20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વર્ષ 1997માં ઘટના બની હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપ લાગ્યો હતો, જેમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. લાંચ લેવા મામલે કેસ કોર્ટમાં ચાલતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ બાબૂભાઈને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવીને સજા ફટકારી હતી. ત્યારબાદ બાબુભાઈ 2-3 મહિના જેલમાં રહ્યા હતા. સેશન્સ કોર્ટના ચૂકાદાથી તેમની કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા પર મોટું જોખમ ઊભું થયું હતું.

gujarat-high-court1
gujaratsamachar.com

બાબુભાઈએ સેશન્સ કોર્ટના આદેશને પડકારતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેમણે એડવોકેટ નીતિન ટી. ગાંધી મર્ફતે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી. બાબુભાઈએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલ બાદ 20 વર્ષની લાંબી કાનૂની લડત લડ્યા બાદ હવે આ કેસનો સુખદ અંત આવ્યો છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ એસ.વી. પિન્ટોએ કેસની ગંભીરતાને ધ્યાને લઈ બાબુભાઈ પ્રજાપતિને લાંચ લેવાના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરતા મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

gujarat-high-court2
siasat.com

હાઈકોર્ટે પોલીસ નિર્દોષ છોડ્યા બાદ બાબૂભાઈ તેમના વકીલને મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે વકીલે બાબૂભાઈને આગળની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂછ્યું, ત્યારે તેમણે હતાશામાં કહ્યું હતું કે, ‘હવે કેસમાંથી છૂટ્યો છું, કંઈ કરવું નથી, હવે ભગવાન બોલાવી લે તો સારું. વકીલ સાથે થયેલી આ મુલાકાત બાદ બાબુભાઈ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રે તેમનું આકસ્મિક નિધન થઇ ગયું હતું. બાબુભાઈનું હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

હું સરપંચ છું! મારા દિયરે ખેલ કરી દીધો, સચિવનું નામ અને ગામનું કામ પણ ખબર નથી; જાણો શું છે આખો મામલો

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં દિયર, ભાભી અને સચિવ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખૂબ ભાગ્યથી રૂબી...
National 
હું સરપંચ છું! મારા દિયરે ખેલ કરી દીધો, સચિવનું નામ અને ગામનું કામ પણ ખબર નથી; જાણો શું છે આખો મામલો

20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વર્ષ 1997માં ઘટના બની હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ પર માત્ર 20 રૂપિયાની લાંચ...
Gujarat 
20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું

ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા....
Gujarat 
ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દાનું સામાજિક બંધારણ બનાવ્યું હતું, જેમાં એક મુદ્દો...
Gujarat 
સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.