ફોક્સવેગન ટેરોન R લાઇન કાર લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં ફોક્સવેગન ઘણા સેગમેન્ટમાં વાહનોનું વેચાણ કરે છે. નિર્માતા તરફથી નવી SUV તરીકે ફોક્સવેગન ટેરોન આર લાઇનને લોન્ચ કરવામાં આવી છે.  ફોક્સવેગન તરફથી ઔપચારિક રીતે પોતાની નવી SUV ટેરોન આર લાઇનને ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં જ તેના માટે 51,000 રૂપિયામાં ઓનલાઈન અને ઓફલાઈન ડીલરશીપ પર બુક શરૂ કરવામાં આવ્યું છે.

Tayron R Line
volkswagen.co.in

કેવા છે ફીચર્સ:

નિર્માતા તરફથી આ SUVમાં ઘણી શાનદાર ફીચર્સ પ્રદાન કરવામાં આવી છે. આ SUVમાં 15-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એર્ગોએક્ટિવ પ્લસ ટેકનોલોજી સાથેની ફ્રન્ટ સીટ, લેધરની સીટ, મસાજની સુવિધા, એક્ટિવ વેન્ટિલેશન, 850-લીટર બૂટ સ્પેસ, પેનોરેમિક સનરૂફ અને LED લાઇટ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં ઘણા શાનદાર સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. યુરો NCAP તરફથી આ SUVને 5-પોઇન્ટ ક્રેશ ટેસ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે.

Tayron R Line
volkswagen.co.in

ફોક્સવેગન તરફથી આ SUVને બે-લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે, જેથી તેને 204 PS પાવર અને 320 Nm ટોર્ક મળશે. તેની સાથે 7-સ્પીડ DSG ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ એન્જિનથી SUVને માત્ર 7.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપે ઝડપથી ચલાવી શકાય છે. તેની ટોપ સ્પીડ 224 કિમી/કલાક હશે.

Tayron R Line
volkswagen.co.in

પોતાની વિશિષ્ટ ઓળખ સાથે, ટેરોન આર-લાઇન એક સંપૂર્ણપણે નવા મોડેલ તરીકે લોન્ચ થઈ છે. બાહ્ય ભાગમાં IQ લાઇટ HD મેટ્રિક્સ હેડલાઇટ્સ, R-લાઇન ડિઝાઇન એલિમેન્ટ્સ, 19-ઇંચ એલોય વ્હીલ્સ અને આગળ અને પાછળ બંને બાજુ લોગો છે. ફોક્સવેગન દાવો છે કે આ SUV પ્રીમિયમ જર્મન ડિઝાઇનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

Tayron R Line
volkswagen.co.in

કેટલી છે કિંમત?

નિર્માતા તરફથી આ SUVને 46.99 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી કિંમતે લોન્ચ કરી છે.

ફોક્સવેનની ટેરેન SUV ભારતમાં ફુલ-સાઇઝ SUV સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ સેગમેન્ટમાં તેની ટક્કર ટોયોટા ફોર્ચ્યૂનર, સ્કોડા કોડિયાક અને MG મેજેસ્ટર જેવી SUV સાથે થશે.

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.