‘કંગના રણૌતે મારી ઇમેજ ખરાબ કરી દીધી’, અંજલિ અરોડાએ લગાવ્યો ગંભીર આરોપ

રિયાલિટી શૉ 'લોક અપ' પોતાની ઓળખ ઉભી કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અંજલિ અરોડા ફરી એકવાર ચર્ચામાં છે. ભલે શૉ પૂરો થયો તેનો ઘણો સમય વીતી ગયો હોય, પરંતુ તે દરમિયાન બનેલી ઘટનાઓમો દર્દ આજે પણ અંજલિના દિલમાં તાજી છે. પ્રિયંકા શર્માએ તાજેતરમાં આપેલા ઇન્ટર્વ્યૂ દરમિયાન, અંજલિએ ખુલીને વાત કરી અને કંગના રણૌત પર તેની ઇમેજ ખરાબ કરવાનો સીધો આરોપ લગાવ્યો. અંજલિએ જણાવ્યું કે તે સમયની અમુક કેટલીક વાતો અને શૉનું નરેટિવ આજે પણ પીછો છોડી રહ્યું નથી, જેના કારણે તેને આજે પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

અંજલિએ વાતચીતની શરૂઆતમાં સ્પષ્ટ કર્યું કે તે હજુ પણ કંગના રણૌતનું ખૂબ સન્માન કરે છે અને તેમને એક અત્યંત સફળ વ્યક્તિ માને છે. જોકે, તેણે એ પણ સ્વીકાર્યું કે તેની ઇમેજ ખરાબ કરવામાં કંગનાની મહત્ત્વની ભૂમિકા હતી. અંજલિના જણાવ્યા અનુસાર, જ્યારે તે શૉમાં ગઈ હતી, ત્યારે તે ખૂબ નાની હતી અને દુનિયાદારીની તેને ખાસ સમજ નહોતી. ઓછા સમયમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવ્યા બાદ તે સીધી રિયાલિટી શૉનો હિસ્સો બની ગઇ હતી, જ્યાં તેની સાથે જે થયું તેણે તેને અંદરથી હચમચાવી નાખી હતી.

anjali-arora2
facebook.com/anjimaxuofficially

પોતાના પર લાગેલા વિવાદાસ્પદ આરોપો પાછળની સંપૂર્ણ કહાની જણાવતા અંજલિએ જણાવ્યું કે શૉમાં એન્ટ્રી પહેલા જ તેની ટીમે સીક્રેટ્સ માંગ્યા હતી. જ્યારે તેણે કહ્યું કે તેની પાસે છુપાવવા જેવું કોઈ મોટું સીક્રેટ્સ નથી, ત્યારે શૉના નિર્માતાઓ અને તેની ટીમે તેને કંઈક નવું જણાવવા કહ્યું. અંજલિના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે રશિયા જવા અને ત્યાં મ્યૂઝિક વીડિયો શૂટ કરવાની વાત જણાવી ત્યારે ત્યારે ટીમે એક પ્રોપર કહાની ક્રિએટ કરાવી. તેમણે રશિયાના એક કિસ્સાને તોડી-મરોડીને રજૂ કર્યો, જેને બાદમાં કંગના રણૌતે શૉ દરમિયાન જનતા સમક્ષ તદ્દન અલગ રીતે રજૂ કર્યો.

અંજલિએ જણાવ્યું કે તે સમયે તેને ખ્યાલ નહોતો કે TRP માટે એક સામાન્ય ઘટનાને આટલી મોટી બનાવી દેવામાં આવશે. તેણે માત્ર રશિયામાં કરન્સી એક્સચેન્જ સાથે જોડાયેલો સામાન્ય કિસ્સો કહ્યો હતો, પરંતુ શૉમાં તેને એવી રીતે રજૂ કરવામાં આવ્યો કે જેનાથી તેની સમગ્ર પ્રતિષ્ઠા પર ડાઘ લાગી ગયો. અભિનેત્રીએ કહ્યું કે, રશિયામાં, મેં કરન્સી એક્સચેન્જ કરાવવા માટે રિસેપ્શનિસ્ટ પાસેથી રૂ.5,000 લીધા હતા. બાદમાં, શૉ દરમિયાન કંગના રણૌતે આ વાતને એવી રીતે રજૂ કરી. 'તું 5,000માં જતી રહી.' અને તે ત્યાં મને ખબર નહોતી કે તેનો શું જવાબ આપવાનો છે, કેવી રીતે તેને પોટ્રે કરવાનું છે.

anjali-arora3
facebook.com

સામાન્ય રીતે લોકો એવી આશા રાખતા હોય છે કે સમય જતા બધું સુધરી જશે, પરંતુ અંજલિના કિસ્સામાં આવું ન થયું. તેનું કહેવું છે કે શૉ પૂરો થયાને પાંચ વર્ષ વીતી ગયા હોવા છતા, લોકો હજુ પણ તે જૂની વાતને ધસડે છે. સોશિયલ મીડિયાના કમેન્ટ સેક્શનમાં આજે પણ ખરાબ ટોણાં અને વાતો સાંભળવા મળે છે, જેના કારણે તેને માનસિક તકલીફ થાય છે. અંજલિની આ વ્યથા દર્શાવે છે કે ડિજિટલ દુનિયાની ચમક-દમક પાછળ કલાકારોએ ઘણીવાર કેટલી ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

રવિવારે, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી અને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી...
World 
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓમાં પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મોટી જીત મેળવી છે. રાજ્ય...
National 
તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

છેલ્લા 6 મહિનામાં, નવ પેની સ્ટોક્સે 25 ટકાથી 315 ટકા સુધીનું વળતર આપ્યું છે. અહીં રૂ. 1,000 કરોડથી ઓછી...
Business 
આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે

ઈલોન મસ્કે જણાવ્યું છે કે મુકેશ અંબાણીની સસ્તા દર વાળી રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેઓ ભારતમાં પોતાની ઉપગ્રહ ઇન્ટરનેટ...
JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.