મનુષ્યોની ખેતી કરવા માંગતો હતો જેફરી એપ્સ્ટીન; દુનિયાને હચમચાવી દેશે ‘બેબી રાંચ પ્લાન’ પાછળનું સત્ય

કલ્પના કરો... વિશ્વના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી લોકો માટે પાર્ટીઓ, ખાનગી જેટ, અંતરિયાળ ટાપુ, અબજોની સંપત્તિ, અને તે ગ્લેમર પાછળ છુપાયેલી એક એવી કહાની, જેણે રાજકારણ, વ્યવસાય અને ધર્મની દુનિયાને હચમચાવી દીધી છે. આજે આ નામ ફરીથી ચર્ચામાં છે કારણ કે અમેરિકના US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ તેનાથી સંબંધિત લાખો પાનાંના દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે. આ ફાઇલોમાં ઘણી બધી વાતો સામે આવી, જેણે વિશ્વભરમાં બહેસ છેડી દીધી છે. કેટલાક ક્ષેત્રોમાં રાજકીય દબાણ વધ્યું, કેટલાક નેતાઓ અંગે પ્રશ્નો ઉભા થયા, અને ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓના ભૂતકાળના સંબંધો ચર્ચામાં આવી ગયા.

આ ખુલાસાઓ વચ્ચે, એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે: બેબી રાંચ. નામ સાંભળીને લાગે છે, જેમ કે બાળકોનુ કોઈ ખેતર અથવા અજીબ પ્રયોગશાળા હોય. પરંતુ વાસ્તવિક કહાની વધુ ચોંકાવનારી છે. ચાલો શરૂઆતથી જ આખી કહાની સમજીએ.

જેફરી એપ્સ્ટીન કોણ હતો?

જેફરી એપ્સ્ટીન એક અમેરિકન ફાઇનાન્સર હતો. મતલબ, એવો વ્યક્તિ જે શ્રીમંત લોકોના નાણાં સંભાળતો અને રોકાણ કરતો. ધીમે-ધીમે, તેણે એટલી બધી સંપત્તિ અને સંબંધો બનાવી લીધા કે વિશ્વના મોટા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ સુધી પહોંચ થઈ ગઈ. પરંતુ તેની સાચી ઓળખ તેના પૈસાઓથી ન બની. તેના પર સગીર છોકરીઓના જાતીય શોષણ અને જાતીય તસ્કરીના ગંભીર આરોપો લાગ્યા. ઘણા પીડિતોએ કહ્યું કે તેમને લલચાવીને તેના ઘરો અને મિલકતોમાં લઇ જવામાં આવતા હતા. અહીથી શરૂ થયો આધુનિક સમયનો સૌથી મોટો સેક્સ કૌભાંડ.

Jeffrey Epstein
sandovallegacygroup.com

આખો વિવાદ ક્યારે શરૂ થયો? સમજો ટાઈમલાઇન

જેફરી એપ્સ્ટીનની કુખ્યાત જિંદગીની કહાનીને 2005 થી અત્યાર સુધી, વર્ષ દર વર્ષ સમજવાનો પ્રયાસ કરીએ.

2005: ફ્લોરિડામાં 14 વર્ષની છોકરીના પરિવારે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે તેમને ખબર પડી કે મામલો ગંભીર છે.

2006: તપાસ દરમિયાન ઘણી વધુ છોકરીઓ આગળ આવી. આરોપોનો દાયરો વધતો ગયો.

2008: એપ્સ્ટીનને સજા ફટકારવામાં આવી, પરંતુ ઘણાને લાગ્યું કે તેને અપેક્ષા કરતા ઘણી હળવી સજા મળી છે. આ સમયે પ્રશ્નો ઉભા થયા કે શું તેના સંબંધો તેને બચાવી રહ્યા છે.

2017: આ વર્ષના અંતમાં MeToo ચળવળને કારણે જૂના કેસો પર ફરી ધ્યાન ગયું. પીડિતોએ બોલવાનું શરૂ કર્યું.

