માઘ મેળામાં માથાથી લઈને પગ સુધી સોનાથી સજેલા ગોલ્ડન ગૂગલ બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળામાં સત્તુઆ બાબા બાદ ગોલ્ડન ગૂગલ બાબા ધ્યાનનું કેન્દ્ર બન્યા છે. ગોલ્ડન ગૂગલ બાબાની વિશેષતા એ છે કે તેઓ માથાથી લઇને પગ સુધી કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે. તેમના ખાવાના વાસણો ચાંદીના બનેલા છે, અને તેઓ ચાંદીના વાસણમાંથી પાણી પી છે. હેરાનીની વાત એ પણ છે કે, તેમની પાસે 4.5 લાખ રૂપિયાના ચાંદીના ચંપલ પણ હતા, જેને તેઓ પહેરતા હતા.

ગોલ્ડન ગૂગલ બાબાની વિશેષતાઓ શું છે?

પ્રયાગરાજના સંગમ રેતી પર આસ્થાનો મહાપર્વ માઘ મેળો ભરાયો છે. આ વખતે સાધુ-સંતો, કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે એક બાબા ચર્ચામાં આવ્યા છે, જેનું ભવ્ય સ્વરૂપ બધાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. માથાથી લઇને પગ સુધી સોના અને ચાંદીથી શણગારેલા, ગોલ્ડન ગૂગલ બાબા આ માઘ મેળાના સૌથી મોટા આકર્ષણ બનીને ઉભરી આવ્યા છે.

Google-Golden-Baba
news24online.com

સાદગી અને વૈરાગ્ય માટે ઓળખાતા સંત સમાજ વચ્ચે ગૂગલ ગોલ્ડન બાબાનો અનોખો અંદાજ દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. બાબાના શરીર, માથાથી લઈને પગ સુધી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીનાથી શણગારેલું છે. તેમના હાથમાં ભારે બંગડીઓ અને ચેન, આંગળીઓમાં દેવી-દેવતાઓની આકૃતિઓવાળી સોનાની વીંટીઓ, ગળામાં સોના-ચાંદીનો શંખ અને સોનાથી જડિત રુદ્રાક્ષની માળા- બાબાના દરેક આભૂષણ ખાસ છે.

બાબાનું સાચું નામ શું છે?

ગૂગલ ગોલ્ડન બાબાનું સાચું નામ મનોજ આનંદ મહારાજ છે અને તેઓ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે. બાબા ફક્ત તેમના દાગીનામાં જ નહીં, પરંતુ તેમના રોજિંદા જીવનમાં પણ ચાંદીનો ઉપયોગ કરે છે. તેઓ ચાંદીના વાસણોમાં ભોજન કરે છે અને ચાંદીના વાસણોમાં જ પાણી પી છે. બાબાના માથા પર ચાંદીનો મુકુટ છે, જેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર છે.

Google-Golden-Baba2
indiatv.in

આ મુકુટ અને તેની સાથે જોડાયેલી બાબાની પ્રતિજ્ઞા લોકો વચ્ચે ખાસ ચર્ચાનો વિષય બની છે. બાબા કહે છે કે તેઓ લગભગ 4.5 લાખ રૂપિયાની કિંમતના ચાંદીના ચંપલ પહેરતા હતા, પરંતુ હવે તેમણે ચંપલ છોડી દીધા છે. આ એક ધાર્મિક સંકલ્પ છે. બાબાનું કહેવું છે કે યોગી આદિત્યનાથ દેશના વડાપ્રધાન બને ત્યાં સુધી તેઓ ખુલ્લા પગે ચાલશે. તેઓ આને તેમની વ્યક્તિગત આસ્થા અને સંકલ્પ ગણાવે છે.

બાબા પોતે કોના ભક્ત છે?

