બોલો! અમદાવાદમાં પૈસા કે કિંમતી સામાન નહીં દૂધ ચોરીની ઘટનાથી પરેશાન થયા લોકો

અમદાવાદ સહિત ગુજરાતમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટફાટના બનાવો વિશે તમે અવારનવાર સાંભળ્યું હશે. પરંતુ હવે એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેણે લોકોને હેરાન કરી દીધા છે. અમદાવાદમાં દૂધ ચોરી ઘટનાઓ સામે આવતા લોકો હેરાન-પરેશાન છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરી કરતી ગેંગને કારણે વેપારીઓ અને લોકો પરેશાન છે. વસ્ત્રાલ વિસ્તારમાં વહેલી સવારે પાર્લર બહારથી દૂધના કેરેટ ચોરવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુનાઈટેડ સ્કૂલ પાસે આવેલા એક પાર્લર પર વહેલી સવારે જ્યારે દૂધની ગાડી કેરેટ ઉતારીને ગઈ, ત્યારે તકનો લાભ લઈ અજાણ્યા શખ્સો દૂધની ચોરી કરતા કેમેરામાં કેદ થઇ ગયા. અંધારાનો લાભ લઈ આ ગેંગ દૂધના કેરેટમાંથી થેલીઓ ઉઠાવીને ફરાર થઈ ગઈ. ઘટનાને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ છે. અમૂલ પાર્લરમાંથી અજાણ્યા ઈસમો લગભગ 100 લીટર દૂધની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

milk
x.com/i/grok

આ ચોરીની ઘટના બાદ જ્યારે આસપાસના અન્ય ડેરી ધારકો એકઠા થયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અનેક ડેરી સંચાલકોએ જણાવ્યું કે તેમને ત્યાંથી પણ અવારનવાર દૂધની ચોરી થાય છે. જો કે, ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટમાં પડવા માંગતા નહોતા એટલે મોટાભાગના વેપારીઓએ ફરિયાદ કરી નહોતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેપારીઓની ઉદાસીનતા અને પોલીસમાં ફરિયાદ ન કરવાની માનસિકતાને કારણે આ 'દૂધ ચોરો'ને ફાવટ આવી ગઈ. વારંવાર નાની ચોરીઓ કરીને હવે આ ગેંગે મોટી માત્રામાં દૂધની ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

Milk-Theft1
humdekhenge.in

sandesh.comના અહેવાલ મુજબ નરોડા પોલીસે વહેલી સવારે દૂધની કેરેટોની ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ નરોડા, નિકોલ અને અમરાઈવાડીમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી 31 હજાર રોકડા અને 35 નંગ દૂધના કેરેટ કબજે કરવામાં આવ્યા છે. મોહમ્મદ શેખની અગાઉ 18 ગુનામાં ધરપકડ કરાઈ હતી.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.