આશા ભોંસલેનું છેલ્લું ગીત રીલિઝ, અવસાન અગાઉ આ ફિલ્મ માટે કરેલું રેકોર્ડ

પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી, છતા તેમણે ગાયેલા ગીતો અત્યંત લોકપ્રિય છે. તેમનું 12 એપ્રિલ, 2026ના રોજ અવસાન થયું. 8 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ હતો, અને આ ખાસ પ્રસંગે આશા ભોંસલેનું એક ગીત રીલિઝ કરવામાં આવ્યું હતું. તેમણે આ ગીત 90 વર્ષની વયે રેકોર્ડ કર્યું હતું.

asha-bhosle1
bollywoodhungama.com

આ ગીતનું નામ એ મેરી જિંદગી, તુ છુપી હૈ કહાંછે. આ ગીતને દિગ્દર્શક હરીશ વ્યાસની ફિલ્મ ઓમ કા હરિ દર્શાવવામાં આયું છે, જેમાં સોની રાઝદાન, અંશુમન ઝા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકાઓમાં છે. ગીતની સાથે એક મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, દિવંગત ગાયિકાનું આ ગીત હવે યુટ્યુબ પર સ્ટ્રીમ કરી દેવામાં આવ્યું છે.

8 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ મુંબઈમાં આયોજિત ફિલ્મના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમમાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું અંતિમ ગીત રીલિઝ કરી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આશા ભોંસલેનો પડદા પાછળનો ભાગ (BTS) વીડિયો શેર કરવામાં આવ્યો હતો, અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ગીત આગામી ફિલ્મ ઓમ કા હરિમાં જોવા મળશે.

ફિલ્મના સમગ્ર સ્ટાર કાસ્ટ સ્વર્ગસ્થ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે સંગીત લોન્ચ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો ફિલ્મ નિર્માતાઓએ એવું પણ જણાવ્યું કે એ મેરી જિંદગી, તું છુપી હૈ કહાં ગીત ગાયિકા દ્વારા 2023માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ 90 વર્ષના હતા.

khade-hanumanji-temple3
bhaskar.com

સ્વર્ગસ્થ આશા ભોંસલેએ 2023માં આ ગીત રેકોર્ડ કર્યું હતું, અને તેનો એક BTS વીડિયો પણ રીલિઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં, તેઓ ગીતની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તાઇએ જણાવ્યું કે, મને નિર્દેશકનો ફોન આવ્યો અને કહ્યું હતું કે આ ગીત મોકલી રહ્યો છે. તાઈએ કહ્યું કે મેં જેવું જ ગીત સાંભળ્યું તો હાં કહી દીધી. તેમણે એમ પણ કહ્યું કે હું આ ગીત સતત ગાતી રહેતી હતી.

ઓમ કા હરિ’ ક્યારે રીલિઝ થશે?

ઓમ કા હરિ’ ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં સોની રાઝદાન, અંશુમન ઝા, રઘુબીર યાદવ અને આયેશા કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. આ ફિલ્મ હરીશ વ્યાસના નિર્દેશનમાં બનાવવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખની છેતરપિંડી

સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખ રૂપિયાનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે....
Gujarat 
સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખની છેતરપિંડી

શેર બજારમાં આજે મોટો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા, આ 3 કારણ જવાબદાર

ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 230 પોઈન્ટ અથવા 1% ઘટીને 23,255 પર ટ્રેડ કરી...
Business 
શેર બજારમાં આજે મોટો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા, આ 3 કારણ જવાબદાર

કોંગ્રેસે સવાલ પૂછ્યો- શું ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે? રૂપાણી સરકારની યાદ અપાવી, મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્ત્વના ગણાતા ગુજરાત ભાડા બિલ, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ...
Gujarat 
કોંગ્રેસે સવાલ પૂછ્યો- શું ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે?  રૂપાણી સરકારની યાદ અપાવી, મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણમાં 1424 ટકાનો ઉછાળો, 2 વર્ષમાં 60,354 લીટરથી વધુ દારૂ વેચાયો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી એરિયા શરૂ થયા બાદ વિદેશી દારૂના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો જોવા...
Gujarat 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણમાં 1424 ટકાનો ઉછાળો, 2 વર્ષમાં 60,354 લીટરથી વધુ દારૂ વેચાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.