વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા માટે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જ્યાં દાવાના સમાધાનમાં 29 વર્ષ લાગ્યા. પર્સનલ એક્સિડેન્ટ કવર સાથે સંકળાયેલા આ કેસમાં, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC)એ આખરે વીમા કંપનીને પીડિત વ્યક્તિની વિધવા અને પરિવારને દાવાના સમાધાન તરીકે 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીએ જયપુર સ્થિત એક ઉદ્યોગપતિના પરિવારને ચૂકવવી પડશે, જેમણે માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કિશોરી લાલ શરણ ગર્ગનું 27 માર્ચ, 1997ના રોજ અવસાન થયું, જ્યારે તેમની કાર જયપુરથી દિલ્હી જતી વખતે ટ્રક સાથે સામસામે અથડાઈ ગઈ હતી. અકસ્માત સમયે તેમની પાસે ફક્ત એક જ નહીં, પરંતુ બે પર્સનલ એક્સિડેન્ટ0 કવર હતા. લગભગ ત્રણ દાયકા પછી આખરે દાવાનું સમાધાન થયું છે.

માર્ગ અકસ્માત અને ₹15 કરોડનો વિવાદ

કિશોરી લાલ શરણ ગર્ગ પાસે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ તરફથી ₹10 કરોડનું વ્યક્તિગત અકસ્માત કવર હતું, જે 11 ફેબ્રુઆરી, 1997 થી 10 ફેબ્રુઆરી, 1998 સુધી માન્ય હતું. તેમની પાસે નેશનલ ઇન્શ્યોરન્સની ₹5 કરોડની પોલિસી પણ હતી, જે 31 જાન્યુઆરી, 1997 થી 30 જાન્યુઆરી, 1998 સુધી માન્ય હતી. અકસ્માતમાં તેમના મૃત્યુ પછી, બંને વીમા કંપનીઓએ સર્વેયર, તપાસકર્તાઓ અને ડિટેક્ટિવ એજન્સીઓનો ઉપયોગ કરીને વ્યાપક તપાસ શરૂ કરી. આ તપાસ બાદ બંને વીમા કંપનીઓએ મહત્ત્વપૂર્ણ માહિતી છૂપાવવાના આરોપો, ખાસ કરીને અગાઉના વીમા દરખાસ્તો અને વીમાધારક વ્યક્તિની નાણાકીય પૃષ્ઠભૂમિના અધારે દાવાને નકારી કાઢવામાં આવ્યા હતા. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સે 16 જૂન, 2000ના રોજ દાવો ફગાવી દીધો હતો, જ્યારે નેશનલ ઇન્શ્યોરન્સે 29 સપ્ટેમ્બર, 2000ના રોજ તેમનો દાવો ફગાવી દીધો હતો.

court2
blog.ipleaders.in

પત્ની અને પરિવારનો ત્રણ દાયકાનો સંઘર્ષ

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દાવો નકાર્યા બાદ મૃતકની વિધવા, આશા ગર્ગે રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં કેસ દાખલ કર્યો હતો. આયોગે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ સામેની ફરિયાદ સ્વીકારતા 10 કરોડ રૂપિયાની ચૂકવણી અને 1 જુલાઈ, 1997 થી આજની તારીખ સુધી વાર્ષિક 9%ના દરે આ રકમ પર વ્યાજ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.  2005ના આદેશના કાર્યકારી ભાગમાં જણાવાયું હતું કે, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને ફરિયાદીઓને 9% પ્રતિવર્ષના દરે વ્યાજ અને 10 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવે છે.

જોકે, નેશનલ કમિશને નેશનલ ઇન્શ્યોરન્સ સામે 5 કરોડ રૂપિયાની પોલિસી અંગે દાખલ કરેલી અલગ ફરિયાદને ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને પક્ષોએ આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષોએ 2005ના આદેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો. જાન્યુઆરી 2017માં, સુપ્રીમ કોર્ટે NCDRC (રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ)ના અગાઉના નિર્ણયને રદ કર્યો અને કેસને નવી સુનાવણી માટે રાષ્ટ્રીય ગ્રાહક કમિશનને પાછો મોકલ્યો. સુપ્રીમ કોર્ટે કમિશનને બંને વીમા કંપનીઓના વિભાગીય, પ્રાદેશિક અને મુખ્ય કાર્યાલયોમાંથી પોલિસી પ્રપોઝલ ફોર્મ્સ અને આંતરિક સંદેશાવ્યવહાર સંબંધિત તમામ રેકોર્ડ મંગાવવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, અમારું માનવું છે કે આ એક યોગ્ય કેસ છે, જ્યાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે ફક્ત સોગંદનામાના આધારે કેસનો નિર્ણય લેવાને બદલે પુરાવા નોંધવા જોઇતા હતા.

insurance
reuters.com

રાષ્ટ્રીય ગ્રાહક કમિશન સમક્ષ પુનર્વિચારણા કાર્યવાહી દરમિયાન, ફરિયાદીઓએ વારંવાર તર્ક આપ્યો હતો કે વીમા કંપની મૂળ રૂપે છુપાવવામાં આવેલા અથવા ખોટી માહિતીવાળા અસલી દરખાસ્ત ફોર્મ્સ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય ગ્રાહક આયોગે નોંધ્યું હતું કે, વારંવાર નિર્દેશો આપવા છતા વીમા કંપની દરખાસ્ત ફોર્મ કે ડિસ્પેચ રજિસ્ટર શોધી શકી ન હતી. પરિણામે, ન્યાયાધીશ એ.પી. શાહી અને પ્રમુખ ભરત કુમાર પંડ્યાએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સને 9 ટકાના દરે વ્યાજ સાથે ₹10 કરોડનો દાવો ચૂકવવાનો આદેશ આપ્યો છે. પીડિત પરિવારનો રાષ્ટ્રીય વીમા સામેનો ₹5 કરોડનો દાવો ફગાવી દેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા...
National 
વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

હરિયાણાના હોડલના મિત્રોલ ગામમાં 85 વર્ષીય પત્નીના અંતિમ સંસ્કારમાં 25 વર્ષીય એક યુવકનું પહોંચવું ચર્ચાનો વિષય બની ગયું છે. ગામલોકોનું...
National 
પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે...
Tech and Auto 
ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટે હંગામો મચાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, સમુદ્રનું સ્તર વધવાથી કોલકાતા અને...
National 
ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.