- Lifestyle
- આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર વિશે સાંભળ્યું છે જે વર્ષમાં માત્ર 12 થી 15 દિવસ માટે જ ઉપલબ્ધ હોય છે? જી હાં, મેક્સિકોમાં, ક્રિસમસ દરમિયાન વેચાતી ‘નોશે બુએના’ બીયર દર વર્ષે ભારે ઉત્સાહ સાથે જોવા મળે છે. આ બીયર માત્ર મેક્સિકોમાં જ વેચાય છે, અને એ પણ મર્યાદિત સમય માટે.
‘નોશે બુએના’નો અર્થ શું છે?
‘નોશે બુએના’નો અર્થ ‘પવિત્ર રાત’ અથવા ‘નાતાલની પૂર્વસંધ્યા’ થાય છે, અને તેની ઝલક પરંપરામાં સ્પષ્ટપણે જોવા મળે છે. દર વર્ષે, જ્યારે આ બીયર ઘેરા લાલ કેનમાં સુપરમાર્કેટમાં દેખાય છે, ત્યારે લોકો સમજે છે કે નાતાલની રજાઓ શરૂ થઈ ચૂકી છે. ‘ટેકીલા!: ડિસ્ટિલિંગ ધ સ્પિરિટ ઓફ મેક્સિકો’ના લેખક મેરી સરિતા ગૈટન જણાવે છે કે મેક્સિકોમાં ‘નોશે બુએના’ની કેન દેખાવાને ઉત્સવોની અનૌપચારિક શરૂઆત માનવામાં આવે છે.
આ બીયર તેના ઘેરા ભૂરા રંગ, શેકેલા કોફી જેવા સ્વાદ અને 5.9% આલ્કોહોલની માત્રાને કારણે ખૂબ જ અલગ છે. મેક્સિકોની પ્રખ્યાત હેનેકેન મેક્સિકો બ્રુઅરીના બ્રાન્ડ મેનેજર કાર્લા ગોન્ઝાલેઝ કહે છે કે તે દેશના અન્ય લેગર બીયરથી અલગ પડે છે. કંપનીએ તાજેતરના વર્ષોમાં ઓક્ટોબરના અંતથી જાન્યુઆરીની શરૂઆત સુધી તેનો વેચાણ સમયગાળો લંબાવ્યો છે.
19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં પરંપરાગત જર્મન બીયર ઉત્પાદકોએ ઔદ્યોગિકીકરણથી પ્રભાવિત થઈને વિશ્વના વિવિધ ભાગોમાં નવી બ્રુઅરીઝ શરૂ કરી. કહેવામાં આવે છે કે, વર્ષ 1924માં, જર્મન માસ્ટર બ્રુઅર ઓટો ન્યૂમાયરે તેના મિત્રો માટે એક ખાસ ક્રિસમસ બીયર બનાવી હતી. તેનો સ્વાદ એટલો અનોખો હતો કે આ પરંપરા ટૂંક સમયમાં ઘર-ઘરમાં જાણીતી બની ગઈ.

