શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ રહી છે. અહેવાલો અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)ને કહેવામાં આવ્યું છે કે, તે આ બાબતે સ્ટડી કરે અને જણાવે કે ડેટા વપરાશ પર ટેક્સ લગાવવાનું શક્ય છે કે નહીં.

મીડિયા અહેવાલો મુજબ, તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્રની સમીક્ષા બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો હતો. ત્યારબાદ DoTને કહેવામાં આવ્યું કે, તે એ તપાસ કરે કે મોબાઇલ ડેટા વપરાશ પર ટેક્સ લગાવી શકાય છે કે નહીં? અને જો લગાવવામાં આવે તો તેનું મોડેલ શું હશે?

mobile-data
airtel.in

અહેવાલો અનુસાર, સરકાર જે વિકલ્પ તરફ જોઈ રહી છે, તેમાં પ્રતિ GB ડેટા પર 1 રૂપિયાનો ટેક્સ વસૂલી શકાય છે. જો આમ થાય છે તો દરેક વખત વપરાશકર્તા જ્યારે પણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે ત્યારે આ વધારાનો ચાર્જ લાગૂ થઈ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે જો પ્રતિ GB 1 રૂપિયાનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો તેનાથી સરકારની વાર્ષિક લગભગ 22,900 કરોડ સુધીની કમાણી થઈ શકે છે. જોકે, અત્યારે આ માત્ર એક દરખાસ્ત છે, અને તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારત દુનિયાના એ દેશોમાંથી એક છે, જ્યાં મોબાઇલ ડેટા ખૂબ સસ્તા છે. સસ્તા ઇન્ટરનેટને કારણે ભારતમાં ડેટાના વપરાશમાં ઝડપથી વધારો થયો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રીલ્સ જોવાને કારણે મોબાઇલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

mobile-data1
economictimes.indiatimes.com

વધુ એક મહત્ત્વની વાત એ છે કે મોબાઇલ રિચાર્જ અને પોસ્ટપેઇડ બિલ પર પહેલાથી જ 18% GST વસૂલવામાં આવે છે. એટલે કે વપરાશકર્તાઓ પહેલાથી જ ટેલિકોમ સેવાઓ પર ટેક્સ ચૂકવી રહ્યા છે. પરંતુ જો ભવિષ્યમાં ડેટા પર અલગ ટેક્સ લગાવવામાં આવે છે, તો તે હાલના ટેક્સ ઉપરાંત એક નવો ચાર્જ હોય શકે છે.

હાલમાં, સરકારે DoTને કહ્યું છે કે, તે આ દરખાસ્તનો વ્યાપક અભ્યાસ કરે અને તેના સંભવિત ફાયદા અને ગેરફાયદા સમજે. રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ લગાવવામાં આવશે કે નહીં. જોકે, સરકાર તરફથી હાલમાં આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી રેડિટથી લઈને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના સંદર્ભે આ સમાચાર ચાલી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ...
Gujarat 
વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ...
Tech and Auto 
શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી...
Opinion 
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી...
Charcha Patra 
કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.