અમેરિકા સાથે 'પેક્સ સિલિકા'માં સામેલ થઈ ગયું ભારત, તે શું છે? ભારત નવો કિંગ કેવી રીતે બનશે?

અમેરિકના રાજદૂત સર્જિયો ગોર અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026ના રોજ) અમેરિકનાના નેતૃત્વ હેઠળના પેક્સ સિલિકા એલાયન્સમાં સામેલ થઈ ગયું. આ ગઠબંધન સેમિકન્ડક્ટર (ચિપ્સ), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મહત્ત્વપૂર્ણ ખનિજોની વૈશ્વિક સપ્લાય ચેઇનને સુરક્ષિત અને મજબૂત બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું. અમેરિકાએ ડિસેમ્બર 2025માં પેક્સ સિલિકાની શરૂઆત કરી હતી.

પેક્સ સિલિકા નામનો પોતાનો અર્થ છે. પેક્સનો અર્થ શાંતિ અને સ્થિરતા છે, જ્યારે સિલિકાનો અર્થ સિલિકોન છે, જે આધુનિક કમ્પ્યુટર ચિપ્સ માટે એક જરૂરી રો મટિરિયલ (કાચો માલ) છે. આ ગઠબંધન ટેક્નિકલ સ્થિરતા અને સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય તરફ એક જરૂરી પગલું છે. તેનો ઉદ્દેશ સેમિકન્ડક્ટર, AI અને મહત્ત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. COVID-19 મહામારી અને ભૂ-રાજકીય તણાવ બાદ, વિશ્વને સમજાયું કે ચિપ્સ અને ટેકનિકલ સાધનોનો પુરવઠો પસંદગીના કેટલાક દેશો પર વધુ નિર્ભર છે.

Robots-Dance-Stunt
india.com

ચીન પર નિર્ભરતા ઘટાડવાની રણનીતિ

જોકે સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું નથી કે આ ગઠબંધન ચીનના ટેકનિકલ વર્ચસ્વને ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે, વિશ્લેષકોનું માનવું છે કે તેનો હેતુ આ જ છે. ચીન વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પેક્સ સિલિકા એલાયન્સ સહયોગી દેશો વચ્ચે એક વિશ્વસનીય નેટવર્ક તૈયાર કરવાનો પ્રયાસ છે, જે મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ સંસાધનો અને કાચા માલના પુરવઠા માટે કોઈપણ એક દેશ પર નિર્ભરતા ઘટી શકે. આ પહેલ અમેરિકાની ઇન્ડો-પેસિફિક રણનીતિ અને ટેક્નોલોજી-આધારિત ભાગીદારી મોડેલનો ભાગ માનવામાં આવે છે.

અમેરિકાના નેતૃત્વ હેઠળના આ ગઠબંધનમાં જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ઇઝરાયલ, બ્રિટન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો પહેલાથી જ શામેલ છે. આ બધા દેશો ટેક્નિકલ ઇનોવેશન, ચિપ ઉત્પાદન, AI સંશોધન અને મહત્ત્વપૂર્ણ ખનિજ સંસાધનોમાં ખાસ ભૂમિકા ભજવે છે. હવે ભારતનો સમાવેશ થયા આ જૂથ વધુ મજબૂત થઈ ગયું છે, કારણ કે ભારત ઝડપથી ઉભરતી ડિજિટલ અર્થવ્યવસ્થા અને ગ્લોબલ ટેકનૉલોજિ હબના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

Pax-Silica1
indiatoday.in

ભારતને તાજેતરમાં આ જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના સેમિકન્ડક્ટર મિશન અને AI ક્ષેત્ર માટે આ એક મોટી તક માનવામાં આવે છે. ભારત સરકારે સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પહેલાથી જ વિવિધ નીતિઓ અમલમાં મૂકી છે. પેક્સ સિલિકા એલાયન્સમાં જોડાવાથી ભારતને ટેક્નિકલ સહયોગ, રોકાણ, સંશોધન ભાગીદારી અને સપ્લાય ચેઇનની માંગ માટે નવી તકો મળી શકે છે. આનાથી દેશમાં ચિપ ઉત્પાદન, ડિઝાઇન અને AI-આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.