હું સરપંચ છું! મારા દિયરે ખેલ કરી દીધો, સચિવનું નામ અને ગામનું કામ પણ ખબર નથી; જાણો શું છે આખો મામલો

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં દિયર, ભાભી અને સચિવ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખૂબ ભાગ્યથી રૂબી દેવી સરપંચ બની, પરંતુ તેના દિયરે બળજબરીથી તેમનું પદ હડપી લીધું. રૂબી દેવીના મતે, તેના દિયર અને સચિવ મળીને મનમાની કરી રહ્યા છે. જોકે, વર્તમાન સચિવ કે ગામના કામના સંદર્ભમાં પણ રૂબીને કોઈ જાણકારી નથી. તેમના ગામમાં શું વિકાસ થઈ રહ્યો છે? શું થવાનું છે તેની પણ કોઈ જાણકારી નથી, અને લોકો તેના હસ્તાક્ષરનું મહત્ત્વ પણ માનતા નથી. રૂબી દેવીને કષ્ટ છે કે, તેને સરપંચ માનવમાં આવી રહી નથી.

rukunpur-pradhan1
hindi.news18.com

બાંસડીહ તાલુકા અંતર્ગત રુકુનપુરા ગામની મહિલા સરપંચ રૂબી દેવીએ જણાવ્યું કે ગ્રામજનોએ તેને સરપંચ બનાવી છે, પરંતુ બે મહિના બાદ બધું ઊંધું થઈ ગયું છે. હવે, કોઈ કામ અંગે તેની સલાહ લેવામાં આવતી નથી; તેને માત્ર નામ પૂરતી સરપંચ બનાવી દેવામાં આવી છે, અને મુખ્ય મલાઈ કોઈ બીજું ખાઈ રહ્યું છે. રૂબી દેવી એ વાતથી ખૂબ જ દુઃખી છે કે આજે તેનું કોઈ મહત્ત્વ નથી. તેણે 2021માં સરપંચનું પદ સંભાળ્યું અને સતત 2 મહિના સુધી સહી પણ કરી, પરંતુ ત્યારબાદ, તેની પાસે કોઈ માહિતી નથી. તેણે જણાવ્યું કે તેને વર્તમાન સચિવનું નામ પણ ખબર નથી.

હાલમાં, તેના દિયર હરેન્દ્ર સાહનીએ તેના પદ પર કબજો કરી લીધો છે. તે હાલમાં ગામડાના સરપંચનું પદ સંભાળી રહ્યો અને રૂબી દેવીને ક્યાંય લઈ જતો નથી કે સહી કરાવતો નથી. ખૂબ જ નિરાશ થઈને, રૂબી દેવી DM મંગલા પ્રસાદને અપીલ કરવા બલિયા પહોંચી હતી. જોકે, રૂબી દેવીએ જણાવ્યું હતું કે DM સાથે મુલાકાત કર્યા બાદ, તેમણે તેને ખાતરી આપી હતી કે, હવે તમે જ સરપંચનું પદ સંભળશો. રૂબી ખૂબ જ પરેશાન છે કારણ કે તેના દિયર અને સચિવે તેને ગામના સરપંચ પદ પરથી અલગ કરી દીધી છે. રૂબી દેવીએ વધુમાં જણાવ્યું કે તેને ગામમાં શું કામ થયું છે કે નથી થયું તે અંગે કોઈ માહિતી નથી, અને રૂબી દેવી શિક્ષિત નથી.

rukunpur-pradhan2
hindi.news18.com

રૂબી દેવીના દિયરે હરેન્દ્ર સાહનીએ જણાવ્યું કે તે લગ્નમાં છે. તેને આ બાબત અંગે કોઈ માહિતી નથી. તેના ભાભી, રૂબી દેવીના પતિ, વિદેશમાં રહે છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે, અને એટલે જ ગામલોકો તેને આ બધું કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ઘરમાં કોઈ વિવાદ નહોતો. મામલો અચાનક કેમ વકર્યો છે, હવે ગામમાં જઈશ ત્યારે જ ખબર પડશે.

About The Author

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.