- Gujarat
- 45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો
એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ વિભાગ આ તસ્કરોની દરેક ચાલ નિષ્ફળ કરી દે છે. આવો જ એક મામલો અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક વ્યક્તિ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું પકડી પાડ્યું છે. તેણે સોનાની તસ્કરી માટે તેના અન્ડરવિયરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર આ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. અધિકારીઓ પણ સોનાને છુપાવવાની પદ્ધતિ જાણીને દંગ રહી ગયા હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે સોનું મળવાની આજે ત્રીજી ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફર પાસેથી 24 કેરેટનું 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આરોપી 24 કેરેટના 152 ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવી આવ્યો હતો, જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી હતી.
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરના પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને 2 મહિલા સહિત કુલ 3 મુસાફરની ધરપકડ કરી છે.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી અમદાવાદ પહોંચેલા એક વ્યક્તિને અટકાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તે વ્યક્તિ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની 2 આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા સોનાની (324.140 ગ્રામ) અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે.
કસ્ટમ્સના અધિકારીઓને વ્યક્તિની ગતિવિધિ પર શંકા જતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે, એ વ્યક્તિએ સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવિયરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ 277.800 ગ્રામ શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની અંદાજે બજાર કિંમત 44,33,688 હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ બજાર કિંમત 96,06,962 થાય છે. અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી વ્યક્તિની અટકાયત કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ એ અંગે હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાણચોરી કરી લાવવામાં આવતું ગોલ્ડ ઝડપાવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કસ્ટમ દ્વારા દુબથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂપિયા 59 લાખ રૂપિયાનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં એ માટે યુવક દ્વારા ગોલ્ડનો પાઉડર અને પેસ્ટ બનાવી જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે છુપાવ્યું હતું, જોકે DRIને મળેલી સચોટ બાતમીના આધારે યુવક એરપોર્ટ પર ઊતરતા જ તેની તપાસ કરી પકડી પાડ્યો હતો.

