ઉર્વશી રૌતેલાએ AI કંપની સામે કરી કાનૂની કાર્યવાહી, રૂ. 7000 કરોડના વળતરની માંગ

ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. તેની ટીમે એક AI કંપની સામે કાનૂની કાર્યવાહીનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીની ઓળખ અને તસવીરોનો કથિત ઉપયોગ કરવા બદલ ટીમે કંપની પાસેથી રૂ.7,000 કરોડના વળતરની માંગ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ કન્ટેન્ટ નિર્માણ અને મનોરંજન ક્ષેત્રને ખૂબ સરળ બનાવ્યું છે, તો તેના દુરુપયોગ અંગે સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સેલિબ્રિટીઝની તસવીરો, વીડિયો અને અવાજના મંજૂરી વિના  ઉપયોગ કરવાના કેસ સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં, અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ટીમે લોસ એન્જલસની એક AI કંપની પર તેની પરવાનગી વિના તેની ઓળખ અને કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉર્વશીની ટીમનું કહેવું છે કે કંપનીએ અભિનેત્રીનું નામ, તસવીરો અને વીડિયોનો ઉપયોગ અને હવે આ મામલે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે વળતરનો અંદાજ હાલમાં રૂ.7,000 કરોડ લગાવવામાં આવ્યો છે. જોકે, સાર્વજનિક નિવેદનમાં કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

urvashi-rautela1
indianexpress.com

ઉર્વશીની ટીમે IANSને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તેમના વ્યવસાયે કથિત રીતે ઉર્વશીનું નામ, તસવીરો અને વીડિયોનો મંજૂરી વિના ઉપયોગ કરીને કથિત રીતે અબજો ડોલરની વેલ્યૂ હાંસલ કરી છે. અમે યોગ્ય કાનૂની માર્ગો અપનાવી રહ્યા છીએ, જેમાં લોસ એન્જલસ સ્થિત કંપની સામે રૂ.7,000 કરોડના વળતરનો દાવો પણ સામેલ છે. પોતાની AI કંપની બનાવો, પોતાની બ્રાન્ડ બનાવો, પરંતુ જ્યાં સુધી તમારી પાસે પરવાનગી ન હોય ત્યાં સુધી તમારા વ્યવસાયમાં ઉર્વશીના નામનો ઉપયોગ ન કરો.

urvashi-rautela3
indianexpress.com

ઉર્વશીના આ મામલે એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં AI-જનરેટેડ ફેક વીડિયો, વોઈસ ક્લોનિંગ અને ડીપફેક કન્ટેન્ટ અંગે ચિંતાઓ વધી રહી છે. તાજેતરમાં, સલમાન ખાને પણ 'બિગ બોસ 20'ના એક એપિસોડ દરમિયાન AIના દુરુપયોગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે કેવી રીતે AIનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિના અવાજ અને વીડિયોમાં ફેરફાર કરી શકાય છે, જેથી એવું લાગે કે તેણે કંઈક એવું કહ્યું કે કર્યું છે, જ્યારે હકીકતમાં ક્યારેય બન્યું જ નથી. કોઈ તમારા AI-જનરેટેડ અવાજનો ઉપયોગ કરીને, તેને ડબ કરીને, કોઈને ગાળો બોલી દીધી. તમે જાણો છો કે તેઓ શું કરી રહ્યા છે? ઘણા બધા લોકોના અને હું પણ AI વીડિયોમાં છું. AIની ઝડપથી વિકસતી ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેણે કહ્યું કે આ એક અત્યંત ગંભીર બાબત છે.

About The Author

Related Posts

Top News

Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

5G સ્માર્ટફોનની કિંમતો એટલી વધી ગઈ છે કે મોબાઈલ માર્કેટમાં 4G સ્માર્ટફોનનું ફરીથી જોરદાર આગમન થઈ રહ્યું છે. આજની તારીખમાં...
Tech and Auto 
Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

2026નું વર્ષ ભારતીય બજાર માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષની અંદર તેમના રેકોર્ડ ઉચ્ચ...
Business 
2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ નવા કાયદા...
Gujarat 
ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો

રાજકોટ જિલ્લામાં એક શાકભાજી વિક્રેતાએ નકલી નોટ છાપવાની 'નિન્જા ટેકનિક' શીખી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે...
Gujarat 
ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.