ગૂગલ ગોલ્ડન બાબા કરૌલીના બાબાના ભક્ત છે અને છેલ્લા 20 વર્ષથી સોના અને ચાંદીના દાગીના પહેરે છે. બાબા પાસે લડ્ડુ ગોપાલની એક ખાસ સોનાની મૂર્તિ પણ છે, જેને તેઓ હંમેશાં પોતાના હાથમાં રાખે છે. બાબાનો દાવો છે કે તેમને ચોરી કે નુકસાનનો કોઈ ડર નથી કારણ કે તેમના રક્ષક લડ્ડુ ગોપાલ પોતે છે.

Google-Golden-Baba3
indiatv.in

સોનું પહેરવાને લઈને સવાલ ઉઠતાં બાબા કહે છે કે તેઓ ક્ષત્રિય છે અને તેમના પૂર્વજો પણ સોનું પહેરતા હતા. તેમના મતે, સોનું બહાદુરી, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. બાબા માને છે કે આ કોઈ દેખાડો નથી, પરંતુ તેમની પરંપરા અને આસ્થાનો એક ભાગ છે. માઘ મેળા દરમિયાન, ગૂગલ ગોલ્ડન બાબા તેમના શિબિરમાં નિયમિત પૂજા, દાન અને ધાર્મિક અનુષ્ઠાન કરે છે. ભક્તો તેમને જોઈને આશ્ચર્યચકિત થાય છે અને તેમની સાથે ફોટા અને સેલ્ફી લેવા માટે ઉત્સુક નજરે પડે છે.

આસ્થા, ભક્તિ અને ભવ્યતાનો આ અનોખો સંગમ આ વખતે પ્રયાગરાજ માઘ મેળાની ઓળખ બની ગયો છે. ગૂગલ ગોલ્ડન બાબા ફક્ત મેળામાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી લાઈમલાઇટ મેળવી રહ્યા છે. અત્યાર સુધી તો, માઘ મેળામાં સતુઆ બાબા તેમની મોંઘી કાર માટે ચર્ચામાં હતા, હવે ગોલ્ડન બાબા તેમના ઘરેણાં માટે લાઇમલાઇટ મેળવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કર્ણાટક સ્ટિંગ વિવાદ પર CM DK શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ટક્કર, કોંગ્રેસ માટે બન્યો ચિંતાનો વિષય

કર્ણાટકમાં, કોંગ્રેસે જૂન 2026માં સરકારમાં મોટો ફેરફાર કર્યો. પાર્ટીએ સિદ્ધારમૈયાને CM પદ પરથી દૂર કરીને DK શિવકુમારને CM ...
National 
કર્ણાટક સ્ટિંગ વિવાદ પર CM DK શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ટક્કર, કોંગ્રેસ માટે બન્યો ચિંતાનો વિષય

ફ્રી કાશ્મીર'ના નારા... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે?

24 ઓક્ટોબરના રોજ, દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસ યુનિયનની ચૂંટણી ફરીથી યોજવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું....
National 
ફ્રી કાશ્મીર'ના નારા... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે?

જજ સાહેબના 17 વર્ષના દીકરાએ મર્સિડીઝ કારથી સ્કૂટરને ટક્કર મારતા નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

કેરળના કોચીમાં રવિવારની વહેલી સવારે એક ન્યાયાધીશના સગીર (17 વર્ષીય) પુત્ર દ્વારા કથિત રીતે ચલાવવામાં આવી રહેલી લક્ઝરી કારે...
National 
જજ સાહેબના 17 વર્ષના દીકરાએ મર્સિડીઝ કારથી સ્કૂટરને ટક્કર મારતા નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

ચૂંટણી પંચે SIR સોફ્ટવેર વિશે RTIમાં માહિતી આપવાની ના પાડી દીધી; કહ્યું- તે ટ્રેડ સિક્રેટ છે

ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાં ભૂલો ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર વિશે માહિતી આપવાનો ઇનકાર...
National 
ચૂંટણી પંચે SIR સોફ્ટવેર વિશે RTIમાં માહિતી આપવાની ના પાડી દીધી; કહ્યું- તે ટ્રેડ સિક્રેટ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.