- Tech and Auto
- Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત
Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત
Toyotaએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કર્યું છે. આ એક એક પિકઅપ ટ્રક છે. આપણે વાત કરી રહ્યા છીએ Toyota Hiluxની, જે હવે તેના નવા અવતારમાં ભારતમાં આવી ગઇ છે. આમ તો કંપનીએ આ ટ્રકને વૈશ્વિક બજારોમાં પહેલેથી જ ઉતારી ચૂકી છે, ત્યારે ભારતીય બજારમાં તેની એન્ટ્રી ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
આ કારની 9મી પેઢી છે. નવી પિકઅપ ટ્રકમાં ફરીથી ડિઝાઇન કરાયેલ એક્સટીરિયર અને ઇન્ટીરિયર મળે છે. આ ઉપરાંત કંપનીએ આમા નવીનતમ તકનીક અને સુવિધાઓનો ઉમેરો કર્યો છે. જો કે, અત્યારે પણ આ ગાડી IMV બોડી-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ પર આવે રહી છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો.
કિંમત શું છે?
Toyota Hiluxને કંપનીએ ₹31,99,000 (GX 4x2 ઓટોમેટિક વેરિયન્ટ માટે) ની પ્રારંભિક એક્સ-શૉરૂમ કિંમત સાથે લોન્ચ કર્યું છે. તો કાર GX 4x4 ઓટોમેટિક વેરિયન્ટની કિંમત ₹33,69,000 (એક્સ-શૉરૂમ) છે, જ્યારે VX 4x4 ઓટોમેટિક ₹36,69,000ના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી છે.
એક્સટીરિયરમાં નવું શું છે?
નવી Hiluxમાં વધુ એપરાઇટ ફ્રન્ટ-એ ડિઝાઇન સાથે આવે છે, જેમાં સ્લીક LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. તેમાં હનીકોમ્બ-પેટર્નવાળી ગ્રિલ છે, અને આગળના ભાગમાં બ્રાન્ડના લોગોને બદલે Toyota લખેલું મળશે. પિકઅપમાં બ્લેક વ્હીલ આર્ચ ક્લેડિંગ, રોલ બાર્સ, નવા 18-ઇંચ એલોય વ્હીલ્સ અને ફૂટબોર્ડ્સથી સજ્જ છે.
પાછળ કારમાં LED ટેલ લેમ્પ્સ આપવામાં આવ્ય છે, જે C-આકારના DRL સિગ્નેચર અને Toyota લેટરિંગ સાથે આવે છે. તેમાં ફરીથી ડિઝાઇન કરેલું બમ્પર પણ છે, જે ઇન્ટિગ્રેટેડ સ્ટેપ સાથે આવે છે. આનાથી પિકઅપના કાર્ગો બેડ પર ચઢવાનું સરળ થઇ જાય છે. પિકઅપ ટ્રક 6 રંગો- સલ્ફર મેટાલિક, પ્લેટિનમ પર્લ વ્હાઇટ મેટાલિક, એટિટ્યૂડ બ્લેક, એશ, ઇમોશનલ રેડ અને સુપર વ્હાઇટમાં ઉપલબ્ધ છે.
ઇન્ટીરિયર અને ફીચર્સ
Hiluxના કેબિનની વાત કરીએ તો, તેમાં 12.3 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને 12.3 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે મળે છે. આ કારમાં Toyota લોગો ધરાવતા 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળે છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ Toyota સ્માર્ટ કનેક્ટથી સજ્જ છે. પિકઅપમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, વાયરલેસ ચાર્જિંગ, ડ્યૂઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, મલ્ટી-ટેરેન મોડ્સ, OTA અપડેટ્સ, 360-ડિગ્રી કેમેરા અને ADAS જેવા ફીચર્સ મળે છે.
2026 Toyota Hiluxમાં પહેલા વાળું 2.8 લિટરનું ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન જાળવી રાખવામાં આવ્યું છે, જે 204hp પાવર અને 500nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. હિલક્સમાં 4x2 અને 4x4 ડ્રાઇવટ્રેન બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

