- Gujarat
- અમદાવાદમાં ફરી ‘સેવન્થ ડે’વાળી, નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, પટ્ટા-લાકડી વડે....
અમદાવાદમાં ફરી ‘સેવન્થ ડે’વાળી, નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, પટ્ટા-લાકડી વડે....
અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલની ઘટના વિષે તમે જાણતા જ હશો, જ્યાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, ત્યારબાદ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. હવે નેશનલ સ્કૂલની બહાર આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય છે. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ વિદ્યાર્થીવોરની ઘટના જોઈ કોઈ નહીં કહે કે આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ વચ્ચે થયેલી મારામારીમાં એક વિદ્યાર્થીને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો.
મળતી માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર 10માં ધોરણના વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
https://twitter.com/CurrentTop31005/status/2013173325057364445?s=20
divyabhaskar.co.inના અહેવાલ મુજબ, આ હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટના અંગે જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને ફગાવી દીધી છે. વિદ્યાર્થીઓ વચ્ચે લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે.
https://twitter.com/kathiyawadiii/status/2013157349402239364?s=20
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાબોલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. DEO રોહિત ચૌધરીએ શાળાના સંચાલક પાસેથી તાત્કાલિક અહેવાલ માંગ્યો છે.
આ ઘટના અંગે નેશનલ સ્કૂલ ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, ‘અમારી સ્કૂલથી જ 100 મીટર દૂર આ ઘટના બની છે, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો હતો. જે દરમિયાન બહારથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ અમારી સ્કૂલના વિદ્યાર્થીને માથામાં કડુ માર્યું હતું. અમારા સ્કૂલના વિદ્યાર્થીને ઇજા થતા તેને અમારા ખર્ચે સારવાર આપવામાં આવી છે. સામાન્ય સારવાર આપ્યા બાદ તેને વાલી સાથે પરત ઘરે મોકલી દેવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીને એવું પણ કહ્યું છે કે, જો આવું કંઈ પણ થાય તો તમારે તરત જ સ્કૂલમાં આવવું જોઈએ. આપણું કામ શિક્ષણ લેવાનું છે, ભણવાનું છે, મારામારી કરવાનું નથી.’

