- Tech and Auto
- Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા
Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા
5G સ્માર્ટફોનની કિંમતો એટલી વધી ગઈ છે કે મોબાઈલ માર્કેટમાં 4G સ્માર્ટફોનનું ફરીથી જોરદાર આગમન થઈ રહ્યું છે. આજની તારીખમાં તમાને સારો 5G ફોન જોઈતો હોય, તો તમારે ઓછામાં ઓછા રૂ.25,000નું બજેટ પકડી લો. સામાન્ય રીતે 4G ફોન માટે પણ તમારે લગભગ રૂ.10,000 ખર્ચવા પડે છે. એવામાં જો કોઇ ફોન માત્ર રૂ.299માં મળી જાય તો? તમે બિલકુલ સાચું વાંચ્યું, 4G ફોન એ પણ રૂ.299માં. આ ફોનનું નામ છે 'JioBharat 4G ફીચર ફોન', જેને રિલાયન્સ Jio ભારતમાં તેની કામગીરીના 10 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં મર્યાદિત સમય માટે ઓફર કરી રહ્યું છે.
જોકે જો તમે તેને ખરીદવા જશો તો પહેલા કિંમત રૂ.1,499 આપવા જ પડશે, પરંતુ Jio આ ડિવાઇસ સાથે લગભગ રૂ.1,200ની કિંમતના છ મહિનાનું મફત રિચાર્જ આપી રહ્યું છે. જો તમે ગણતરી કરો તો તેની કિંમત ઘટીને રૂ.299 થઈ જાય છે. આમાં દર મહિને 14GB ડેટા અને અનલિમિટેડ HD વોઈસ કોલ્સનો સમાવેશ થાય છે.
JioBharat 4G ફીચર ફોનમાં શું સુવિધા મળે છે?
તમને જણાવી દઇએ, પરંતુ પહેલા એક વાત જાણી લો. આ ડિવાઇસમાં ફક્ત ને ફક્ત Jio સિમ કાર્ડ ચાલશે. નવા-જૂનાની ચિંતા કરવાની જરૂર નથી. JioBharat સીરિઝમાં ઘણા મોડલ સામેલ છે, જેમ કે JioBharat A1, B1, B2 અને B3. કોલિંગ અને ટેક્સ્ટિંગ ઉપરાંત, જે લોકો પરંપરાગત કીપેડ ફોન પસંદ કરે છે. ફીચર ફોન હોવા છતા તેમાં મનોરંજન અને ડિજિટલ સેવાઓ મળશે.
આ ડિવાઇસમાં 2.4-ઇંચની ડિસ્પ્લે અને 2,000mAhની બેટરી છે. મનોરંજન માટે, યુઝર્સ JioTV દ્વારા 500થી વધુ ટીવી ચેનલો જોઈ શકે છે. JioHotstar લાઈવ ક્રિકેટ, મૂવીઝ અને વેબ સીરિઝનો આનંદ માણી શકાય છે. જો તમે સંગીતના શોખીન હોવ, તો તેમાં Jio Music પણ છે. તમે JioPayનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો. સુરક્ષા માટે 'Jio Safety Shield'માં સેફ કૉલિંગ અને લોકેશન મોનિટરિંગ જેવા ફીચર્સ મળે છે.
તમારા પરિવારમાં એવા ઘણા સભ્યો હશે જેમને માત્ર કૉલ કરવા માટે જ ફોનની જરૂર હોય છે; તેમના માટે આ એક ઉત્તમ ડીલ છે. જો તમારે વધુ ખર્ચ કર્યા વિના બીજા ફોનની જરૂર હોય, તો પણ આ એક યોગ્ય વિકલ્પ છે. અન્ય એક સારી વાત છે કે છ મહિના પછી, જ્યારે તમે ફોન રિચાર્જ કરશો, ત્યારે માત્ર રૂ.123માં 28 દિવસ માટે 14 GB ડેટા મળે છે. રૂ.1,234નું રિચાર્જ કરી નાખ્યું તો 336 દિવસ સુધી જોવાનું જ નહીં. Jioએ આ ડિવાઇસ માટે ખાસ રિચાર્જ પ્લાન્સ રજૂ કર્યા છે.

