શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

જો તમે અવારનવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસ બનાવી રાખ્યો છે, તો તમારે હવે 1 એપ્રિલથી આ પાસ માટે વધુ રકમ ચૂકવવી પડશે. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી વધુ મોંઘી થવા જઇ રહી છે. ખાસ કરીને, રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ઉપલબ્ધ વાર્ષિક ટોલ પાસ એપ્રિલ 2026થી વધુ મોંઘો થવા જઈ રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ વાર્ષિક ટોલ પાસની કિંમતમાં વધારો કર્યો છે.

fastag
financialexpress.com

અગાઉ આ પાસ માટે વાહન ચાલકોએ 3000 રૂપિયા ચૂકવા હતા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અનુસાર, હવે 1 એપ્રિલ 2026 થી વાહનચાલકોએ આ પાસ માટે 3,000 રૂપિયાને બદલે 3,075 રૂપિયા ચૂકવવા પડશે. આ નવો દર નાણાકીય વર્ષ 2026-27 માટે લાગૂ થશે. આ પાસ ખાનગી (નોન-કોમર્શિયલ) વાહનો માટે હોય છે, જેમાં માન્ય અને ચાલુ FASTag લાગેલો હોય છે. વાર્ષિક ટોલ પાસ માટેનો નવો દર નાણાકીય વર્ષ 2026-27 માટે અમલમાં રહેશે.

200 ટોલ ક્રોસિંગ અથવા 1 વર્ષ માટે માન્ય રહેશે

નવા નિયમો અનુસાર, 3,075 રૂપિયાનો આ પાસ  એક વર્ષ માટે અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે. તેમાંથી જે પણ પહેલા પૂર્ણ થશે એટલે કે જો 200 ટોલ ક્રોસિંગની મર્યાદા પૂર્ણ થઈ જાય, તો પાસની માન્યતા સમાપ્ત થઈ જશે, ભલે એક વર્ષનો સમયગાળો હજુ પૂરો ન થયો હોય.

fastag
ndtv.com

NHAI ટોલ પ્લાઝા અને સંબંધિત અધિકારીઓને આપ્યો નિર્દેશ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ તમામ ટોલ પ્લાઝા અને સંબંધિત અધિકારીઓને 1 એપ્રિલ, 2026 થી નવા દરો લાગૂ કરવા અને મુસાફરો અને અન્ય હિતધારકોને આ જાણકારી આપવાના નિર્દેશ આપ્યો છે. સરકાર અનુસાર, ટોલ દરોની વાર્ષિક સમીક્ષા અને સુધારણા કરવામાં આવે છે. આ પ્રક્રિયા અનુસાર, આ વર્ષે વાર્ષિક પાસની કિંમતમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.

About The Author

Top News

શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

જો તમે અવારનવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસ બનાવી રાખ્યો છે, તો તમારે હવે ...
National 
શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

ક્યારેક, એક નાનો નિર્ણય ક્રિકેટ મેદાન પર મોટો વિવાદ બની શકે છે. શુક્રવાર, 13 માર્ચે, મીરપુર (ઢાકા)ના...
Sports 
સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ...
Gujarat 
વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ...
Tech and Auto 
શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ
Copyright (c) Khabarchhe All Rights Reserved.