'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત

પ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી નિયમિતપણે લોકોને રોકાણ ટિપ્સ આપતા રહે છે. તેમની રોકાણ સલાહમાં સોનું, ચાંદી અને પ્રમુખ ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન, સૌથી ઉપર રહે છે અને તેઓ આ સંપત્તિઓને શ્રીમંત બનવાનું માધ્યમ કહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નવી પોસ્ટમાં તેમણે સોના, ચાંદી અને બિટકોઇનના ભાવમાં સતત વધઘટનો ઉલ્લેખ કરતા એક મોટી વાત કહી છે.

Robert-Kiyosaki2
x.com/CryptoNewsHntrs

રોબર્ટ કિયોસાકીએ તેમની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન અને જવાબના રૂપમાં સલાહ આપી છે. તેમની X પોસ્ટમાં પ્રશ્ન હતો, 'શું મને એ વાતની ચિંતા છે કે સોના, ચાંદી અથવા બિટકોઇનના ભાવ વધે કે ઘટે છે? તેના જવાબમાં તેમણે લખ્યું કે, 'નહીં, મને કોઈ ચિંતા નથી.' આગળ તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા ન હોવાનું મોટું કારણ પણ જણાવ્યું.

'રિચ ડેડ, પુઅર ડેડ'ના લેખકે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુ જણાવ્યું કે આખરે તેમને સોના, ચાંદી અથવા બિટકોઇનના ભાવમાં થતી વધઘટની કેમ ચિંતા નથી? તેમણે જવાબમાં લખ્યું કે, 'કારણ કે હું જાણું છું કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધી રહ્યું છે, અને અમેરિકન ડોલરની ખરીદ તાકત ઘટતી રહી છે.'

સોના અને ચાંદી ઉપરાંત બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીના ભાવની ચિંતા શા માટે કરવી? જ્યારે અસમર્થ, ઉચ્ચ શિક્ષિત Phd છે... દુનિયા ફેડ, ટ્રેઝરી અને અમેરિકન સરકારને નિયંત્રિત કરી રહ્યા છે? કિયોસાકીએ લખ્યું કે, 'ચિંતા કેમ? હું તો માત્ર હજી વધારે સોનું, ચાંદી અને બિટકોઇન ખરીદતો રહું છું અને વધુ અમીર થતો જાઉં છું. તમારો ખ્યાલ રાખજો.'

તાજેતરના સમયમાં, રોબર્ટ કિયોસાકીનું સૌથી વધુ ફોકસ ચાંદીમાં રોકાણ કરવા પર રહ્યું છે. તેને અમીર બનવાનું સૌથી ઉચિત માધ્યમ ગણાવતા તેમણે ચાંદીના ભાવ માટે 200 ડોલરનો ટારગેટ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની ભવિષ્યવાણી સાચી પડતી નજરે પડી રહી છે.

Robert-Kiyosaki
x.com/jesus_brokerhip

 

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.