દિલજીત દોસાંઝના નામે અમેરિકામાં રાખવામાં આવશે જાહેર રજા, સન્માન મેળવ્યા બાદ ભાવુક થયો સિંગર

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં પોતાના અવાજનો જાદુ વિખેરી રહ્યો છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝે હવે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. દિલજીતના ગીતો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UK જેવા મોટા શહેરોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

Diljit-Dosanjh2
indiatoday.in

પંજાબી સિંગર દિલજીત દોસાંઝે એકલા હાથે પંજાબી સંસ્કૃતિને દુનિયાભરમાં એક અલગ ઓળખ અપાવી છે. તો હવે અમેરિકાએ દિલજીતને એક એવું સન્માન આપ્યું છે, જેને મેળવ્યા બાદ સિંગર ખૂબ જ ભાવુક થઈ ગયો છે. સિંગર દિલજીત દોસાંઝને અમેરિકાએ આવું સન્માન આપ્યું છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, હોલિવુડના ગઢ તરીકે ઓળખાતા લોસ એન્જલસમાં દિલજીતને મોટું સન્માન મળ્યું છે. સિંગરના જન્મદિવસ પર રજા જાહેર કરવામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TEAM DOSANJH (@teamdiljitglobal)

તમને જણાવી દઈએ કે દિલજીતનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ થયો હતો. આનો મતલબ સ્પષ્ટ છે કે લોસ એન્જલસ સીટીમાં 6 જાન્યુઆરીને દિલજીત દોસાંઝ ડે જાહેર કરવામાં આવ્યો છે. સિંગર માટે આ સન્માનની જાહેરાત કાઉન્સિલ વુમન મોનિકા રોડ્રિગ્ઝે એક શહેરના એક પ્રસ્તાવ પછી કરી છે.

Diljit-Dosanjh
hindustantimes.com

ઉલ્લેખનીય છે કે કોઈપણ ભારતીય અને પંજાબી કલાકાર માટે આ સન્માન ખૂબ મોટું છે. આ વિશે વાત કરતા દિલજીત દોસાંઝે એક પોસ્ટ શેર કરી છે, જેમાં આ માહિતી શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં દિલજીત ખૂબ જ ભાવુક દેખાય છે. જો કે હવે આ સમાચાર સાંભળીને તેના ફેન્સ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હવે સિંગરને તેના મિત્રો, સંબંધીઓ અને કો-સ્ટાર્સ અઢળક શુભચ્છાઓ આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંઝની ફિલ્મ 'મેં વાપસ આઉંગા' આ દિવસોમાં સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.