Hikvision, Dahua, TP-Link જેવી તમામ ચાઈનીઝ CCTV કંપનીઓ પર 1 એપ્રિલથી લાગી શકે છે પ્રતિબંધ

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ હવે ચીની કંપનીઓનો વારો આવ્યો છે. ભારતે દેશમાં ચીની કંપનીઓ દ્વારા ઉત્પાદિત CCTV કેમેરા અને અન્ય વીડિયો સર્વેલન્સ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હિકવિઝન, દહુઆ અને ટીપી-લિંક જેવી ચીની સર્વેલન્સ કંપનીઓ હવે 1 એપ્રિલથી ભારતમાં તેમના ઉત્પાદનો નહીં વેચી શકે. આવું નવા પ્રમાણપત્ર નિયમો લાગૂ થવા હેઠળ કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું કે સરકારે આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનો તેમજ ચાઇનીઝ ચિપસેટનો ઉપયોગ કરતી કોઈપણ પ્રોડક્ટ્સને સર્ટિફાઇડ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ કારણે, બજારમાં આ વસ્તુઓનું વેચાણ બંધ કરવામાં આવશે. આ કારણે ચીની કંપનીઓ પર ખૂબ અસર પડશે; ગયા વર્ષ સુધી, ભારતમાં કુલ CCTV વેચાણમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનો હિસ્સો એક તૃતીયાંશ હતો. આ વેચાણ પ્રતિબંધના કારણે ભારતમાં CCTV કેમેરાના ભાવ પણ વધી રહ્યા છે.

Woman-Pet-Dog-Kindergarten
livemint.com

અહેવાલો અનુસાર, વીડિયો સર્વેલન્સ બજારનો મોટાભાગનો હિસ્સો હવે CP Plus, Qubo, Prama, Matrix અને Sparsh જેવી સ્થાનિક બ્રાન્ડ્સ પાસે છે. આ બ્રાન્ડ્સે તેમની સપ્લાય ચેઇન્સને બદલીને હવે તાઇવાનના ચિપસેટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સાથે જ, બ્રાન્ડ્સ સ્થાનિક ફર્મવેર પર વધુ નિર્ભર થવા લાગ્યા છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, ફેબ્રુઆરી સુધીમાં ભારતીય કંપનીઓનો બજાર હિસ્સો 80%થી વધુ હતો, જ્યારે બાકીનો હિસ્સો વૈશ્વિક કોર્પોરેશનો પાસે હતો. બોશ અને હનીવેલ જેવી અમેરિકન બ્રાન્ડ્સે બજારના ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટ પરમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

બજારના આ પરિવર્તન ત્યારે જોવા મળ્યું, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ એપ્રિલ 2024માં CCTV કેમેરા માટે જરૂરી શરતો (ER) લાગુ કરી. આ હેઠળ ઉદ્યોગને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો, જેથી STQC (માનકીકરણ પરીક્ષણ અને ગુણવત્તા પ્રમાણપત્ર) હેઠળ સર્ટિફાઇડ કરાવી શકે.

CCTV3
opindia.com

આ નિયમો હેઠળ CCTV કેમેરા બનાવનારી કંપનીઓએ એ બતાવવું જરૂરી છે કે સિસ્ટમ-ઓન-ચિપ (SoC) જેવા મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ કયા દેશમાં બન્યા છે. સાથે જ, કંપનીઓએ જણાવવું પડશે કે શું આ ઉપકરણોનું પરીક્ષણ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં થયું છે કે નહીં. આવું એટલે કરવામાં આવી રહ્યું છે જેથી એ જાની શકાય કે કેમેરામાં એવી કોઈપણ નબળાઈ ન હોય, જેથી કોઈ દૂર બેસીને પણ તેમને ઍક્સેસ કરી શકે અથવા જાસૂસી કરી શકે.

અત્યાર સુધી, સરકારે CCTV કેમેરાના 507 મોડેલોને પ્રમાણિત કર્યા છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, 2024માં, ચીની અને ભારતીય વિક્રેતાઓનો બજારમાં બરાબર-બરાબર (એક તૃતીયાંશ) હિસ્સો હતો. મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ બજારમાં લગભગ 10% હિસ્સો ધરાવતા હતા, જ્યારે બાકીના 20% નાના વેપારીઓનો હતો.

CCTV2
petapixel.com

તમારા પર શું અસર થશે?

જોકે, બજારમાંથી ચીની સપ્લાયર્સને બાકાત રાખવાથી CCTV કેમેરાની કુલ કિંમતો વધી ગઈ છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ બદલાવને કારણે 'બિલ ઓફ મટિરિયલ્સ' (BoM)માં 15-20%નો વધારો થયો છે. આ ઉપરાંત, મેમરી અને પ્રોસેસર્સના વૈશ્વિક પુરવઠામાં અછત પણ ઉત્પાદકો પર ભારે પડી રહી છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.