- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 05-01-2026
વાર - સોમવાર
મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ શકે છે, મહાદેવજીના દર્શન અવશ્ય કરવા.
વૃષભ - ઘર પરિવારના વિવાદોમાંથી મુક્ત થવાના પ્રયાસોમાં સફળતા મળશે, નોકરી ધંધામાં આળસ રાખવી નઈ, આજે મહાદેવજીના જાપ કરી ઘરેથી નીકળવું.
મિથુન - નોકરી ધંધામાં મહેનત વધે, અચાનક કોઈ સારો બદલાવ, તમારા જીવનમાં આવી શકે છે, ભગવાનના મંદિરે જવાથી ભાગ્ય મજબૂત થશે.
કર્ક - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો, હરફા ફરવામાં સાચવવુ, ખોટા ખર્ચ ટાળવા, દૂધની બનાવટની કોઈ પણ વસ્તુ આજે મંદિરમાં દાન કરો, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
સિંહ - સતર્ક રહેજો લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે, આવક કરતા જાવક વધે નહીં ધ્યાન રાખવું, જળસ્થાનના દર્શન કરવાથી લાભ થશે.
કન્યા - આજે તમારી બચતમાં વધારો કરવાના પ્રયાસ કરવા, શરદી ખાંસી જેવા રોગોથી સાચવવુ, આજે તિલક કરી બહાર નીકળશો.
તુલા - તમારી સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો, ખોટા ખર્ચાઓથી દૂર રહેવું, ગણપતિ ભગવાનનું નામ લઈ ઘરેથી નીકળો સફળતા મળશે.
વૃશ્ચિક - ધંધા માટે વિધા અભ્યાસ માટે સારો દિવસ, ઘર પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે, આખા ઘરમાં ધૂપ કરવું, સકારાત્મક ઉર્જા રહેશે.
ધન - આજે વધુ પડતું બહાર ફરવાનું રહે ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત કરશો, અત્તરનું તિલક કરી બહાર નીકળવું.
મકર - તમારી વાણીમાં આજે સંયમ રાખવો જરૂરી, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેશો, દેવસ્થાનની આજે મુલાકાત અવશ્ય લો,
કુંભ - સામે વાળા પ્રત્યે તમારી ઉપેક્ષાઓ પર કાબુ રાખશો, તમારી વાણીથી આજે નોકરી ધંધામાં સફળતા મળે, શિવભક્તિથી આજે આનંદ રહેશે.
મીન - તમારા મિત્રવર્ગની તમે મદદ લઈ શકશો, તમારા અગત્યના નિર્ણયો લઈ શકશો, સૂર્ય નારાયણના દર્શન આજે અવશ્ય કરો, આર્થિક લાભમાં વધારો થશે.