2019: એપ્સ્ટીનની ફરીથી ધરપકડ કરવામાં આવી. આ વખતે, આરોપો વધુ ગંભીર હતા. જોકે, તેની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ ન્યૂયોર્ક જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો. તેને સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવવામાં આવી, પરંતુ લોકો આજે પણ સવાલ કરે છે.

2025-26: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેમની સાથે સંબંધિત લગભગ 30 લાખ પાનાની ફાઇલો, હજારો વીડિયો અને ફોટોગ્રાફ્સ સાર્વજનિક કર્યા. અને અહીથી 'બેબી રાંચ' ફરીથી ચર્ચામાં આવ્યું.

બેબી રાંચ આખરે શું છે?

પહેલા, એક વાત સ્પષ્ટ કરી લઈએ: બેબી રાંચ કોઈ સરકારી યોજના કે રજિસ્ટર્ડ પ્રોજેક્ટ નહોતો. આ મીડિયાએ આપેલું નામ છે.  એપ્સ્ટીન પાસે ન્યૂ મેક્સિકોમાં 'ઝોરો રાંચ' નામનું એક વિશાળ એસ્ટેટ હતું. ઘણા હજાર એકરમાં ફેલાયેલી, આ જગ્યા પર હવેલી, ગેસ્ટ હાઉસ અને એક ખાનગી હવાઈ પટ્ટીનો પણ સમાવેશ થતો હતો. દસ્તાવેજો અનુસાર, એપ્સ્ટીન કેટલાક લોકો સાથે ખૂબ જ અજીબ વિચાર શેર કર્યો હતો.

તેનું કહેવું હતું કે, તે તેના DNAનો ઉપયોગ કરીને ઘણા બાળકો પેદા કરવા માંગતો હતો. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે ઇચ્છતો હતો કે, ઘણી મહિલાઓ એક સાથે ગર્ભવતી થાય. જેથી તેના જનની આગળ વધે. કેટલાકે દાવો કર્યો હતો કે તેણે એક પ્રકારની 'વધુ સારી માનવ જાતિ'ની કલ્પના કરતો હતો. આ જ સાંભળીને લોકોએ આ વિચારને 'બેબી રાંચ' કહેવા લાગ્યા.

Jeffrey Epstein
abc.net.au

આ યોજના ક્યારે બની અને શા માટે?

ચોક્કસ તારીખ મળતી નથી, પરંતુ એવું કહેવાય છે કે તેણે લગભગ એક દાયકા અગાઉ કેટલાક વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સાથે આ વિચારની ચર્ચા કરી હતી. કેટલાક નિષ્ણાતો માને છે કે આ વિચાર એ માન્યતા સાથે સુસંગત છે કે સારા જનીનોથી વધુ સારા માણસો બનાવી શકાય છે. આ વિચાર ઐતિહાસિક રીતે વિવાદાસ્પદ રહ્યો છે કારણ કે તે ભેદભાવ અને અમાનવીય પ્રયોગો સાથે સંકળાયેલો છે. એટલે, જ્યારે એપ્સ્ટીનની વાત સામે આવી, ત્યારે લોકો ચોંકી ગયા.

હવે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, શું ખરેખર ત્યાં આવું કંઈક બન્યું હતું? જવાબ સરળ છે. અત્યાર સુધી, કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે આ યોજના ખરેખર અમલમાં મૂકવામાં આવી હતી. એવા કોઈ પુરાવા નથી કે સ્ત્રીઓને ત્યાં વ્યવસ્થિત રીતે ગર્ભવતી બનાવવામાં આવી હતી અથવા બાળકોના કોઈપણ જૂથનો જન્મ થયો હતો. એટલે કે તે એક વિચાર હતો ન કે, સિદ્ધ થયેલો કાર્યક્રમ. એપ્સ્ટીન પર અગાઉ જાતીય શોષણના આરોપો હતા, એટલે લોકો આવી યોજનાઓને હળવાશથી લઈ રહ્યા નથી. પીડિતો બેબી રાંચ સાથે સીધા જોડાયેલા હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. જો કે, એપ્સ્ટીન કેસમાં સેંકડો પીડિતો આગળ આવ્યા છે, જેમણે વિવિધ સ્થળોએ શોષણ થયાનો આરોપ લગાવ્યો છે.

