તમે બાળકોને માટી-કાદવમાં રમવાની ના પાડો છો? તો આ ફિનલેન્ડનો સર્વે વાંચી લેવો જોઈએ

જો તમારા હાથ કાદવથી ખરડાયેલા હોય, અથવા તમે ઘાસ કે શેવાળને સ્પર્શ કર્યો હોય, તો તમારા મનમાં સૌથી પહેલા શું આવે છે? 'તમારા હાથ ગંદા છે, તમારે તેને ધોવા જોઈએ.' પણ થોભી જાઓ, અભ્યાસ કહે છે કે આ 'ગંદા હાથ સારા છે.'

ફિનલેન્ડમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, આપણે દરરોજ જે વૃક્ષો, છોડ અને માટી પાસેથી પસાર થઈએ છીએ તેને સ્પર્શ કરવાથી પણ ફાયદો થઈ શકે છે.

ફિનલેન્ડની પર્યાવરણ સંસ્થામાં પ્રકૃતિ અને સ્વાસ્થ્ય પર સંશોધન કરતી વૈજ્ઞાનિક મીરા ગ્રૉનરુસે એક પ્રયોગ હાથ ધર્યો.

તેમણે લોકોને 20 સેકન્ડ માટે તેમના હાથ પર કાદવ અને પીટ શેવાળ ઘસવાનું કહ્યું. ત્યારપછી તેમણે તેમને નળના પાણીથી તેમના હાથ ધોવા કહ્યું.

Healthy Children Finland
finlandnaturally.com

હાથ ધોયા પછી પણ, તેમની ત્વચા પર બેક્ટેરિયાની સંખ્યા વધુ હતી. મીરા કહે છે, 'દેખાવે તેમના હાથ સંપૂર્ણપણે સ્વચ્છ દેખાતા હતા, પરંતુ તેમની ત્વચામાં ફેરફાર ખુબ મોટો હતો.'

આમ તો ચામડી પર ઘણા બધા બેક્ટેરિયા હોવા સારું ન કહેવાય, પરંતુ આપણી ચામડી પર ઘણા પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે.

આમાંથી ઘણા આપણા માટે ફાયદાકારક છે. સારા બેક્ટેરિયા ખરાબ અને રોગ પેદા કરતા બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. આ ફક્ત ત્વચાને જ ફાયદો કરતું નથી પણ શરીરને અન્ય રોગો સામે લડવા માટે પણ મજબૂત બનાવે છે.

આ વિષય પર સંશોધન કરનાર મીરા કહે છે કે, ફક્ત 20 સેકન્ડ માટે આ કરવાનું પૂરતું નથી. 20 સેકન્ડની અસર થોડા સમય પછી ઓછી થઈ જાય છે, અને ત્વચા સામાન્ય થઈ જાય છે.

તેથી, જો આપણે દરરોજ અથવા વારંવાર માટી, ઘાસ અને છોડને સ્પર્શ કરીએ છીએ, તો અસર લાંબા સમય સુધી ટકી શકે છે. આ આપણી ત્વચા અને આખા શરીરને ફાયદો પહોંચાડી શકે છે.

Healthy Children Finland
finlandnaturally.com

ફિનલેન્ડના ઓરિનકોલિના ડે-કેર સેન્ટરમાં, ગંદા હાથ વાળા બાળકો મેળવવાની ઘટના સામાન્ય છે. બાળકો દરરોજ ઓછામાં ઓછા બે કલાક બહાર ઝાડ અને છોડથી ઘેરાયેલા ખેતરમાં રમવામાં વિતાવે છે.

બાળકો ઝાડીઓ અને વૃક્ષો વચ્ચે દોડે છે, દોરડા પર ચઢે છે, રેતીના કિલ્લા બનાવે છે, પાણીના ખાડામાં કુદે છે અને કાદવ અને લાકડાના નાના ટુકડાઓ સાથે રમે છે.

દિવસના અંત સુધીમાં, બાળકો માથાથી પગ સુધી કાદવ અને કીચડ વાળા થઇ જાય છે.

હવે, વૈજ્ઞાનિકો કાદવમાં રમવાના સ્વાસ્થ્ય લાભો નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ માટે, બાળકોની ત્વચા, લાળ અને મળમાં રહેલા બેક્ટેરિયાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોહી અને વાળના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે.

આ 3 વર્ષનો અભ્યાસ છોડ અને માટી વચ્ચે દૈનિક રમત બાળકોની રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે અસર કરે છે તેની તપાસ કરી રહ્યો છે.

Healthy Children Finland
bhaskar.com

ઔરિનકોલિના ફિનલેન્ડના 43 ડે-કેર સેન્ટરોમાંનું એક છે જે વાહિત્સુ સંશોધન પ્રોજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પર્યાવરણીય વૈજ્ઞાનિક મારિયા રોઝલુન્ડના નેતૃત્વમાં તાજેતરના 2 વર્ષના અભ્યાસ પર આધારિત છે.

