મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ટેન્કરને કારણે હજારો ગાડી 24 કલાકથી અટકી ગઈ છે, રસ્તા પર ખાવાનું બનાવ્યું!

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. વાહનો 24 કલાકથી રસ્તામાં અટવાઈ ગયા છે. મુસાફરો, દર્દીઓ અને ડ્રાઇવરો દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રકચાલકો ખાવાનું અને પાણીની અછતની ફરિયાદ કરી રહ્યા છે. વાહનોની લાંબી કતાર લગભગ 12 કિલોમીટર સુધી ફેલાયેલી છે. બુધવાર, 4 ફેબ્રુઆરીના મોડી રાત સુધી રાહત મળવાની આશા નથી.

3 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ટ્રાફિક જામ શરૂ થયો હતો. રાયગઢ જિલ્લાના ખંડાલા ઘાટ વિભાગમાં એક ઢાળ પર પ્રોપીલીન ગેસ વહન કરતું એક ટેન્કર કાબુ ગુમાવી બેઠું અને પલટી ગયા હોવાના અહેવાલ છે. ત્યારપછી તરત જ વાહનમાંથી ગેસ લીક ​​થવા લાગ્યો. પ્રોપીલીન એક જ્વલનશીલ ગેસ છે. આગ લાગવાના જોખમને કારણે, અધિકારીઓએ સાવચેતી તરીકે મુંબઈ જતો માર્ગ બંધ કરી દીધો.

Mumbai Pune Expressway
hindi.news18.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લીકેજ ચાલુ રહેતાં, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની ઇમર્જન્સી ટીમોને તાત્કાલિક પરિસ્થિતિને સંભાળવા માટે મોકલવામાં આવી હતી.

Mumbai Pune Expressway
hindi.news18.com

અધિકારીઓનું કહેવું છે કે, બુધવારે સવાર સુધીમાં 50 ટકા ગેસ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાકીનો ગેસ સાંજ સુધીમાં કાઢી લેવાની અપેક્ષા છે. ઘણા કિલોમીટર સુધી ફસાયેલા વાહનોના ફોટા અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. રસ્તાની વચ્ચે ટ્રક પાર્ક કરીને રોટલી બનાવી રહેલા નરેશ પાલે કહ્યું, 'અમે પુડુચેરીથી નીકળીને મુંબઈ જઈ રહ્યા છીએ. અમે સવારથી મુંબઈ-પુણે એક્સપ્રેસમાં જામમાં ફસાયેલા છીએ. અમારી પાસે જે લોટ હતો તેનાથી અમે રોટલી બનાવી રહ્યા છીએ. અત્યારે પાણી નથી. અમારી પાસે એક લિટર પાણી છે, તેથી અમે તેનાથી જ રોટલી બનાવી રહ્યા છીએ. અમે અહીં જામમાં ફસાયેલા છીએ. આટલો સમય ક્યારેય લાગતો નથી. એવું લાગે છે કે એક કલાક, બે કલાક. ઘણો સમય થઈ ગયો છે, અમે સવારથી ઉભા છીએ. અમારી પાસે આ વસ્તુ છે. અમે જ્યાં પણ રોકાઈએ છીએ ત્યાં ખાવાનું બનાવીએ છીએ. જામ ક્યારે દૂર થશે તેની હજુ સુધી કોઈ નક્કી કરી શક્યું નથી.'

Mumbai Pune Expressway
hindi.news18.com

મીડિયા સૂત્રોના બતાવ્યા મુજબ તેમણે જામમાં ફસાયેલા કેટલાક મુસાફરો સાથે વાત કરી હતી. મુંબઈ જતા એક મુસાફરે કહ્યું, 'હું લાતુરથી આવ્યો છું. હું મારી સાથે એક મિત્રને લઈને નીકળ્યો છું. અમારી ગાડીમાં એક કેન્સરનો દર્દી છે, જેને સવારે 8 વાગ્યે મુંબઈની ટાટા હોસ્પિટલ પહોંચવાનું છે. અમે રાત્રે 10 વાગ્યે લાતુરથી નીકળ્યા હતા, પરંતુ સવારે 4 વાગ્યાથી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છીએ. હવે પરિસ્થિતિ એવી છે કે સમયસર ત્યાં પહોંચવું અશક્ય લાગે છે. આ અમારા માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક પરિસ્થિતિ છે.'

બીજા મુસાફરે ફરિયાદ કરી, 'પ્રશાસન દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ટ્રાફિક જામ પછી, જૂના હાઇવે પરથી વૈકલ્પિક માર્ગ બનાવવો જોઈતો હતો, પરંતુ કંઈ કરવામાં આવ્યું નહીં. દર્દીઓ પણ આ જામમાં ફસાઈ ગયા છે. સરકાર ઝડપી અને સરળ મુસાફરીના નામે ટોલ વસૂલ કરે છે, પરંતુ કટોકટીની વ્યવસ્થા સક્રિય કરવી જોઈએ.'

Mumbai Pune Expressway
thelallantop.com

પુણે-મુંબઈ એક્સપ્રેસવે વારંવાર જામ થાય છે. અમે ટોલ ચૂકવ્યો અને અમારી મુસાફરી શરૂ કરી, અને હવે અમે આ જામમાં ફસાઈ ગયા છીએ. તો, શું અમારો ટોલ પરત કરવામાં આવશે? અમે અહીં ફસાઈ ગયા છીએ, અને એ જ સૌથી મોટો પ્રશ્ન છે.'

હાઇવે પોલીસના તાનાજી ચિખલેએ જણાવ્યું હતું કે, ગેસ ટેન્કર લીકેજને કારણે સલામતીના કારણોસર મુંબઈ લેન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, 'NDRF, BPCL અને અન્ય રાહત ટીમો ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને ગેસ લીકેજ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી ટ્રાફિકમાં વિલંબ થઇ શકે છે.'

Mumbai Pune Expressway
hindi.news18.com

મહારાષ્ટ્ર હાઇવે ટ્રાફિક પોલીસે મુસાફરોને અપીલ કરી છે કે, જ્યાં સુધી ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો ઉપયોગ કરવાનું ટાળો.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.