PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી ગયા હતા તે જ રીતે આ સંકટથી પણ બહાર આવી જઇશું. ભારતના PM નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા ઘણી વખત મોટા સંકટોની વચ્ચે આગળ વધી છે. કુદરતી આફતો, આર્થિક નિર્ણયો અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો આ બધાની વચ્ચે તેમના નેતૃત્વની પરીક્ષા થઈ છે. જાણકારો માને છે કે આ જ પરિસ્થિતિઓએ તેમને સંકટ સમયે નિર્ણાયક નેતા તરીકે ઘડ્યા છે. 

01

મોરબી દુર્ઘટનાથી ઓળખ:

PM નરેન્દ્ર મોદીના જાહેર જીવન સાથે જોડાયેલી શરૂઆતની મોટી ઘટના હતી મોરબીમાં મચ્છું ડેમની હોનારત. 1979માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટતા ભયાનક પૂર આવ્યું અને હજારો લોકોના મોત થયા. તે સમયે PM નરેન્દ્ર મોદી આરએસએસ સાથે જોડાયેલા યુવા કાર્યકર હતા. રાહત અને પુનર્વસન કાર્યમાં તેમની સક્રિયતાની નોંધ લેવાઈ અને તેમના સંગઠનાત્મક કુશળતાની પ્રશંસા થઈ. ત્યારપછી સંગઠનમાં તેમની ભૂમિકા વધી. પહેલા તેમને ગુજરાતમાં ભાજપને મજબૂત કરવાનું કામ સોંપાયું જે કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવવામાં પરિણમ્યું. પછી તેમને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં ભૂમિકામાં મોકલાયા જે તેમણે સફળતાપૂર્વક નિભાવી. 

ભૂકંપ પછી ગુજરાતનું નેતૃત્વ:

2001માં ગુજરાતમાં મહાભૂંકપ આવ્યો. કચ્છ અને ભુજ સહિતના ઘણા શહેરો ભારે નુકસાન પામ્યા. તે જ વર્ષે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમના માટે સૌથી મોટો પડકાર હતો પુનર્નિર્માણ. ભુજ સહિત અનેક શહેરોનું આધુનિક રીતે પુનર્નિર્માણ થયું અને આ પ્રક્રિયા દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બની. 

02

ગોધરા અને ત્યારબાદના રમખાણો:

મુખ્યમંત્રી બન્યાને એક જ વર્ષ પછી વર્ષ 2002માં ગોધરાકાંડ પછી રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા. આ ઘટના ભારતીય રાજકારણની સૌથી ચર્ચાસ્પદ ઘટનાઓમાં ગણાય છે. આ સમયગાળામાં રાજ્ય સરકાર અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર ભારે ચર્ચા અને ટીકા થઈ. ત્યાં સુધી કે તેમનું રાજીનામું લઇ લેવાશે તેવી વાતો આવી. તેમ છતાં રાજકીય રીતે તેઓ વધુ મજબૂત બનીને બહાર આવ્યા અને વિકાસને કેન્દ્રમાં રાખી શાસન આગળ વધાર્યું.

03

વડાપ્રધાન બન્યા પછી નોટબંધી:

2014માં વડાપ્રધાન બન્યા પછી બે જ વર્ષમાં વર્ષ 2016માં લેવામાં આવેલ નોટબંધીના નિર્ણયે આખા દેશમાં અફરાતફરી મચાવી. દેશના સૌથી મોટા આર્થિક નિર્ણયો પૈકીનું એક હતું. સરકારે આ પગલું કાળા નાણાં અને નકલી નોટો સામેની લડત તરીકે રજૂ કર્યું. આ નિર્ણયથી અર્થતંત્ર અને સમાજ બંને પર મોટા પ્રભાવ પડ્યા અને લાંબા સમય સુધી ચર્ચા ચાલી.

04

કોરોના મહામારી:

2020માં વિશ્વ સાથે ભારત પણ COVID-19 મહામારીનો સામનો કરી રહ્યું હતું. સરકારે લોકડાઉન, રાહત પેકેજ અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનોમાંથી એક શરૂ કર્યો. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર બંને માટે મોટો પડકાર ઉભો થયો. અને એ સમયે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ઘણું સારું કાર્ય કર્યું.

આતંકી હુમલો અને મિશન સિંદૂર:

પહલગામમાં આંતકી હુમલો થયો PM નરેન્દ્ર મોદીની  સરકારની કાશ્મીર નીતિ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો. તેમણે ઓપરેશન સિંદૂર કર્યું. પાકિસ્તાન સામે યુદ્ધનું એલાન કર્યું. ત્યારપછી અમેરિકાના ચંચુપાત અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અંગે વિપક્ષોએ ભારે પસ્તાળ પાડી પરંતુ તેમાંથી પણ તેઓ હેમખેમ બહાર આવી ગયા.

06

ઉપરોક્ત સંકટોમાં તેમની કાર્યશૈલીમાં કેટલીક સ્પષ્ટ લાક્ષણિકતાઓ જોવા મળે છે.

