શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય ભારતીયોના ખિસ્સામાંથી ચૂકવવી પડી શકે છે. અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ, ભારત સામે એક કડક શરત રાખી દીધી છે. શરત સરળ છે- ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે અને તેના બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેની ખરીદી વધારવી પડશે. જો ભારત આમ નહીં કરે, તો ટ્રમ્પે ફરીથી 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે અમેરિકાની માંગણીઓને પૂરી રીતે સ્વીકારે છે, તો તેની પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કેટલી અસર પડશે?

શું રશિયા સાથે સંબંધો તોડવાનું એટલું સરળ છે?

ભારત તેની કુલ તેલ જરૂરિયાતોના આશરે 85 ટકા વિદેશથી આયાત કરે છે. તાજેતરના વર્ષોમાં, રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો હતો. ભારતની કુલ તેલ આયાતનો લગભગ એક તૃતીયાંશ ભાગ માત્ર રશિયાથી જ આવતો હતો. પરંતુ સમીકરણ હવે ઝડપથી બદલાઈ રહ્યા છે, નિષ્ણાતોનું માનવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદી સંપૂર્ણપણે બંધ કરવી ભારત માટે એક મુશ્કેલ કાર્ય હશે, જોકે ઘટાડો પહેલાથી જ શરૂ થઈ ગયો છે.

petrol, diesel
economictimes.indiatimes.com

રોઇટર્સના અહેવાલો મુજબ, ભારતીય રિફાઇનરી કંપનીઓ પર તેની અસર દેખાવા લાગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને HPCL જેવી સરકારી માલિકીની કંપનીઓએ હવે વેનેઝુએલા તરફ વળવાનું શરૂ કરી દીધું છે. તો, ખાનગી ક્ષેત્રની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રશિયન તેલ ખરીદી બંધ કરી દીધી છે અને વેનેઝુએલાથી મોટા પ્રમાણમાં શિપમેન્ટનો ઓર્ડર આપ્યો છે.

અમેરિકન તેલ Vs રશિયન તેલ: કયું સારું છે?

વાત માત્ર રાજકારણની નથી, પરંતુ તેલની રસાયણનો પણ છે. રશિયાના રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા ભંડોળના નિષ્ણાતોનું કહેવું છે કે તેલ બદલવાનું માત્ર સપ્લાયર્સ બદલવા જેટલું સરળ નથી. અમેરિકા જે શેલ ઓઇલ વેચે સીહે, તે ખૂબ હલકું છે અને તેને ગેસ કન્ડેન્સેટની શ્રેણીમાં રાખવામા આવે છે. બીજી બાજુ, રશિયાનું યુરલ ક્રૂડ ભારે છે અને તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે.

trump
ft.com

સમસ્યા એ છે કે ભારતની ઘણી રિફાઇનરીઓ આ ભારે અને સલ્ફરથી ભરપૂર રશિયન તેલને પ્રક્રિયા કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જો ભારત અમેરિકન તેલનો ઉપયોગ કરે, તો તેને અન્ય ગ્રેડ સાથે મિશ્રણ કરવા માટે ઘણા પૈસા ખર્ચવા પડશે. એટલે કે રાતોરાત એક તેલને બીજા તેલથી બદલવું ટેક્નિકલ રીતે જટિલ અને ખર્ચાળ ડીલ છે.

તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

રશિયા ભારતને તેલ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. પહેલાં, આ ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 7 થી 8 ડોલર હતું, પરંતુ હવે તે વધીને 11 ડોલર થઈ ગયું છે. એટલે કે રશિયા પાસેથી તેલ ખરીદવું એ ભારત માટે ખૂબ જ નફાકારક ડીલ છે. તો, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકન ક્રૂડ ઓઇલ ભારતીય ખરીદદારો માટે ખૂબ મોંઘુ સાબિત થશે. વોર્ટેક્સા વિશ્લેષકોનો અંદાજ છે કે, જો ભારતીય રિફાઇનરીઓ રશિયનથી અમેરિકન તેલ તરફ સ્વિચ કરે છે, તો તેમને પ્રતિ બેરલ ઓછામાં ઓછા 7 ડોલર વધુ ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત, અમેરિકના ગલ્ફ કોસ્ટથી ભારતમાં તેલ લાવવા માટેનો સમય અને શિપિંગ ખર્ચ પણ રશિયા કરતા ઘણો વધારે છે.

petrol, diesel
indiatoday.in

જો રિફાઇનરી કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે, તો એ નક્કી છે કે તેઓ આ બોજ પોતે નહીં ઉઠાવે. તેની સીધી અસર પેટ્રોલ પંપ પર સામાન્ય માણસ પર પડી શકે છે. કેપ્લરના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે રશિયા પાસેથી ખરીદી બંધ કરવી ન માત્ર વ્યાપારી રીતે પડકારજનક હશે, પરંતુ ભારત માટે એક મોટો રાજકીય માથાનો દુઃખાવો પણ બની શકે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.