દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ)

દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે જોડી દીધા છે. સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી નેતા તરીકે તેઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન તરીકે અને અગાઉ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ તરીકે તેમણે વેપારઉદ્યોગના હિતોનું રક્ષણ અને વિકાસ કર્યો છે.

10

એક સફળ ઉદ્યોગપતિ તરીકે દિનેશભાઈએ હીરા વેપારમાં પોતાની કુશળતા, દૂરંદેશી અને નેતૃત્વથી અનેક પડકારો પાર કર્યા છે. અમેરિકાના ટેરિફ, વૈશ્વિક મંદી, કોરોના મહામારી અને તાજેતરના આંતરરાષ્ટ્રીય વેપારી ફેરફારો વચ્ચે પણ તેમણે ઉદ્યોગને મજબૂત રાખવા માટે અવિરત પ્રયાસ કર્યા. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ સંકુલના વિકાસમાં તેમનું યોગદાન રહ્યું. તેમની આગેવાની હેઠળ લેબગ્રોન ડાયમંડ્સ, CVD ટેક્નોલોજી અને નવા બજારોમાં પ્રવેશ જેવા ક્ષેત્રોમાં ભારત આગળ વધ્યું છે. SGCCI હેઠળ તેઓએ ડાયમંડ ટાસ્ક ફોર્સના ચેરમેન તરીકે કામ કરીને ઉદ્યોગના બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સ્કિલ ડેવલપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સમાં તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વેપારઉદ્યોગને નવી ઊંચાઈઓ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે જેમાં વિવિધ સેમિનાર, એક્ઝિબિશન અને પોલિસી રજૂઆતોનો સમાવેશ થાય છે.

08

પરંતુ દિનેશભાઈનું જીવન માત્ર વ્યવસાય સુધી મર્યાદિત નથી. તેઓ એક સમર્પિત સમાજસેવક છે જેમણે પાટીદાર સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. પીડિત પરિવારોને મદદ, રોજગારીની તકો અને હિરા ઇદ્યોગના લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને તતેઓ સમાજના નબળા લોકોને આગળ લાવ્યા છે.

12

હિન્દુત્વ પ્રત્યે તેમનું અતૂટ સમર્પણ તેમના જીવનનો મુખ્ય આધાર છે. વિશ્વ હિન્દુ પરિષદ મનપૂર્ણતઃ સક્રિય રહી તેઓ હિન્દુ સંસ્કૃતિ, મૂલ્યો, એકતા અને રાષ્ટ્રભક્તિને પ્રોત્સાહન આપતા આવ્યા છે. ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિય દરહી તેઓ સમાજમાં સદ્ભાવ અને સેવાનો સંચાર કરે છે. તેમના માટે હિન્દુત્વ એ જીવનદર્શન છે જે સેવા, ત્યાગ અને સમાજ કલ્યાણને પ્રાધાન્ય આપે છે.

Photo-(2)

દિનેશભાઈનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રત્યેનું સમર્પણ પણ અદ્ભુત છે. સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા થવું, વિવિધ વેપાર પ્રતિનિધિમંડળો સાથે પ્રધાનમંત્રીની મુલાકાતો અને ઉદ્યોગના મુદ્દાઓ પર સરકારની સકારાત્મક પોલિસીઓને તેઓ હંમેશા સમર્થન આપે છે. તેઓ માને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બની રહ્યું છે અને હીરા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં FTA, ટેરિફ ઘટાડા અને નવા બજારોની તકો મળી રહી છે. ભાજપના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના આદર્શો સાથે તેઓ પૂર્ણ રીતે જોડાયેલા છે અને ઉદ્યોગના હિતોને રાષ્ટ્રીય હિત સાથે જોડીને કામ કરે છે.

13

દિનેશભાઈ નાવડિયાનું જીવન એક પ્રેરણાદાયી ઉદાહરણ છે કે કેવી રીતે વ્યક્તિ વ્યવસાયિક સફળતા, સમાજસેવા, સાંસ્કૃતિક સમર્પણ અને રાષ્ટ્રીય નેતૃત્વને એકસાથે જીવી શકે છે. તેમની મહેનત, નિષ્ઠા અને સમર્પણથી અનેક યુવાનોને માર્ગદર્શન મળે છે. એક તરફ વૈશ્વિક બજારમાં ભારતનું નામ ઉજ્જવળ કરતા અને બીજી તરફ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીને સેવા કરતા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપતા દિનેશભાઈ આજે ગુજરાત અને ભારતના વિકાસનો સાક્ષાત્કાર કરાવતું વ્યક્તિત્વ છે. સાચી સફળતા એટલે ધનસંપત્તિ નહીં પરંતુ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું અખંડ સમર્પણ તેમના વ્યક્તિત્વથી સમજી શકાય છે. આવા સમાજસેવકો વાસ્તવિક રીતે સમાજ અને દેશ માટે ગર્વાનુભવ વ્યક્તિત્વ કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.