‘વૈભવ સૂર્યવંશી જેવા બનવું એ મૂર્ખતા છે...’, RCB સ્ટારે આવું કેમ કહ્યું?

IPL 2026ની સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. આ ખેલાડીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 53 છગ્ગા ફટકાર્યા છે. આ વચ્ચે RCBના બેટ્સમેન દેવદત્ત પડિક્કલે સૂર્યવંશી વિશે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરીતા કહ્યું કે તેની નકલ કરવી મૂર્ખતા હશે. JioCinemaને આપેલા ઇન્ટર્વ્યૂમાં પડિક્કલે સૂર્યવંશીને ખૂબ જ શાનદાર ખેલાડી ગણાવ્યો અને સાથે જ ક્રિકેટરોને ચેતવણી આપી કે તેના જેવું બનવાનો પ્રયાસ કરવો એ ભૂલ હશે, કારણ કે સૂર્યવંશી સંપૂર્ણપણે અલગ સ્તરનો ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશી વિશે મોટું નિવેદન આપતા દેવદત્ત પડિક્કલે કહ્યું કે, ‘જે વૈભવ સૂર્યવંશી કરી રહ્યો છે તે ખૂબ જ અનોખું છે. આ ઉંમરે આ પ્રકારની તાકત અને વિસ્ફોટક થવું એક ખાસ વસ્તુ છે. કોઈપણ વ્યક્તિ માટે તેની કોપી કરવાનો પ્રયાસ કરશે તો તે મૂર્ખતા હશે. તે એક પ્રતિભા છે જે તમને દરેક જગ્યાએ જોવા મળતી નથી.

padikkal
livemint.com

વૈભવ સૂર્યવંશી પોતાના બેટથી IPLમાં આગ લગાવી રહ્યો છે. આ ખેલાડી 13 મેચોમાં 236થી વધુની સ્ટ્રાઇક રેટ અને 44.53ની સરેરાશથી 579 રન બનાવી ચૂક્યો છે. સૂર્યવંશીના બેટથી એક સદી અને 3 અડધી સદી નીકળી છે. આ સીઝનમાં 53 છગ્ગા અને 50 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યવંશી ઓરેન્જ કેપની રેસમાં છે; હાલમાં તેની આગળ શુભમન ગિલ અને સાઈ સુદર્શન છે, જેમણે 600થી વધુ રન બનાવ્યા છે. જોકે, વૈભવ સૂર્યવંશીનો હાલમાં મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાન રોયલ્સને કોઇક રીતે પ્લેઓફમાં લઈ જવાનું છે, જેના માટે ટીમને કોઈપણ કિંમતે તેમની અંતિમ લીગ મેચ જીતવી પડશે.

suryavanshi
BCCI

આગામી મેચ રાજસ્થાન રોયલ્સ માટે કરો યા મરો જેવી છે. ટીમ 24 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ બંને ટીમો વચ્ચેની અગાઉની મેચ 7 એપ્રિલના રોજ થઇ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સે 27 રનથી જીત મેળવી હતી. આ મેચ 11-11 ઓવરની થઇ હતી; પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 150 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈની ટીમ ફક્ત 123 રન જ બનાવી શકી હતી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 39 રન બનાવ્યા હતા, જ્યારે યશસ્વી જાયસ્વાલે સૌથી વધું અણનમ 77 રન બનોવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં...
Sports 
ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.