2016-17માં, મારિયાએ એક ડે-કેર સેન્ટરના પાકા રમતના મેદાનને જંગલ જેવા માટીવાળા વિસ્તારમાં ફેરવી દીધું. ત્યાં માટી નાખવામાં આવી અને વૃક્ષો વાવવા માટે નાના નાના ખાના બનાવવામાં આવ્યા.

આ પછી, બાળકોને 28 દિવસ સુધી દરરોજ ત્યાં રમવાની મંજૂરી આપવામાં આવી.

ત્યારપછી, તેમની ત્વચા, લાળ અને પેટમાં હાજર બેક્ટેરિયાનું પરીક્ષણ કરવામાં આવ્યું. એક વર્ષ પછી આ જ પરીક્ષણોનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

પરિણામો દર્શાવે છે કે, માટીમાં અને છોડ વચ્ચે રમતા બાળકોની ત્વચા પર એક વર્ષ પછી પણ સારી અને સ્વચ્છ જમીન પર રમતા બાળકો કરતાં વધુ પ્રકારના બેક્ટેરિયા હતા.

ત્વચા પર વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોવા બાળકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. જ્યારે સારા અને સામાન્ય બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે, ત્યારે તેઓ રોગ પેદા કરતા બેક્ટેરિયાને વધુ ફેલાતા અટકાવે છે.

મારિયાએ આ વાત એક સરળ ઉદાહરણ સાથે સમજાવી. તે કહે છે, 'રોગ એક સરમુખત્યાર જેવો છે, જ્યારે સ્વસ્થ ત્વચા લોકશાહી જેવી છે.'

Healthy Children Finland
blog.herzing.ca

તે કહે છે કે ત્વચા પર ફક્ત એક પ્રકારના ખરાબ બેક્ટેરિયાનું વર્ચસ્વ હોવાને બદલે, વિવિધ પ્રકારના બેક્ટેરિયા હાજર હોવા જોઈએ.

રોઝલુન્ડના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જંગલ જેવી જમીનમાં રમતા બાળકોની ત્વચા પર રોગ પેદા કરતા બેક્ટેરિયા ઓછા હતા.

આનું એક કારણ એ હોઈ શકે છે કે, તેમની ત્વચા પર અન્ય બેક્ટેરિયા વધુ સંખ્યામાં હાજર હતા.

તે કહે છે, 'જ્યારે ત્વચા પર પહેલાથી જ ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, ત્યારે ત્વચા પર ખરાબ બેક્ટેરિયાનું ફેલાવું અને વધુ પ્રમાણમાં થવા માટેની ઓછી જગ્યા હોય છે.'

આ ફાયદા ફક્ત બાળકોમાં જ જોવા મળતા નથી. એક અભ્યાસમાં પુખ્ત વયના લોકોને શિયાળા દરમિયાન ઘરની અંદર શાકભાજી ઉગાડવાનું કહેવામાં આવ્યું હતું.

Healthy Children Finland
hindi.news18.com

કેટલાકને એવી માટી આપવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોય.

બીજાને એ જ પ્રકારની માટી મળી હતી, પરંતુ તેમાં ઓછા બેક્ટેરિયા હતા. તે બધાએ એક મહિના સુધી દરરોજ છોડની સંભાળ રાખી હતી અને તેમણે ઉગાડેલી શાકભાજી ખાધી પણ હતી.

જે લોકોએ વિવિધ પ્રકારના બેક્ટેરિયા સાથે માટીમાં કામ કર્યું હતું તેમની ત્વચા પર વિવિધ પ્રકારના બેક્ટેરિયામાં વધારો જોવા મળ્યો હતો.

તેમના લોહીમાં 'સાયટોકાઇન્સ'માં પણ વધારો જોવા મળ્યો હતો, જે શરીરમાં જરૂરતથી વધારે સોજા આવવા ને અટકાવવામાં મદદ કરે છે. જો કે, જે લોકોએ અન્ય માટીનો ઉપયોગ કર્યો હતો તેમને આવા ફેરફારો જોવા મળ્યા ન હતા.

મીરા ગ્રૉનરૂસ કહે છે, 'જ્યારે હું મારા બાળકો સાથે બહાર જાઉં છું અને તેઓ પાઈન નટ્સ અથવા ઝાડની ડાળીઓ તોડે છે, ત્યારે હું તેમને રોકતી નથી. હું તેમને આ વસ્તુઓ ઘરે લાવવા અને તેમની સાથે રમવા પણ દઉં છું.'

About The Author

Related Posts

Top News

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને US-ઈરાન વાટાઘાટોને લગતી અનિશ્ચિતતાએ સતત બીજા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે....
Business 
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે....
National 
UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા...
Business 
આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન

મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની...
Politics 
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.