તારીખ: 22-06-2026
દિવસ: સોમવાર
મેષ: આપના મનના મનોરથો અધૂરા ન રહી જાય તે માટે સક્રિય રહેવું, નાણા ભીડ વધે, વાદ-વિવાદ ટાળવો.
વૃષભ: આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય, શાંતિનો અનુભવ કરી શકશો, લાભની તક મળે.
મિથુન: આપના પ્રયત્નો સફળ થતા જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા લાગે, ખર્ચ-ખરીદીના પ્રસંગ બને.
કર્ક: આત્મિવિશ્વાસ અને હિંમતથી નવી રાહો બનશે, ધીરજ વધારવી, પ્રવાસ કરવો નહીં.
સિંહ: લોભ-લાલચના પડવું નહીં, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે, નાણાકીય ચિંતા દૂર થાય.
કન્યા: માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે, પ્રયત્નોમાં ઉત્સાહ વધારવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
તુલા: મહત્ત્વની કામગીરીને આગળ વધારી શકશો, આરોગ્યની કાળજી લેવી, ખર્ચનો વધારો ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃશ્વિક: ધીરજ અને શાંત ચિંત્તથી આગળ વધશો તો તણાવ દૂર થશે, આરોગ્ય સારું રહેશે.
ધન: મંદ-મંદ ગતિએ તમારા સંજોગો બદલાતા જણાય, તમારું ટેન્શન હળવું બનતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે.
મકર: ધન લાભ માટે ટૂંકા રસ્તા લેવા નહીં, લાગણીઓને ઠેસ પહોંચતી લાગે.
કુંભ: આવક કરતા જાવક વધતી જણાય, ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં, પ્રવાસથી લાભ પ્રાપ્ત થાય.
મીન: કૌટુંબિક સમસ્યા સુધરતી જણાય, ચિંતાના વાદળો દૂર થતા લાગે, તબિયતમાં સુધારો થાય.