ફરી લટકી US ટેરિફની તલવાર! GTRIએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, રશિયન તેલ પર ભારતે લેવો જોઈએ સ્પષ્ટ અને નિર્ણાયક નિર્ણય

US દ્વારા આયાત ટેરિફમાં વધારો કરવાનો ભય ફરી એકવાર ભારત પર મંડરાઈ રહ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર, US ભારત પર રશિયન તેલ આયાત અંગે સ્પષ્ટ અને નિર્ણાયક નિર્ણય લેવા દબાણ કરી રહ્યું છે.

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો US ટેરિફમાં વધારો થઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે USએ ભારત સામે દંડાત્મક US વેપાર કાર્યવાહી લાગુ કરી દીધી છે. હાલમાં, USમાં ભારતીય નિકાસ પર 50 ટકા આયાત ટેરિફ લાદવામાં આવ્યો છે, જેમાંથી અડધો ભાગ સીધો ભારત દ્વારા રશિયન તેલની ખરીદી સાથે સંબંધિત છે.

US Tariff Threat
tv9hindi.com

US કોંગ્રેસમાં ચાલી રહેલા પ્રયાસો દ્વારા ટ્રમ્પના નિવેદનોને પણ સમર્થન મળી રહ્યું છે. સેનેટર લિન્ડસે ગ્રેહામ એવા કાયદાને આગળ ધપાવી રહ્યા છે, જે રશિયા 50 દિવસની અંદર યુક્રેનમાં યુદ્ધવિરામ માટે સંમત ન થાય તો રશિયન તેલ અને ગેસ ખરીદતા દેશો પર ભારે ગૌણ ટેરિફ લાદશે. જો આ કાયદો પસાર થઇ જાય છે, તો US સાથે વેપાર કરતા દેશો ની મુશ્કેલીઓ વધી જશે અને ખર્ચમાં ઘણો બધો વધારો થઇ જશે.

ઓક્ટોબરમાં, મુખ્ય રશિયન તેલ કંપનીઓ, રોઝનેફ્ટ અને લુકોઇલ પર US પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત અનેક મોટી રિફાઇનરીઓ અને કેટલીક સરકારી માલિકીની કંપનીઓએ જાહેરાત કરી હતી કે, તેઓ ગૌણ ટેરિફ ટાળવા માટે રશિયન તેલની ખરીદી બંધ કરશે. જો કે, આયાત સંપૂર્ણપણે બંધ થઈ નથી, અને ઓછી માત્રામાં ખરીદી ચાલુ રહે છે. અને GTRI અનુસાર, ભારત એક વ્યૂહાત્મક 'ગ્રે ઝોન'માં મૂકવામાં આવ્યું છે.

US Tariff Threat
jagran.com

આ અભિગમ ભારતની સ્થિતિને નબળી બનાવી શકે છે. જો નવી દિલ્હી રશિયામાંથી તેલની આયાત બંધ કરવાની યોજના ધરાવે છે, તો તેણે આ નિર્ણય સ્પષ્ટ અને નિર્ણાયક રીતે લેવો જોઈએ. જો ભારત બિન-મંજૂરી પામેલા રશિયન સપ્લાયર્સ પાસેથી ખરીદી ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે, તો તેણે આ ખુલ્લેઆમ કહેવું જોઈએ અને ડેટા સાથે તેના વલણને સમર્થન આપવું જોઈએ. વધુમાં, જો ભારત પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાની યોજના ધરાવે છે, તો તે નિર્ણય પણ સ્પષ્ટપણે જણાવવો જોઈએ. GTRI જણાવે છે કે હાલમાં જે કામ કરી રહ્યું નથી તે અસ્પષ્ટતા છે.

GTRI રિપોર્ટ અનુસાર, ભારત માટે પરિસ્થિતિને વધુ જટિલ બનાવતા, એવી કોઈ ગેરેંટી નથી કે રશિયન તેલની આયાત બંધ કરવાથી US દબાણ સમાપ્ત થશે. જો ભારત સંપૂર્ણપણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દે, તો પણ અમેરિકા તેની માંગણીઓ કૃષિ, ડેરી, ડિજિટલ વેપાર અને ડેટા ગવર્નન્સ જેવા અન્ય ક્ષેત્રો તરફ ખસેડી શકે છે.

US Tariff Threat
aajtak.in

GTRI તેના અહેવાલમાં જણાવે છે કે, ભારતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ટેરિફ દ્વારા દબાણનો વર્તમાન તબક્કો ચોક્કસ રાજકીય પરિસ્થિતિ સાથે જોડાયેલો છે જે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાએ વોશિંગ્ટન સાથે 'શાંતિ ખરીદવા' માટે રશિયન તેલ આયાતમાં ઘટાડો કરવાનું પસંદ કર્યું.

ચીનથી વિપરીત, ભારત યુનાઇટેડ સ્ટેટ્સ પર કોઈ નોંધપાત્ર વ્યૂહાત્મક દબાણ ધરાવતું નથી. ચીન રશિયન ક્રૂડ તેલનો સૌથી મોટો ખરીદનાર છે, પરંતુ સંભવિત પરિણામોના ડરથી અમેરિકાએ અત્યાર સુધી તેને મોટાભાગે અવગણ્યું છે.

જ્યારે, ભારતે અમેરિકામાંથી પેટ્રોલિયમ ક્રૂડ તેલ અને અન્ય ઉત્પાદનોની આયાત બમણી કરી દીધી છે. છતાં, અમેરિકા તેને અવગણવાનું ચાલુ રાખશે.

US Tariff Threat
bhaskardigital.com

એક નવા અહેવાલમાં જણાવાયું છે કે, મે અને નવેમ્બર 2025 વચ્ચે ભારતની US નિકાસમાં 20.7 ટકાનો ઘટાડો થયો છે અને જો આયાત ટેરિફમાં વધુ વધારો કરવામાં આવે તો આ ઘટાડો વધુ નીચે જઈ શકે છે.

GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવ કહે છે કે, જેમ જેમ ટેરિફ દબાણ વધે છે, તેમ તેમ ભારતે રશિયન તેલ અંગે સ્પષ્ટ નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણયને મંજૂરી આપવી અને વોશિંગ્ટનને સ્પષ્ટપણે જણાવવું જરૂરી છે.

About The Author

Related Posts

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.