- World
- હવે ટ્રમ્પે કરી અસલી વાત, વેનેઝુએલા પર અમેરિકા રાજ કરવાનું છે, ત્યાંના ઓઈલને...
હવે ટ્રમ્પે કરી અસલી વાત, વેનેઝુએલા પર અમેરિકા રાજ કરવાનું છે, ત્યાંના ઓઈલને...
‘અમે ત્યાં સુધી દેશ ચલાવીશું, જ્યાં સુધી અમે સુરક્ષિત, ન્યાયી અને વિચારશીલ સત્તા પરિવર્તન નહીં કરી દઇએ.’ આ જાહેરાત સાથે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે વેનેઝુએલાને અમેરિકા ચલાવશે. પરંતુ ક્યાં સુધી? ટ્રમ્પના નિવેદન પર ધ્યાન આપીએ તો આ વેનેઝુએલાને લઈને તેમનો ‘અનિશ્ચિત કબજા’નો પ્લાન છે. વેનેઝુએલા ચલાવવા માટે કોઈ સમય મર્યાદા નથી, કોઈ સ્પષ્ટ બ્લુપ્રિન્ટ નથી. અત્યાર સુધી, ફક્ત મીડિયા સમક્ષ ટ્રમ્પના દાવાઓ અને તેમની સેનાની પકડમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ છે.
શનિવાર, 3 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કર્યો હતો. અમેરિકન સેનાએ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તેમના ઘરેથી ધરપકડ કરી. ધ ગાર્ડિયન અનુસાર, આ લશ્કરી કાર્યવાહીમાં અમેરિકના 150થી વધુ વિમાનો અને સ્પેશિયલ ઓપરેશન્સ ટીમોએ અંજામ આપ્યો હતો.
https://twitter.com/WhiteHouse/status/2007501848358596656?s=20
3 જાન્યુઆરીના રોજ, ફ્લોરિડાના પામ બીચમાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને એક પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે મિશનને સંપૂર્ણ સફળ જાહેર કર્યું. તેમણે દાવો કર્યો હતો કે માદુરો સામેના ઓપરેશનમાં કોઈ અમેરિકન સૈનિકે જીવ ગુમાવ્યો નથી. જોકે, અમેરિકાએ તેના એક વિમાનને નુકસાન થયું હોવાની વાત સ્વીકારી છે. આ ઉપરાંત, CBS ન્યૂઝે અહેવાલમાં કેટલાક અમેરિકન સૈનિકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે.
ભારતે પણ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવ અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. 3 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વેનેઝુએલાની બિન-આવશ્યક મુસાફરી કરતા બચે. તમામ ભારતીય, જે કોઈપણ કારણોસર વેનેઝુએલામાં છે તો તેમને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ખૂબ સાવધાની રાખે, પોતાની અવરજવર મર્યાદિત રાખો અને કારાકાસમાં ભારતીય દૂતાવાસ સાથે Email ID: cons.caracas@mea.gov.in અથવા કટોકટી ફોન નંબર +58-412-9584288 (વોટ્સએપ કોલ્સ માટે પણ) દ્વારા સંપર્કમાં રહેવા રહો.’
ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પર પાછા આવીએ. વેનેઝુએલા પર શાસન કરવાના તેમના દાવાઓ વચ્ચે વેનેઝુએલાના તેલ ભંડારો પર ટ્રમ્પની બગડતી નિયત કોઈથી છૂપી નથી. કારણ કે તેમણે છુપાવી જ નથી.. ટ્રમ્પે ખુલ્લેઆમ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારોને ‘કબજે’ કરીને ખૂબ પૈસા બનાવશે. હકીકતમાં, વાતો વાતોમાં વેનેઝુએલા ચલાવવાથી નીકળીને વેનેઝુએલાના તેલ કબજે કરવા તરફ વળી ગઈ. ટ્રમ્પે વેનેઝુએ પાક્કો ઇરાદો વ્યક્ત કરતાં કહ્યું કે, અમેરિકન તેલ કંપનીઓ વેનેઝુએલા જશે.
તો નિકોલસ માદુરોની ધરપકડ બાદ, એવી ચર્ચા ચાલી રહી હતી કે 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને વેનેઝુએલાનું શાસન સોંપવામાં આવી શકે છે. જોકે, ટ્રમ્પે તેમને પણ મોટો ઝટકો આપી દીધો. માદુરો પકડવાથી મનમાં ને મનમાં ખુશ થયેલા મચાડોનું સપનું જરૂર તૂટી ગયું હશે, જ્યારે ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘મને લાગે છે કે તેમના (મારિયા કોરિના માચાડો) માટે નેતા (વેનેઝુએલાના રાષ્ટ્રપતિ) બનવું ખૂબ મુશ્કેલ હશે. તેમને દેશમાં ન તો સપોર્ટ છે કે ન તો સન્માન મળે છે.’
