પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

હરિયાણાના હોડલના મિત્રોલ ગામમાં 85 વર્ષીય પત્નીના અંતિમ સંસ્કારમાં 25 વર્ષીય એક યુવકનું પહોંચવું ચર્ચાનો વિષય બની ગયું છે. ગામલોકોનું કહેવું છે કે તે યુવાન પાછલા જન્મમાં શિક્ષક હતો અને એક અકસ્માતમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. રાજસ્થાનમાં પુનર્જન્મ લીધા પછી, તેને પોતાની પાછલી જિંદગી યાદ આવી તો હોડલ પહોંચી ગયો. વાસ્તવમાં મિત્રોલ ગામના રહેવાસી માસ્ટર હીરાલાલ પોતાના મોટા પૂત્ર જોગેન્દ્ર સિંહ ચૌહાણ સાથે 18 જાન્યુઆરી, 1987ના રોજ સાયકલથી હોડલ ગામ તરફ થઇ રહ્યા હતા, ત્યારે એક બસે તેમની સાયકલને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં માસ્ટર હીરાલાલનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનો પુત્ર જોગેન્દ્ર (તે સમયે 17 વર્ષનો) ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ જોગેન્દ્રને SDM ઓફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નોકરી મળી ગઇ.

Reincarnation-Story2
gemini.google.com

NBTના અહેવાલ મુજબ, જોગેન્દ્ર સિંહે જણાવ્યું કે 2001માં, તેમના પિતાનો જન્મ રાજસ્થાનના ભરતપુરના બડેસરા ગામમાં દેવીસિંહ ફોજદારના ઘરે થયો હતો. 2006માં, ચાર વર્ષનો બાળક આકાશ,તેમના ઘરે આવ્યો અને બધાને ઓળખ્યા. ત્યારબાદ 2006થી અત્યાર સુધી તે જૂના સંબંધોને માની રહ્યો છે. તેમણે જણાવ્યું તેમણે જ આકાશના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો છે અને આર્થિક મદદ પણ કરી છે. બધા સંબંધીઓ તેને પાછલા જન્મના સંબંધો અનુસાર માની રહ્યા છે. આકાશના વર્તમાન પિતા દેવી સિંહે જણાવ્યું કે તેની પત્ની સરોજે 2001માં છોકરાને જન્મ આપ્યો હતો. ચાર વર્ષની ઉંમરથી જ આકાશ કહેતો હતો કે, તેના બે પુત્રો અને એક પુત્રી છે. તેનું પાકુ ઘર બનેલું છે.

Reincarnation-Story1
gemini.google.com

જોગેન્દ્ર સિંહે જણાવ્યું કે તેની 85 વર્ષીય માતા ચમેલી દેવીનું 15 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેમણે તેમના પૂર્વ જન્મના પિતાને તેમના મૃત્યુ વિશે જાણ કરી. સમાચાર મળતા જ તે યુવાન અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો અને પરિવારને સાંત્વના આપી. આકાશે જણાવ્યું કે વર્ષ 1987માં એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું અને 15 વર્ષ પછી તેનો પુનર્જન્મ થયો; તેને બધું યાદ છે. હાલમાં, તે UPSC પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. પલવલ જિલ્લા તબીબી અધિકારી (જિલ્લા સિવિલ સર્જન) ડૉ. સતેન્દ્ર વશિષ્ઠે કહ્યું કે ચમેલી દેવી અને માસ્ટર હીરાલાલના મામમે ગે ઘણા પ્રશ્નો ઉભા થયા. જ્યારે ડૉક્ટરોની ટીમે તપાસ કરી ત્યારે ભૂતકાળના જીવન અંગેની વિગતો સચોટ હોવાનું જાણવા મળ્યું, જોકે વિજ્ઞાન તેમાં વિશ્વાસ કરતું નથી.

About The Author

Top News

વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા...
National 
વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

હરિયાણાના હોડલના મિત્રોલ ગામમાં 85 વર્ષીય પત્નીના અંતિમ સંસ્કારમાં 25 વર્ષીય એક યુવકનું પહોંચવું ચર્ચાનો વિષય બની ગયું છે. ગામલોકોનું...
National 
પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે...
Tech and Auto 
ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટે હંગામો મચાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, સમુદ્રનું સ્તર વધવાથી કોલકાતા અને...
National 
ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.