સ્કૂલમાં સજા કરવાના બહાને વિદ્યાર્થિનીઓની છેડછાડ કરતો આચાર્ય, લોકોએ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ભોટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખુંટા ખેડા ગામમાં આવેલી સેન્ટ ફ્રાંસીસી સ્કૂલના આચાર્ય જોસેફ પર 8 થી 10 વર્ષની વયના બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરિવારના સભ્યોએ કરેલી ફરિયાદ પછી પોલીસે કેસ નોંધીને આરોપીને કસ્ટડીમાં લઇ લીધો છે. સમાજમાં બાળકોને વધુ સારું માર્ગદર્શન આપવા માટે શાળાઓ અને કોલેજો બનાવવામાં આવી છે. સ્કૂલમાં મોકલીને માતાપિતા તેમના બાળકોના ભવિષ્ય માટે મોટા સપના જુએ છે, અને શાળાઓને શિક્ષણનું મંદિર માનવામાં આવે છે. પરંતુ, જ્યારે આ જ સંસ્થાઓમાં ખરાબ વ્યવહાર થવાના આરોપો બહાર આવે છે, ત્યારે સમાજ માટે તે ચિંતાનો વિષય બની જાય છે.

Rampur Principal
uptak.in

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભોટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખુંટા ખેડા ગામમાં આવેલી સેન્ટ ફ્રાંસીસી સ્કૂલના આચાર્ય જોસેફ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પરિવારના સભ્યોનો આરોપ છે કે, આચાર્યએ 8 થી 10 વર્ષની વયના બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

Rampur Principal
freepressjournal.in

આ આરોપો સામે આવ્યા પછી શાળામાં વાતાવરણ તંગ બની ગયું હતું. બાળકોના માતા-પિતા અને કેટલાક અન્ય લોકો શાળાના કેમ્પસમાં ભેગા થઇ ગયા હતા અને આચાર્ય સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા અને આચાર્ય જોસેફના ગાલ અને માથા પર થપ્પડ મારવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Rampur Principal
uptak.in

માતા-પિતા દ્વારા ભોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી આચાર્યની અટકાયત કરી છે. રામપુરના અધિક પોલીસ અધિક્ષક અનુરાગ સિંહે જણાવ્યું કે, ભોટ પોલીસ સ્ટેશનમાં આવેલી એક શાળામાંથી કેટલાક લોકો આવ્યા હતા અને મુખ્ય શિક્ષક પર બાળકો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ મામલાને ગંભીરતાથી લેતા, તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો છે અને આચાર્યને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ  જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ...
Politics 
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.