આસામમાં કોંગ્રેસે બદલી ટિકિટ પસંદગી ફોર્મ્યુલા; શું હારમાંથી શીખ લીધી કે આ જ તેમનો છેલ્લો ઉપાય!

1950 અને 1960ના દાયકામાં, કોંગ્રેસના ટિકિટ વિતરણ રાજ્ય કોંગ્રેસ સમિતિઓની ભલામણો પર કરવામાં આવતું હતું. આ સ્થાનિક નેતાઓનો ત્યાંનો પ્રભાવ અને હાઈકમાન્ડની અંતિમ મંજૂરીનું મિશ્રણ હતું. જોકે, હવે સમય બદલાયો છે અને ટિકિટ વિતરણ ફોર્મ્યુલા પણ બદલાઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં કારમી હાર પછી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે આસામમાં એક નવું ફોર્મ્યુલા લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે. નવા ફોર્મ્યુલા મુજબ, કોંગ્રેસ પાયાના સ્તરેથી મેળવેલા પ્રતિભાવના આધારે ઉમેદવારોને ચૂંટણીના રણમેદાનમાં ઉતારશે.

Priyanka-Assam-Congress1
livehindustan.com

પ્રિયંકા ગાંધી રાજ્યમાં પાર્ટી ઉમેદવારો માટે સ્ક્રીનીંગ કમિટીનું નેતૃત્વ કરી રહ્યા છે. તે કોંગ્રેસના નેતાઓ અને સ્ક્રીનીંગ પેનલ સાથે બેઠકો પણ કરશે. નવી સિસ્ટમ હેઠળ, પ્રિયંકા ગાંધીની સમિતિના સભ્યોએ સંભવિત ઉમેદવારો પરની ફીડબેક લેવા માટે રાજ્યભરમાં ઘણું ફરવું પડશે. સમિતિના સભ્યોમાં સાંસદો સપ્તગીરી શંકર ઉલકા, ઇમરાન મસૂદ અને વરિષ્ઠ નેતા સિરીવેલ્લા પ્રસાદનો સમાવેશ થાય છે. તેમને ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનું અને ચૂંટણી પહેલા આંતરિક ચર્ચાઓનું નેતૃત્વ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

કોંગ્રેસના એક સ્થાનિક સૂત્રએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, સ્ક્રીનીંગ કમિટી માટે પ્રિયંકાની 'નવી સિસ્ટમ' ફક્ત એક પ્રયોગાત્મક છે અને તેનો ઉપયોગ અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં 'પાયલોટ પ્રોજેક્ટ' તરીકે થવાની સંભાવના છે. સામાન્ય રીતે, સ્ક્રીનીંગ કમિટી દિલ્હીમાં રાજ્ય ચૂંટણી સમિતિ (SEC) સાથે મળે છે, અને વરિષ્ઠ રાજ્ય નેતાઓને રાજધાની દિલ્લીમાં બોલાવવામાં આવે છે, પરંતુ પ્રિયંકા ગાંધીએ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. તેમણે ત્રણ સમિતિ સભ્યોને પાંચ જિલ્લા સોંપ્યા છે અને તેમને સ્થાનિક નેતાઓ અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે આ જિલ્લાઓની મુલાકાત લેવાની સૂચના આપી છે.

Priyanka-Assam-Congress4
guwahatiplus.com

ત્રણેય નેતાઓ પહેલાથી જ ત્રણ જિલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા છે, સ્થાનિક કાર્યકરો, નાગરિક સમાજના સભ્યો અને સ્થાનિક પત્રકારોને મળી રહ્યા છે, બંધ બારણે બેઠકો કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળે ત્યારે આ પરિણામો શેર કરવામાં આવશે. AICCના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, જો પ્રિયંકા વાડ્રાનો પ્રયોગ સફળ થાય છે અને સિસ્ટમ સારી રીતે કાર્ય કરે છે, તો પાર્ટી ભવિષ્યની રાજ્ય ચૂંટણીઓમાં તેને અપનાવવાનું વિચારી શકે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આસામની ચૂંટણીમાં બેઠકો જીતવામાં આપણે ગમે તેટલા સફળ રહીએ, આ સિસ્ટમ આગામી અન્ય ચૂંટણીઓમાં પણ અપનાવી શકાય છે. જ્યારે આ કાર્ય હાલમાં ઉપરના આસામમાં ચાલી રહ્યું છે, રાજ્યના બાકીના વિસ્તારને પાછળથી આવરી લેવામાં આવશે. જિલ્લાઓનું વિભાજન પણ સોશિયલ એન્જિનિયરિંગના આધારે કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સાંસદ મસૂદને વધારેમાં વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લાઓ સોંપવામાં આવ્યા છે, જ્યારે ઉલકાને વધુ આદિવાસી વસ્તી ધરાવતા કેટલાક જિલ્લાઓ સોંપવામાં આવ્યા છે.

Priyanka-Assam-Congress2
hindi.news18.com

અહેવાલ મુજબ, મસૂદને દિબ્રુગઢ, ધેમાજી, તિનસુકિયા, વિશ્વનાથ અને ઉદલગુરી સોંપવામાં આવ્યા છે, જ્યારે ઉલકાને માજુલી, જોરહાટ, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ અને નાગાંવના સંભવિત ઉમેદવારોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમિતિના ત્રીજા સભ્ય પ્રસાદને ચરાઈદેવ, શિવસાગર, લખીમપુર, સોનિતપુર અને દરાંગ સોંપવામાં આવ્યા છે. આ અંગે, મસૂદે કહ્યું, 'અમે સ્થાનિક કાર્યકરો અને મહત્વાકાંક્ષી ઉમેદવારો સાથે એક પછી એક બેઠકો કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં સ્ક્રીનીંગ કમિટી (પ્રિયંકા વાડ્રા)ના અધ્યક્ષને અમારા તારણો રજૂ કરીશું. અહીં તમને બતાવી દઈએ કે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 95 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 29 બેઠકો જીતી હતી, જ્યારે BJP93 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 60 બેઠકો જીતી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.