અગાઉના કેટલાક નિવેદનોમાં અજીબ દાવાઓ જરૂર છે, જેમ કે જન્મ પછી એક મહિલાના બાળકને તેની પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. જો કે, આ આરોપોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી, તેથી તેને સાવધાનીથી જોવામાં આવે છે.

હાઇ-પ્રોફાઇલ નામો ચર્ચામાં કેમ રહે છે

એપ્સ્ટીનની સૌથી રહસ્યમય વાત એ હતી કે તે એકલા નહોતા. તેની પાર્ટીઓ, ફ્લાઇટ્સ અને સામાજિક વર્તુળમાં ઘણી અગ્રણી વ્યક્તિઓ જોવા મળી હતી. રિપોર્ટ્સમાં એક યા બીજા સમયે જે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, પ્રિન્સ એન્ડ્રૂ, બિલ ગેટ્સ, એલોન મસ્ક જેવા નામો શામેલ છે.

Jeffrey Epstein
aljazeera.com

પરંતુ એક મહચ્ત્વપૂર્ણ વાત સમજો... માત્ર દસ્તાવેજ કે ફોટામાં નામ આવવાથી ગુનો સાબિત થતો નથી. ઘણા લોકોએ કહ્યું કે તેમનો માત્ર તેમની સાથે સામાજિક સંપર્ક હતો. કેટલાકે તો સંબંધથી દૂર રહેવાની વાત પણ કરી. છતા પણ, જનતા પ્રશ્નો પૂછી રહી છે. તેની આસપાસ આટલા બધા પ્રખ્યાત લોકો કેમ હતા?

દુનિયામાં આટલો બધો હોબાળો કેમ છે?

આ પાછળ ત્રણ મુખ્ય કારણો છે...

દસ્તાવેજોનો વ્યાપ ખૂબ મોટો છે.

આ કેસમાં બાળકો અને જાતીય ગુનાઓનો સમાવેશ થાય છે.

શક્તિશાળી લોકોના નામ ચર્ચામાં છે.

જ્યારે પૈસા, તાકત અને ગુના એક જ કહાનીમાં વણાયેલા હોય છે, ત્યારે વૈશ્વિક ધ્યાન આકર્ષિત થવાનું નક્કી છે. ઘણા પીડિતો હજુ પણ ન્યાય માંગી રહ્યા છે.

ઝોરો રાંચની કહાની

ન્યૂ મેક્સિકોમાં સ્થિત આ રાંચને એપ્સ્ટીનની સૌથી રહસ્યમય મિલકત માનવામાં આવે છે. સ્થાનિકોએ વર્ષોથી ત્યાં અજીબ ગતિવિધિઓની જાણ કરી હતી. પાછળથી, તપાસ એજન્સીઓએ પણ આ સ્થાનને મહત્ત્વપૂર્ણ માની હતી. જોકે બેબી રાંચ કેસ ક્યારેય સાબિત થયો નથી, પરંતુ આ જગ્યા એપ્સ્ટીનની કહાનિનોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

એપ્સ્ટીનનો અંત, પરંતુ પ્રશ્નો હજી બાકી

2019માં તેના મૃત્યુ પછી, ઘણા લોકોએ કહ્યું કે સત્ય તેની સાથે જ જતું રહ્યું.

શું તેણે આ બધું એકલાએ કર્યું?

શું અન્ય લોકો પણ સામેલ હતા?

શું કેટલાક રહસ્યો કાયમ માટે છુપાયેલા રહેશે?

ફાઇલો ખોલ્યા બાદ પણ, ઘણા પ્રશ્નોના જવાબો અધૂરા રહ્યા છે.

About The Author

Related Posts

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.