સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા તો આવી ઘટનાના પ્રત્યક્ષદર્શી બન્યા હશો. ત્યારે ત્યજી દેવાયેલી એક બાળા માટે સુરત પોલીસ દેવદૂત સમાન બની છે અને તેની છઠ્ઠી વિધિ પૂર્ણ કરી માનવતા મહેકાવી દીધી છે.   

થોડા દિવસ સુરતના દેલાડવા તળાવ પાસે એક માસૂમ બાળકીને ત્યજી દેવાઈ હતી. હવે આ ત્યજી દેવાયેલી માસૂમ બાળકી માટે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'છઠ્ઠી' કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/DTZxB4-jlRj/?utm_source=ig_web_copy_link

લગભગ 6 દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ કયા સંજોગોમાં છોડી દીધી? કારણ શું હતું? તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતા જ ડીંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી.

ડીંડોલી પોલીસ મથકના PI આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડાં ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા.

surat police
instagram.com/yugabhiyaantimes

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં ત્યજી દેવાયેલા બાળકોને રિમાન્ડ હોમ મોકલી દેવાતા હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી. બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ, ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની છઠ્ઠી વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. નામકરણની વિધિમાં DCP, ACP સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રહ્યા હાજર રહ્યો હતો અને ખૂબ જ ભવ્ય રીતે ડેકોરેશન કરી સુરત પોલીસે કરી હસ્તીની નામકરણ વિધિ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ 'હસ્તી'ની સારસંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. 'હસ્તી' નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. સુરત પોલીસ માત્ર નામ પાડીને અટકી નથી, પરંતુ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આયોજન કર્યું છે. બાળકીનું એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે, જેથી બાળકી મોટી થાય ત્યારે તેની પાસે ભવિષ્ય માટે ભંડોળ હોય

surat police
instagram.com/connectgujarat

એક તરફ લોહીના સંબંધોએ બાળકીને તરછોડી દીધી છે, તો બીજી ખાખી વર્દીધારીઓએ માનવતાના સંબંધે તેને અપનાવી લીધી છે. સુરત પોલીસની આ કામગીરીની આજે સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રશંસા થઈ રહી છે. હાલ પોલીસ દ્વારા બાળકીની સગી માતાની શોધખોળ પણ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

Toyotaએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કર્યું છે. આ એક એક પિકઅપ ટ્રક છે. આપણે વાત કરી રહ્યા...
Tech and Auto 
 Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50...
Politics 
પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આરોપ લગાવ્યો કે, તેના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધરપકડની...
National 
CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના...
National 
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.