કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને સરકારી કામમાં ક્યાંક ઉણપ રહી જાય તો બૂમાબૂમ કરી દેનાર વિરોધપક્ષના યુવા ધારાસભ્યો પણ છે.

દેશ ભરમાં વિકાસના મોડલ તરીકે ગુજરાત ચર્ચામાં રહે છે. દરેક ક્ષેત્રમાં આગળ પડતું ગુજરાત આજે ભ્રષ્ટાચારના વમળમાં ઘેરાતું જણાઈ રહ્યું છે. ચોમેર સરકારના પ્રત્યેક વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાની ચર્ચાઓ સમય બની ગઈ છે. સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપ સરકાર પ્રજાલક્ષી અનેકો નિતનવીન પૂર્ણ કરી લોકાર્પણ કરી રહી છે એ પ્રશંસનીય કહેવાય પરંતુ સાથે સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ વધ્યો હોવાની લોકચર્ચા છે.

01

ગુજરાતની સરકારી કચેરીઓમાં નિષ્ઠાવાન અધિકારીઓ છે પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓનું પ્રમાણ અતિશય વધ્યું છે. અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, પ્રજાના કામોમાં વિલંબ અને કામ કરવા માટેના ભાવ નક્કી છે આપણા ગુજરાતના દરેક સરકારી ટેબલ પર!

હાલ તો ગુજરાતમાં એવી સ્થિતિ બની છે કે શ્રી સરકારે કહેવું પડે છે કે અધિકારીઓ ચૂંટાયેલા લોકોના ફોન ઉપાડજો અને જવાબ આપજો! આતો કેવી લોકશાહી અને આતો કેવી મજબૂરી સરકારની?

03

ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓની આ હિંમત પાછળ એમના માનીતા રાજનેતાના છુપા આશીર્વાદ હોય છે. જેઓના ભરોસે અધિકારી મનફાવે એમ વહીવટ કરે છે અને એમને ભરોસો હોય છે કે ક્યાંક ભેરવાયા તો એમના માનીતા નેતા એમનો બચાવ કરી લેશે!

નેતાઓએ અધિકારીઓ પાસે પ્રજાના હિતાર્થે કામ લેવાનું હોય છે નહીં કે સાહેબોને વ્હાલા થવાનું. આખરે નેતા અને બાબુનું આ સમીકરણ ભ્રષ્ટાચાર તરફ જ દિશાનિર્દેશ કરે છે. ગુજરાતના પ્રજાએ ચૂંટેલા નેતાઓએ અધિકારીઓ પાસે પારદર્શી વહીવટની અપેક્ષા રાખવી જોઈએ નહીં કે મિત્રતાઓની.

આ સ્થિતિનું ચિંતન કરતાં સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે આ ભ્રષ્ટાચાર માત્ર કાગળો પર કે ચર્ચાઓમાં જ સીમિત નથી પરંતુ તેની અસર સામાન્ય પ્રજાના રોજિંદા જીવન પર પડે છે. એક સામાન્ય માણસ જ્યારે પોલીસ પાસે મદદ માંગવા, પાણીનું કનેક્શન, જમીનની નોંધણી, રસ્તા અથવા વીજળીના કામ માટે સરકારી કચેરીમાં જાય છે ત્યારે તેને લાંચના ભાવની વાત સાંભળવી પડે છે. આ લૂંટ એવી ખુલ્લી થઈ ગઈ છે કે લોકો હવે તેને ‘સિસ્ટમ’નો ભાગ માનવા લાગ્યા છે. જે અધિકારીઓને નેતાઓના છુપા આશીર્વાદ મળે છે તેઓ વિભાગીય ટ્રાન્સફર, પ્રમોશન અને રક્ષણની ખાતરી સાથે વહીવટ કરે છે. આમાં નેતા અને અધિકારી વચ્ચેનું સમજણનું સમીકરણ એવું છે કે પ્રજાનું હિત બીજા ક્રમે આવે છે અને વ્યક્તિગત હિત પ્રથમ.

05

આવા વાતાવરણમાં નિષ્ઠાવાન અધિકારીઓને પણ મનમાં ડર રહે છે કે જો તેઓ વિરોધ કરશે તો તેમને ટ્રાન્સફર બદલીનો ભોગ બનવું પડશે ક્યાં તો કોઈંક ખાતાકીય તપાસમાં ભેરવી દેવામાં આવશે. આ તો એક પ્રકારની માનસિક ગુલામી છે જે લોકશાહીને અંદરથી ખોરવી રહી છે. સરકારે જાહેર કરેલા ‘જનતા સરકાર’ના સૂત્ર અને વાસ્તવિકતા વચ્ચેનું આ અંતર વધુ ને વધુ વધતું જાય છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાતનું વિકાસ મોડલ માત્ર કાગળો પર જ રહી જશે અને વાસ્તવમાં તે લોકોના વિશ્વાસને ઠેસ પહોચાડશે.

આ ગંભીર સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાકીય સુધારા કે એક બે અધિકારીઓની સસ્પેન્શનથી નહીં આવે. જરૂર છે તે સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતાની. અધિકારીઓની નિમણૂક, ટ્રાન્સફર અને પ્રમોશનમાં રાજકીય હસ્તક્ષેપ બંધ થવો જોઈએ. RTI અને e-governanceને વધુ મજબૂત કરીને દરેક કામનો રેકોર્ડ જાહેર કરવો જોઈએ. વિરોધપક્ષે પણ માત્ર બૂમાબૂમ કરવાને બદલે વાસ્તવિક પુરાવા સાથે આ મુદ્દે લડવું જોઈએ. સૌથી મોટી જવાબદારી પ્રજાની છે જાગૃત રહેવાની, પુરાવા એકત્ર કરવાની અને ભ્રષ્ટાચારના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની.

ગુજરાતની આગવી ઓળખ તેનો ઉદ્યોગ, કૃષિ અને સામાજિક સ્થિરતા આ ભ્રષ્ટાચારના વમળમાં ડૂબી જવા ન જોઈએ. આપણે એવું ગુજરાત બનાવવું જોઈએ જ્યાં નેતા અને અધિકારી પ્રજાના સેવક હોય, લૂંટારા નહીં. આ ચર્ચા આપણને યાદ અપાવે છે કે વિકાસ માત્ર રસ્તા અને ફ્લાયઓવરથી નહીં પરંતુ નૈતિકતા અને પારદર્શિતાથી જ ચરિતાર્થ બને છે.

About The Author

Top News

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક...
National 
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને...
Opinion 
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને...
Opinion 
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.