1. ઝડપી અને મોટા નિર્ણયો:

PM નરેન્દ્ર મોદીનું એક મુખ્ય લક્ષણ છે મોટા અને ક્યારેક અચાનક લાગતા નિર્ણયો લેવા. નોટબંધી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. સરકારે તેને કાળા નાણાં અને નકલી નોટો સામેનું પગલું ગણાવ્યું. કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન પણ ખૂબ ઝડપથી લેવાયેલ મોટો નિર્ણય હતો.

2. સેન્ટ્રલાઇઝ્ડ લીડરશિપ:

PM નરેન્દ્ર મોદીની સરકારમાં સંકટ સમયે નિર્ણય પ્રક્રિયા પીએમઓ કેન્દ્રિત રહે છે. વડાપ્રધાન કાર્યાલયથી વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને એક સંયુક્ત વ્યૂહરચના બનાવવામાં આવે છે. કોરોના દરમિયાન રસી ઉત્પાદન, સપ્લાય અને વિતરણનું સંકલન કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયે કરવામાં આવ્યું.

3. સીધી જનસંપર્ક શૈલી:

PM નરેન્દ્ર મોદી સંકટ સમયે સીધા જનતા સાથે સંપર્ક સ્થાપિત કરે છે. તેઓ ભાષણો, સોશિયલ મીડિયા અને કાર્યક્રમો દ્વારા દેશને સંબોધે છે. તેમનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત" પણ જનસંપર્કનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોના દરમિયાન દીવા પ્રગટાવવાના અને આરોગ્ય કર્મચારીઓને તાળીઓ પાડી અભિવાદન કરવાની અપીલ દ્વારા સામૂહિક મનોબળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

4. સંકટને અવસરમાં ફેરવવાની રણનીતિ:

PM નરેન્દ્ર મોદી ઘણી વખત સંકટને મોટા સુધારાઓ માટે તક તરીકે રજૂ કરે છે. ભૂકંપ પછી ગુજરાતના શહેરોના આધુનિક પુનર્નિર્માણનું ઉદાહરણ હોય કે કોરોના પછી શરૂ કરાયેલ આત્મનિર્ભર અભિયાન સંકટને લાંબા ગાળાની નીતિ સાથે જોડવાનો પ્રયત્ન જોવા મળે છે. તેમણે દરેક આપત્તિને સેવાના અવસરમાં ફેરવી નાંખી. જે તેમને વડાપ્રધાન પદ સુધી લઇ ગઇ.

PM-Narendra-Modi-Bhutan
timesofindia.indiatimes.com

5. ટીકા માટેની સહનશક્તિ:

સંકટોમાં ટીકા પણ વધે છે પરંતુ PM નરેન્દ્ર મોદીની રાજકીય શક્તિ એ છે કે તેઓ ઘણી વખત આ પરિસ્થિતિઓમાંથી વધુ મજબૂત બની બહાર આવે છે. 2002 પછી ગુજરાતમાં વિકાસના નેરેટિવ દ્વારા તેમણે પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી અને અંતે રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા. ત્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. તેઓ યુપીએ સરકાર અને તેમના દ્વારા સમર્થિત મીડિયાના સતત નિશાના પર હતા. પરંતુ આ બધી ટીકાઓથી હતાશ થયા વગર તેમણે તેનો સામનો કર્યો.

6. સંગઠન અને સરકાર પર મજબૂત પકડ:

આ બધુ કરવા માટે કોઇ પણ નેતા પાસે સરકાર અને સંગઠન બન્ને પર મજબૂત પકડ હોવી જરૂરી છે. ઘણીવાર સરકારના નિર્ણયો અને સંગઠન આમને સામને હોય છે. પરંતુ PM નરેન્દ્ર મોદી એવા રાજનેતા છે જેઓ હમેશા બન્નેમાં મજબૂત પકડ ધરાવે છે. એટલે જ્યારે પણ કોઇ ક્રાઇસિસ આવે ત્યારે સરકાર તો કામે લાગી જ જાય છે સાથે સંગઠન પણ એટલી જ મજબૂતાઇ સાથે તેમની સાથે હોય છે.

modi
facebook.com/narendramodi

સંકટોમાં ઘડાયેલું નેતૃત્વ:

છેલ્લા ચાર દાયકામાં PM નરેન્દ્ર મોદીના રાજકીય જીવનમાં સંકટો વારંવાર આવ્યા છે. જોકે ઝડપી નિર્ણય, કેન્દ્રિત સંચાલન, મજબૂત સંદેશાવ્યવહાર અને લાંબા ગાળાની દદ્રષ્ટિ આ ચાર બાબતો તેમની કાર્યશૈલીનો મુખ્ય આધાર છે. આગામી વર્ષોમાં ભારત સામે ઉભા થનારા નવા પડકારો ફરી એકવાર આ નેતૃત્વની કસોટી કરશે અને આશા રાખીએ કે કસોટીને તેઓ દેશ હિતના અવસરમાં ફેરવી સફળ થાય.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.