સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

4 ફેબ્રુઆરીની મોડીરાત્રે નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા મહેફિલ ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે પર દરોડો પાડીને રંગમાં ભંગ પડ્યો હતો.  મળતી માહિતી મુજબ, મુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનું આયોજન કરાયું હતું.

વેલકમ ડ્રિન્ક્સથી લઇને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ હતી. આ હાઇપ્રોફાઇલ મહેફિલમાં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરોડામાં 81 જેટલાં યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી.

sanand police station
divyabhaskar.co.in

પોલીસના હાથે ઝડપાયેલા મોટાભાગના લોકો 35-40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું હતું કે આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને મોટા પરિવારોના યુવક-યુવતીઓ હાજર હતા. સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝરી ગાડીઓ પોલીસે કબજે લીધી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, લગ્નજીવનની વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે, તેમાં મોટેભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડૉક્ટર હોવાનું સામે આવ્યું છે. રાત્રે પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડીને પહેલા મેહફિલ બંધ કરાવી તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યારબાદ મોડીરાતે આરોપીઓ માટે પોલીસે જ નાસ્તાની વ્યવસ્થા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

sanand police station
divyabhaskar.co.in

સાણંદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલના આરોપીઓ માટે એક વ્યક્તિ જાણે ચાલતીફરતી દુકાન હોય એમ હાથમાં વેફરના પડીકા લઈને આવ્યો હતો, જોકે આ વ્યક્તિ પોલીસના કહેવાથી જ વેફર લઈને આવ્યો હતો. દારૂના નશામાં લોકોને પોલીસે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને પોલીસ સ્ટેશનમાં જ વેફર અને ચા પીવડાવી હતી. આ હાઈપ્રોફાઇલ મહેફિલ હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું હતું.

આ અંગે સાણંદના PI બી.ટી.ગોહિલે જણાવ્યું હતું કે આરોપીઓ હોય તો તેમને ભૂખ લાગે જ, એટલે તેમના સંબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી હતી. આ કંઈ ખોટું નથી. જોકે સામાન્ય આરોપીઓને પણ પોલીસ આ પ્રકારે જ નાસ્તાની વ્યવસ્થા કરાવતી હશે કે કેમ? એને લઈને સવાલ છે, કારણ કે સામાન્ય આરોપી તો લોકઅપમાં હોય છે અને તેને અડધી રાતે ભૂખ લાગે તો હાજર સ્ટાફ અડધી રાતે વેફરની વ્યવસ્થા કરે ખરો?

About The Author

Top News

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દાનું સામાજિક બંધારણ બનાવ્યું હતું, જેમાં એક મુદ્દો...
Gujarat 
સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

નોઈડાના યુવરાજની જેમ જ, દિલ્હીના કમલનું પણ ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું. સોમવારે મોડી રાત્રે કમલ રોહિણી સ્થિત તેની...
National 
દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

4 ફેબ્રુઆરીની મોડીરાત્રે નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા મહેફિલ ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે પર દરોડો...
Gujarat 
સાણંદ દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓ માટે પોલીસ સ્ટેશન બન્યું પિકનિક સ્પોટ, સ્ટેશનની અંદર પણ મજા કરતા હતા

આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર...
Sports 
આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.