- Business
- રસોઇના ઉપકરણો, વાસણોથી લઈને AC સુધી... આ વસ્તુઓના ભાવ વધવાના છે, તેનું કારણ છે આ બે ધાતુઓ!
રસોઇના ઉપકરણો, વાસણોથી લઈને AC સુધી... આ વસ્તુઓના ભાવ વધવાના છે, તેનું કારણ છે આ બે ધાતુઓ!
ઔદ્યોગિક માંગને કારણે ધાતુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં સોના અને ચાંદીનું પ્રભુત્વ હતું, તો હવે અન્ય ધાતુઓ હવે વધારો દર્શાવી રહી છે. પુરવઠાની અછત અને મજબૂત માંગ આ ધાતુના ભાવમાં નવી વૃદ્ધિને વેગ આપી રહી છે.
3 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર એલ્યુમિનિયમના ભાવ 3,000 અમેરિકન ડોલર પ્રતિ ટન વટાવી ગયા છે, જ્યારે તાંબુ રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ચૂક્યું છે. આ ભાવ વધારાને કારણે કંપનીઓ કહી રહી છે કે, રસોડાના ઉપકરણોથી લઈને બાથરૂમના ઉપકરણો સુધીના ઉત્પાદનોના ભાવમાં વધારો થઈ શકે છે.
ચીનમાં પીગળાવવાની ક્ષમતા પર પ્રતિબંધો અને યુરોપમાં સતત ઊંચા વીજળી ખર્ચને કારણે ઉત્પાદનમાં ઘટાડો સહિત માળખાકીય પુરવઠા અવરોધોને કારણે એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો છે. સાથે જ ઉત્પાદન, રિન્યુએબલ એનર્જી અને અન્ય પ્રોજેક્ટ્સમાંથી લાંબા ગાળાની માંગ સ્થિર રહે છે. ફ્યૂચર્સના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 17 ટકાનો વધારો થયો છે, જે 2021 પછીનો સૌથી મજબૂત વાર્ષિક વૃદ્ધિ છે.
આ દરમિયાન, ઔદ્યોગિક ધાતુ ક્ષેત્રમાં તાંબુ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતી ધાતુ રહી છે. 2009 પછીનો સૌથી મોટો વાર્ષિક વૃદ્ધિદર નોંધાવ્યા બાદ, લંડન મેટલ એક્સચેન્જ પર વારંવાર પુરવઠામાં વિક્ષેપ વચ્ચે ભાવ 12,000 અમેરિકન ડોલરથી ઉપર વધી ગયા છે.
ઇન્ડોનેશિયા, ચિલી અને કોંગોમાં ખાણકામ અકસ્માતો અને ચિલીની એક મોટી ખાણમાં મુશ્કેલીઓને કારણે ઉપલબ્ધતામાં વધુ ઘટાડો થયો છે. વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓએ વેપારીઓને અમેરિકાને શિપમેન્ટ વધારવા માટે પ્રેરિત કર્યા છે, જેથી બજારમાં તણાવ વધ્યો છે. આ ઉપરાંત, વિશ્વના સૌથી મોટા નિકલ ઉત્પાદક ઇન્ડોનેશિયાએ આ વર્ષે નિકલ ઉત્પાદનમાં ઘટાડો કરવાની યોજના બનાવી છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. સાથે જ ખાણકામના કામચલાઉ બંધને કારણે પુરવઠાની ચિંતાઓ પણ વધી ચૂકી છે.

સોના અને ચાંદીના ભાવમાં ગયા વર્ષે શાનદાર વધારો જોવા મળ્યો હતો, જેના કારણે કોમોડિટી બજારમાં રોકાણકારોનો રસ વધ્યો હતો. વિશ્લેષકોનું કહેવું છે કે ઘટતા વ્યાજ દરો, નબળો ડોલર અને ચીનની આર્થિક રિકવરી માટેની અપેક્ષાઓ, તેમજ AI અને નવી ઉર્જાએ ધાતુના ભાવમાં વધારો કર્યો છે.
આ વધારાની અસર હવે ઘરગથ્થુ બજેટ પર પણ પડી રહી છે. તાંબા આધારિત ઉત્પાદનો જેમ કે એર કન્ડિશનર, રસોડાના ઉત્પાદનો, બાથરૂમ ફિટિંગ અને રસોઈના વાસણોના ભાવ વધવાના છે કેમ કે કંપનીઓને વધતી કિંમતો પરેશાન કરી રહી છે. MCX પર તાંબાના ભાવ લગભગ 1,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે, જે આ વર્ષે 6% થી વધુનો વધારો દર્શાવે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ના અહેવાલ મુજબ, ટકાઉ વસ્તુઓ અને ઘરેલું ઉપકરણોના ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓનું કહેવું છે કે ભાવ વધશે, કારણ કે કાચા માલમાં તાંબુ અને એલ્યુમિનિયમનો મોટો ભાગ હોય છે, અને તેમના ભાવ વધી રહ્યા છે. એવામાં, કંપનીઓ નફો જાળવી રાખવા માટે તેમના ભાવમાં 5-8 રૂપિયાનો વધારો કરી શકે છે.
ગોલ્ડમેન સૅક્સે એક નોંધમાં જણાવ્યું હતું કે વિક્ષેપો, નીતિગત ફેરફારો અને સતત વૈશ્વિક રોકાણને કારણે ઔદ્યોગિક ધાતુના ભાવમાં વધારો થયો છે. ભવિષ્યવાણી કરી છે કે 2026ના પહેલા 6 માહિના સુધી સરેરાશ તાંબાના ભાવ ઊંચા રહેશે. જેમ-જેમ આ વધારો કિંમતી ધાતુઓથી લઈને ઔદ્યોગિક વસ્તુઓ સુધી ફેલાતી જઈ રહી છે, ર ગ્રાહકો પર તેનો પ્રભાવનો અનુભવ કરી શકાય છે અને રોજિંદી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે.

