુઆરીએ ગામમાં થયેલા મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ પછી, આરોગ્ય વિભાગની એક ટીમ 1 ફેબ્રુઆરીએ આવી હતી અને પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મૃતકોના તબીબી રેકોર્ડની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી, બધા તબીબી અહેવાલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું હતું. વિભાગ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે. તેઓ લોકો પાસેથી લોહીના નમૂના એકત્રિત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, લગભગ 300 લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને બે લોકોને હેપેટાઇટિસ B અને C હોવાનું જાણવા મળ્યું છે.'

Palwal-12 Death
timesnowhindi.com

ડૉ. સતિન્દર વશિષ્ઠે જણાવ્યું હતું કે, ઘરેથી પીવાના પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 107માંથી 23 નમૂના નિષ્ફળ ગયા છે, જેમાં બેક્ટેરિયાનો વિકાસ અને પાણીમાં ક્લોરિનનો અભાવ જોવા મળ્યો છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.