- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 03-07-2026
દિવસ: શુક્રવાર
મેષ: કાર્યક્ષેત્ર અને સંબંધોમાં હાજર રહેવામાં દિનચર્ચામાં ફેરફાર થશે, ગુસ્સા પર કાબુ રાખવો, સાંધા ના દુખાવા જેવા દર્દ થાય.
વૃષભ: આજે કોઇ મિત્ર કે સંબંધીને આર્થિક મદદની જરૂર પડી શકે, પરોપકારી સ્વભાવથી તમે મદદ કરશો પણ તમારી આર્થિક સ્થિતિની પરિસ્થિતી જોઇ વિચારી કરજો.
મિથુન: આજનો દિવસ સારો રહેવા છતાં તમે સ્વભાવમાં સ્વાર્થ સિદ્વિની ભાવના ચોક્કસ રહેશે, કાર્યક્ષેત્રમાં પણ આર્થિક લાભ ચોકક્સ રહેશે.
કર્ક: આજે તમને પાછળ મળેલી અસફળતાના લીધે ધર્મથી પરે થવાનું મન થાય, મન અશાંત રહેશે, ધંધા-વ્યાપારમાં નવા સંપર્કથી થોડી રાહત મળશે.
સિંહ: તમને અનુકુળ દિવસ રહેશે, તમારો આધ્યાત્મિકમાં રસ અને પરોપકારી સ્વભાવ કોઇ શુભ કાર્ય કરાવશે, માન-સન્માનમાં વૃદ્વિ થાય.
કન્યા: તમારા આચરણમાં સુધારો લાવશો, ખર્ચ ઘરમાં કરશો.
તુલા: આજે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, કોઇપણ કાર્યમાં આર્થિક વિઘ્ન આવી શકે છે, કાર્યક્ષેત્ર પર પ્રતિસ્પર્ધી હાવી રહેશે.
વૃશ્વિક: સ્વાસ્થ્ય સંબંધી લાપરવાહીથી બચવું વધારે પરિશ્રમથી દૂર રહેવું, વ્યવસાયમાં કોઇ વાયદો પુરો ન થવાથી મનમાં ભય રહેશે, દૈનિક ખર્ચથી પુરતી થાય, જીવનસાથીથી મદદ મળી રહે.
ધન: સ્વભાવમાં લાપરવાહીના કારણે લાભ ગુમાવશો, શર્દી-ખાંસી જેવા દર્દ થાય.
મકર: ધન ધાન્યમાં વૃદ્વિ થાય, આજે ભૌતિક સુખ લાભ પણ મળે, કાર્યક્ષેત્રથી આકસ્મિક લાભ મળે, સહકર્મચારીઓથી નરમ વ્યવહાર રાખવો.
કુંભ: આજનો દિવસ કોઇ નવી સમસ્યા લઇને આવે,સંતાન તરફથી અવ્યવહાર થાય, માનસિક તણાવ થાય.
મીન: ખોટા માર્ગદર્શનથી આજે લાભની જગ્યાએ હાનિ ન થાય તે જોજો, સરકારી કામોમાં રાહત મળે.