મતલબ કે ટ્રમ્પ તરફથી મચાડોનું પત્તું સ્પષ્ટ થઈ ગયું છે. તો, માદુરોની ગેરહાજરીમાં વેનેઝુએલાના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ડેલ્સી રોડ્રિગ્ઝ વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે રોડ્રિગ્ઝને રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવવામાં આવ્યા છે. આ છતા રોડ્રિગ્ઝે સ્પષ્ટપણે કહ્યું કે, ‘વેનેઝુએલામાં ફક્ત એક જ રાષ્ટ્રપતિ છે, અને તેમનું નામ નિકોલસ માદુરો છે.’
ડેલ્સી રોડ્રિગ્ઝનું નિવેદન આવ્યું ટ્રમ્પના એ નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે રોડ્રિગ્ઝે અમેરિકના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલાના નેતા અમેરિકાની માંગણીઓ મુજબ કામ કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે, ‘માર્કો સીધા આના પર કામ કરી રહ્યા છે. હમણાં જ તેમની (ડેલ્સી રોડ્રિગ્ઝ) સાથે વાત થઈ છે, અને તેઓ મૂળભૂત રીતે એજ કરવા તૈયાર છે, જે અમને લાગે છે કે વેનેઝુએલાને ફરીથી મહાન બનાવવા માટે જે જરૂરી છે.’
જોકે, ડેલ્સી રોડ્રિગ્ઝે પાછળથી ટ્રમ્પના બધા દાવાઓને નકારી કાઢ્યા. BBCના અહેવાલ મુજબ રોડ્રિગ્ઝે કહ્યું કે, ‘અમારા વેનેઝુએલા માટે, અમારા લોકો માટે: અહીં સ્પષ્ટપણે એક સરકાર છે... વેનેઝુએલા સન્માનજનક અને કાયદાકીય સંવાદ માટે તૈયાર છે.’ તેમણે અમેરિકાના હુમલાની નિંદા કરી, તેને ‘બર્બર સામ્રાજ્યવાદી હુમલો’ ગણાવ્યો. તેમણે કહ્યું કે દેશની સંરક્ષણ પરિષદ સક્રિય કરી દેવામાં આવી છે. આગામી કલાકોમાં સરકાર તરફથી વધુ જવાબોની અપેક્ષા રાખી શકાય છે. તેમણે માદુરો અને તેમની પત્નીને અમેરિકામાંથી તાત્કાલિક મુક્ત કરવાની પણ માંગ કરી.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સના 5 મોટી વાતો
1. અમેરિકા વેનેઝુએલા ચલાવશે: ટ્રમ્પે કહ્યું હતું અમેરિકા ત્યાં સુધી વેનેઝુએલા ચલાવશે, જ્યાં સુધી કે સત્તાનું સુરક્ષિત, ન્યાયી અને સમજદારીભર્યો બદલાવ નહીં થાય. તેમને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકા આ કેવી રીતે કરશે, પરંતુ તેમણે કોઈ વિગતો આપી નહોતી.
2. તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકન કંપનીઓ વેનેઝુએલા જશે અને તેના તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ કરશે. આનાથી અમેરિકાની કમાણી થશે. આમ કરીને, અમેરિકા લાંબા સમયથી થયેલા નુકસાનની ભરપાઈ કરશે. ટ્રમ્પે કહ્યું, અમે એવા દેશોથી ઘેરાયેલા રહેવા માંગીએ છીએ જે દુનિયાભરમાં અમારા બધા દુશ્મનોને આશ્રય આપી રહ્યા ન હોય. આવું જ થઈ રહ્યું હતું. અને તમે એવું નથી ઇચ્છતા. પરંતુ અમે ફરીથી બનાવવા જઈ રહ્યા છીએ, અને અમે કોઈ પૈસા ખર્ચી રહ્યા નથી.
તેલ કંપનીઓ અંદર જશે. તેઓ પૈસા ખર્ચ કરશે. તેઓ કરશે. આપણે તે તેલ પાછું લઈશું જે, સાચું કહું તો આપણે ઘણા સમય પહેલા પાછું લઈ લેવું જોઈતું હતું. જમીનમાંથી ઘણા પૈસા નીકળી રહ્યા છે. બધી વસ્તુની ભરપાઈ થશે. આપણે જે ખર્ચ કરીશું, બધાની ભરપાઈ થશે.’
3. અમેરિકા બીજા હુમલા માટે તૈયાર: તેમણે કહ્યું કે અમેરિકા વેનેઝુએલા પર બીજા હુમલા માટે તૈયાર છે, જે એક મોટો હુમલો હશે. હવે કદાચ તેની જરૂર નહીં પડે.
4. ભાગીદારી: ટ્રમ્પે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ભાગીદારીની વાત કરી, જેનાથી તેમનું માનવું હતું કે વેનેઝુએલાના લોકોને ‘સમૃદ્ધ, આઝાદ અને સુરક્ષિત’ બનશે. તેમણે માદુરોને ‘ગેરકાયદેસર સરમુખત્યાર’ કહ્યા.
5. આગળ શું?: અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે માદુરો અને તેમની પત્નીને ડ્રગ હેરફેરના આરોપોનો સામનો કરવા માટે ન્યુયોર્ક લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, માદુરોએ અગાઉ ડ્રગ કાર્ટેલના લીડર હોવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

